વિદ્યાર્થીઓ દુનિયાના કોઈપણ ખૂણાએથી મેળવી શકશે ડિગ્રી, યુનિવર્સિટી દ્વારા લેવાયો આ નિર્ણય

ઓનલાઇન કોર્સ શરૂ કરવા અંગે ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાઈ કોઈપણ વિદ્યાર્થીઓ દેશ - વિદેશના કોઈપણ ખૂણામાં રહી અભ્યાસ કરી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી શકશે.

વિદ્યાર્થીઓ દુનિયાના કોઈપણ ખૂણાએથી મેળવી શકશે ડિગ્રી, યુનિવર્સિટી દ્વારા લેવાયો આ નિર્ણય

અતુલ તિવારી, અમદાવાદ: પ્રથમવાર રાજ્યની સરકારી યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન કોર્સ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ, બીસીએ, બીબીએ સહિત 10 જેટલા પીજીના કોર્સ ઓનલાઈન શરૂ કરવામાં આવશે. આ તમામ કોર્સ માટે પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા 15 સપ્ટેમ્બરની આસપાસથી શરૂ કરાશે.

ઓનલાઇન અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશથી લઈ, શિક્ષણકાર્ય, પરીક્ષા, પરિણામ, ડિગ્રી સહિતની તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન કોર્સ શરૂ કરવા અંગે ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાઈ કોઈપણ વિદ્યાર્થીઓ દેશ - વિદેશના કોઈપણ ખૂણામાં રહી અભ્યાસ કરી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી શકશે.

ઓનલાઇન અભ્યાસના માધ્યમથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસની તક પેદા થશે. ગુજરાત યુનિવર્સિટીને UGC એટલે કે યુનિવર્સિટી ઓફ ગ્રાન્ટસ કમિશન દ્વારા 3 યુજી તેમજ 10 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ઓનલાઇન શરૂ કરવાની મંજૂરી મળી છે.

છેલ્લા 4 વર્ષથી નેશનલ એજ્યુકેશન ફ્રેમવર્કમાં ગુજરાત યુનિવર્સિટીનું પહેલું સ્થાન તેમજ સ્ટેટ લેવલના રેટીંગમાં પણ એક માત્ર ફાઈવ સ્ટાર રેટિંગ રાજ્યકક્ષાએ ગુજરાત યુનિવર્સિટીએ હાંસિલ કર્યા છે, જેનો લાભ ઑનલાઇન કોર્સની મંજૂરી માટે યુનિવર્સિટીને થયો છે.

વિદ્યાર્થીઓ માટે આગામી ટૂંક સમયમાં ગુજરાત યુનિવર્સિટી પોતાનું ડિઝિટલ કન્ટેન્ટ બનાવશે, જેને યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ઓનલાઈન કોર્સમાં ફોરેન્સીક સાયન્સ, આર્ટીફિશ્યલ ઇન્ટલીજન્સ, લેન્ગવેજ, સહીતના અનેક પીજીના કોર્સ વિદ્યાર્થીઓ કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news