ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા તારીખો થઇ જાહેર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે.

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા તારીખો થઇ જાહેર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. માર્ચ 2019ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં સાત માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. બોર્ડ દ્વારા રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત પણ લંબાવવામાં આવી હતી. પરંતુ આજની સ્થિતિએ પણ એક ફોર્મ ભરવામાં 40થી 45 મિનીટનો સમય લાગતો હોવાથી શિક્ષણ બોર્ડમાં લેખિતમાં ફરિયાદ થઈ છે.

આગામી 7 માર્ચ 2019થી ઘોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. જેમાં ઘોરણ 10ની ગણિતની પરીક્ષા 12મી માર્ચે યોજાશે. જ્યારે 16મી માર્ચે અંગ્રેજીની પરીક્ષા યોજાશે.  ધોરણ 10 અને 12ની પરીક્ષા જાહેર થતા ધોરણ 10માં અંદાજીત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે, જ્યારે ધોરણ 12માં અંદાજીત 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.

Tabale

તો આ બાજુ ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરિક્ષા 30 માર્ચે યોજવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સર્વરમાં સતત ભંગાણ સર્જાઈ રહ્યું હતું. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ દિવાળી બાદથી જ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેતા હોય છે. શાળાઓમાં પણ પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓને દિવાળી બાદથી અભ્યાસ ક્રમ પૂરો કરી રીવીઝન કરવાની તૈયારી કરવામાં આવી છે. 

ધોરણ-10 ઘોરણ-12 સામાન્ય પ્રવાહ
9માર્ચ-વિજ્ઞાન 7મી માર્ચે- નામાનાં મૂળતત્વો
14 માર્ચ -ગણિત

9મી માર્ચે-આંકડાશાસ્ત્રની પરીક્ષા

16મી માર્ચ-અંગ્રેજી

12મી માર્ચે - અર્થશાસ્ત્રની પરીક્ષા

 

13મી માર્ચે - વાણિજ્ય વ્યવસ્થાની પરીક્ષા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news