ગુજરાતમાં 5 MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી, લિસ્ટમાં મોટા મોટા મહાનુભાવોના નામ સામેલ

Gujarat Government : ગુજરાતના ગૃહ વિભાગે સમીક્ષા બેઠકના અંતે મોટો નિર્ણય લીધો... રાજ્યના પાંચ MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવાઈ... પાસ કન્વીનર દિનેશ બાંભણિયાની સુરક્ષા પરત લેવાઈ

ગુજરાતમાં 5 MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી, લિસ્ટમાં મોટા મોટા મહાનુભાવોના નામ સામેલ

Gandhiangar News : ગુજરાતના ગૃહ વિભાગે પાંચ MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધી છે. ગૃહ વિભાગ દ્વારા મળેલી સમીક્ષા બેઠના અંતે આ નિર્ણય લેવાયો છે. ધારાસભ્યોની સાથે અન્ય મહાનુભાવોને અપાયેલી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. દર છ માસે ગૃહ વિભાગ, રાજ્ય પોલીસ વડા અને આઈબી સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાય છે. 

કયા ધારાસભ્યની સુરક્ષા પાછી ખેંચાઈ

  • દિનેશ ઠાકોર ધારાસભ્ય, ચાણસ્મા 
  • સંજય સિંહ મહિડા ધારાસભ્ય, મહુધા 
  • રમણ પાટકર ધારાસભ્ય, ઉમરગામ 
  • શામજી ચૌહાણ ધારાસભ્ય, ચોટીલા 
  • મોહનભાઈ ઢોડિયા ધારાસભ્ય, મહુવા

અન્ય કયા કયા લોકોની સુરક્ષા પાછી ખેંચી

  • કલ્પેશ ગોસ્વામી, કચ્છ 
  • રાકેશ પારેખ, વડોદરા 
  • દિલીપ ત્રિવેદી, vhp 
  • સીતારામ મારવાડી 
  • અમિત શર્મા, અમદાવાદ 
  • સાજણભાઈ ઓડેદરા, પોરબંદર 
  • ઢેલી બેન ઓડેદરા, પોરબંદર
  • વિક્રમ ઓડેદરા 
  • ગાંગા માલદે ઓડેદરા 
  • જે કે ભટ્ટ, માનવ અધિકાર આયોગ 
  • એ કે દુબે 
  • દિવ્યા રવિયા જાડેજા -એસીબી
  • દિનેશ બાંભણિયા 
  • બી એસ ઉપાધ્યાય

હવે વાત કરીએ કે કેમ આ સુરક્ષા પાછી ખેંચી લેવાઈ. ગુજરાતમાં કોઈ હસ્તીને ધમકી મળી હોય અથવા તેમના જીવને જોખમ હોય તો તેમને આઈબીના ઈનપુટના સહારે સલામતી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. જોકે, થોડા બાદ ખતરો ટળી જતા આ સુરક્ષા પાછી ખેંચી પણ લેવાય છે. ત્યારે પાંચ ધારાસભ્યો સાથે આવા ૩૦ જેટલા વીઆઈપીની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી છે. 

સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય રાજ્યના આઈબી સહિતના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મળેલી સમીક્ષા બેઠકના અંતે લેવાામા આવ્યો છે. આ બેઠક દર છ મહિને યોજાતી હોય છે. જે એક નિયમિત પ્રોસેસ છે. પાસ કન્વીનર દિનેશ બાંભણિયાની સુરક્ષા પરત લેવાઈ છે. જોકે, આ લિસ્ટમાં એકમાત્ર કલ્પેશ ગોસ્વામી એવા છે, જેઓએ પોતાની સુરક્ષા પાછી ખેંચવા અરજી કરી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news