સામાન્ય જનતા માટે રાહતના સમાચાર, શાકભાજીના ભાવમાં ઘટાડો; જાણો કેટલો થયો ઘટાડો
મોંઘવારીથી લોકોની ખુશી દેખાતી ન હોય તેમ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે
Trending Photos
ઝી બ્યુરો, અમદાવાદ: રાજ્યમાં એક પછી એક તહેવારો શરૂ થઈ રહ્યા છે. એવામાં મોંઘવારીએ લોકોની ખુશીના રંગમાં ભંગ પાડવાનું કામ કર્યું છે. તહેવાર ટાણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાતા લોકો થોડી રાહત અનુભવી રહ્યા છે.
કોરોના મહામારીને કારણે રાજ્યના લોકો છેલ્લા બે વર્ષથી તહેવારોની ઉજવણી કરી શક્યા નહીં. ત્યારે આ વર્ષે કોરોનાથી રાહત મળતા લોકો તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ મોંઘવારીથી લોકોની ખુશી દેખાતી ન હોય તેમ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનાના પહેલા જ દિવસે શાકભાજી અને ખાદ્ય તેલના ભાવ વધારાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે. ત્યારે આજે પણ ખાદ્ય તેલમાં ભાવ વધારો થતા ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાયું છે. જોકે, આ મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટતા શાકભાજીની આવકમાં વધારો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો થયો છે. ગવાર, ભીંડો, ફણસી, કંટોડા 120 રૂપિયા કિલો મળી રહ્યા છે. ત્યારે વાલોડ, ફ્લાવર, પાપડી, ટિંડોળા 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. મહત્વનું છે કે, APMC માં શારભાજીના જે ભાવ છે તેના કરતા વધુ ભાવ નદીના પશ્ચિમમાં આવેલા વિસ્તારોમાં છે. જેના પગલે લોકો કાલુપુર સુધી શાકભાજી લેવા ધક્કા ખાઈ રહ્યા છે.
જાણો કેટલો ભાવ વધ્યો
ઉલ્લેખનીય છે કે, રાજકોટના તેલ બજારમાંથી આવેલા આજના ભાવ પર નજર કરીએ તો, પામતેલમાં ડબ્બામાં એક દિવસમાં 90 રૂપિયાનો વધારો થયો છે. તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. પામતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 1990 થી વધીને 2080 રૂપિયા પર પહોંચ્યો છે. તો સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયા પાર પહોંચ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2510 રૂપિયા થયો છે.
ગરીબ પરિવાર માટે સરકાર સસ્તા ભાવે તેલ આપશે
તહેવારોની મોસમ આવી રહી છે. આવામં ખાદ્ય તેલોના ભાવ સતત વધી રહ્યાં છે. જે મધ્યમવર્ગીય અને ગરીબ લોકોને પોસાય તેમ નથી. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર રાજ્યના 71 લાખ રાશન કાર્ડ ધારકોને રાહત આપી છે. રાજ્યના 71 લાખ રાશન કાર્ડ ધારકોને 100 રૂપિયા લિટરના ભાવે સિંગતેલ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે