વિદ્યુત સહાયકની 394 જગ્યાઓ પર ભરતી, 1 એપ્રિલ સુધી કરી શકશો અરજી, જાણો વિગત
Vidhyut sahayak bharti 2024 : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વિદ્યુત સહાયકની જગ્યાઓ ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
Trending Photos
Government Jobs News: સરકારી નોકરી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. ગુજરાતમાં વિદ્યુત સહાયક તરીકે ભરતી બહાર પાડવામાં આવી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડવામાં આવી છે. સત્તાવાર જાહેરાત પ્રમાણે GUNVL ની પેટા કંપની GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે.
ભરતીની મહત્વની માહિતી
સંસ્થા દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ
પોસ્ટ વિદ્યુત સહાયક (જુનિયર ઈજનેર – ઈલેક્ટ.
કુલ જગ્યા 394
અરજી કરવાની શરુઆતની તારીખ 12/03/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 01/04/2024
અરજી મોડ ઓનલાઇન
ક્યાં અરજી કરવી https://www.dgvcl.com/
સંસ્થા ખાલી જગ્યા
GETCO 207
DGVCL 78
MGVCL 28
UGVCL 28
PGVCL 53
કુલ 394
શૈક્ષણિક લાયકાત
વિદ્યુત સહાયકની ભરતી માટે સામે આવેલી જાણકારી પ્રમાણે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં બીઈ ઈલેક્ટ્રીકલ અને વી ટેક ઈલેક્ટ્રીકલમાં સ્થાનત લોકો અરજી કરી શકશે. અરજી કરનારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
આ સરકારી ભરતી માટે 12 માર્ચથી ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવાર 1 એપ્રિલ 2024 સુધી વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે. વધુ વિગત માટે તમે દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ સત્તાવાર વેબસાઇટ જોઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે