રાકેશ રાજદેવને ગુજરાત હાઈકોર્ટની લપડાક! 5 કરોડના વળતરના બદલામાં મળ્યો 5 લાખનો દંડ
હાઈકોર્ટમાં કરાયેલી એક અરજીમાં રાકેશ રાજદેવ ઉર્ફે RR એ પોલીસ અધિકારીઓના ખિસ્સામાંથી 5 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. 5 કરોડનું વળતર માગનારા રાકેશ રાજદેવને રૂપિયા તો મળ્યા નહીં, ઉલ્ટાનું ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નિર્ઝર દેસાઈએ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Trending Photos
Rakesh Rajdev: ગુજરાતના ઈતિહાસના કહેવાતા સટ્ટાકિંગ રાકેશ રાજદેવ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે રાકેશ રાજદેવ ક્રિકેટના સટ્ટા માટે નહીં, પરંતુ ગુજરાત હાઇકોર્ટે 5 લાખ રૂપિયાનો દંડ ફટકારતા ચર્ચામાં આવ્યો છે. હાઈકોર્ટમાં કરાયેલી એક અરજીમાં રાકેશ રાજદેવ ઉર્ફે RR એ પોલીસ અધિકારીઓના ખિસ્સામાંથી 5 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. 5 કરોડનું વળતર માગનારા રાકેશ રાજદેવને રૂપિયા તો મળ્યા નહીં, ઉલ્ટાનું ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નિર્ઝર દેસાઈએ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
શું કરી હતી રાકેશ રાજદેવે અરજી?
તાજેતરમાં રાકેશ રાજદેવે ગુજરાત હાઈકોર્ટમાં સરકાર અને અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સામે એક અરજી કરી હતી. આ અરજીમાં તેણે પોલીસ અધિકારીઓ સામે અનેક આરોપ લગાવ્યા હતા. પોલીસ ચોપડે નોંધાયેલા સટ્ટાના કેસોમાં સહ આરોપીના નિવેદન આધારે પોતાને આરોપી તરીકે પોલીસ અધિકારીઓએ ચિતર્યો હોવાની વાત જણાવી છે. આક્ષેપના આધારે સટ્ટાકિંગે અધિકારીઓને પોતાના ખિસ્સામાંથી 5 કરોડ રૂપિયાનું વળતર આપવાની દાદ માગી હતી.
શું કર્યું ગુજરાત હાઇકોર્ટે અવલોકન?
આ મામલે હાઈકોર્ટના જસ્ટીસ નિર્ઝર દેસાઈએ રાકેશ રાજદેવને પોલીસ તપાસમાં સહકાર આપવા ટકોર કરી હતી. એટલું જ નહીં, રાકેશ રાજદેવની 5 કરોડના વળતરની અરજીને ફગાવી દઈ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કોણ છે રાકેશ રાજદેવ?
જાણવા મળી રહ્યું છે કે મૂળ રાજકોટના અને હાલ UAE રહેતાં રાકેશ પ્રતાપરાય રાજદેવ છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા છે. રાકેશ રાજદેવના પરિવારમાં કુલ ચાર લોકો છે તેની પત્ની પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે