ક્ષત્રિયોએ કહ્યું, હવે મોડું થઈ ગયુ છે તેનું પરિણામ ભાજપને ચૂંટણીમાં જોવા મળશે
Rupala Controversy : કચ્છમાં ફરી રહ્યો છે ક્ષત્રિયોનો ધર્મરથ, માતાના મઢથી શરૂ થયેલો ધર્મરથ ભૂજ પહોંચ્યો, ભૂજમાં ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું, ભૂજ ખાતે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરાયું, વીરભદ્રસિંહે કહ્યું- હવે ભાજપનો વિરોધ કરવા અમે મક્કમ છીએ
Trending Photos
Gujarat Politics રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાના રાજપૂત સમાજની મહિલાઓ માટે વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં નારાજગીની આગ હજુ શમી નથી. ત્યારે રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા સંમેલન ભાગ-2 ના ભાગરૂપે ક્ષત્રિય નારીની અસ્મિતા લડાઈ વેગવાન બનાવાઈ છે. કચ્છના માતાના મઢ ખાતેથી શરૂ થયેલ ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ ભુજ આવી પહોંચ્યો હતો. ભુજ ખાતે સ્વાભિમાન સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મંચ પરથી ક્ષત્રિયોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી
શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આ અસ્મિતા ધર્મરથનો પ્રવાસ કચ્છભરમાં કરવામાં આવી રહ્યો છે. તો સમગ્ર વિરોધ બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા ભુજના શકતિધામ સ્વાભિમાનની સભા પણ યોજવામાં આવી છે. ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત ક્ષત્રિય સમાજમાં નારાજગી વધી રહી છે. સાથે જ તેમની ટિકિટ રદ્દ ના થતા રાજપૂતો કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરીને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની નેમ લઈ રહ્યા છે. તો ભાજપને ડેમેજ કરવા મેદાને ઉતર્યા છે.
અગાઉ માત્ર રૂપાલાનો વિરોધ હવે ભાજપનો પણ
શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છના માતાના મઢ ખાતેથી રાજકોટ ક્ષત્રિય સમાજનો અસ્મિતા ધર્મરથનું ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો છે. કચ્છના દસે દસ તાલુકામાં આ ધર્મરથ લઈ જવામાં આવી રહ્યો છે. ક્ષત્રિયોના સ્વાભિમાનની આ લડાઇ છે. શરૂઆતમાં ભાજપ સાથે કોઈ વેર ન હતો. પરંતુ ક્ષત્રિયોની સામાન્ય માંગ જે હતી કે રૂપલાની ટિકિટ રદ્દ કરવામાં આવે તેવું ના થતા હવે ભાજપનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ.
ભાજપને 14થી 15 બેઠકો પર ફટકો પડશે
રાજપૂતો સાથેની સંકલન બેઠકો તેમજ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની બેઠકોમાં પણ માત્ર ભાજપના ચૂંટાયેલા ક્ષત્રિય આગેવાનોને બોલાવીને ચર્ચા કરવામાં આવી હતી પરંતુ અમે અમારા નિર્ણય પણ મક્કમ છીએ અને હવે તો ખૂબ મોડું થઈ ગયું છે અને પરિણામ આ ચૂંટણીમાં ભાજપને જોવા મળશે.ક્ષત્રિયોના સ્વાભિમાનની આ લડાઇમાં ભાજપને 14 થી 15 બેઠકનો ફટકો પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે