RAJKOT: પ્રેમિકાની બિભત્સ તસ્વીરો ફેસબુક પર મુકી યુવકે લખ્યું કે...
Trending Photos
રાજકોટ : શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ સંબંધ તોડી નાખતા પ્રેમીએ ફેસબુક પર તેની બિભત્સ તસ્વીરો મુકી દીધી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે મહિલા સાયબર સેલમાં ફરિયાદ થતા પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પતિથી અલગ રહેતી યુવતીની તસ્વીરો પ્રેમીએ સોશિયલ મીડિયામાં મુકી તેને બદનામ કરવાનું કાવત્રું રચ્યું હતું.
યુવતીએ મહિલાએ પોલીસને આપેલી ફરિયાદ અનુસાર 19 વર્ષ પહેલા રાજકોટમાં તેના લગ્ન થયા હતા. લગ્ન દરમિયાન તેને ત્રણ સંતાનો પ્રાપ્ત થયા હતા. લગ્ન જીવનમાં પતિ સાથે મનદુખ થતા દોધ વર્ષથી પોતાની પુત્રી સાથે અલગ રહે છે. આ દરમિયાન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રદીપ સિદ્ધપુરા સાથે તેનો પરિચય થયો હતો. આ પરિચય બાદ બંન્ને પ્રેમમાં પડ્યા હતા. બંન્ને છેલ્લા એક વર્ષથી સાથે રહેતા હતા. દરમિયાન એક મહિના પહેલા પ્રેમી અને પતિ વચ્ચે ઝગડો થયો હતો.
જો કે યુવકને છોડી દેતા વોટ્સએપ પર યુવતીનાં બીભત્સ ફોટા અને અભદ્ર મેસેજ પણ મોકલ્યા હતા. યુવકે મેસેજમાં જણાવ્યું કે, તુ મને છોડીને જતી રહી છે. જો તારા ફોટા વાયરલ થતા હવે તું ભોગવ. પ્રદીપે તેના ફેસબુક એકાઉન્ટમાં યુવતી કપડા બદલી રહી હોય તે સમયની કેટલીક તસ્વીરો મુકી હતી. સાથે જ પ્રદીપે લખ્યું હતું કે, આજ સવારથી ગુમ છે. જેને પણ મળે આ નંબર પર ફોન કરવો. આવા લખાણ સાથે નીચે તેનો મોબાઇલ નંબર પર લખ્યો હતો. સમગ્ર મામલે શાલિનીની ફરિયાદ પરથી સાયબર સેલે ફરિયાદ નોંધી આરોપી પ્રદીપ સિદ્ધપુરાની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે