ઉપલેટાની સ્કૂલમાંથી મળી આવેલા બોમ્બ મામલે માસ્ટરમાઈન્ડ વૃદ્ધની ધરપકડ, આરોપીની 1999ના બ્લાસ્ટમાં પણ હતી સંડોવણી

પોલીસે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાં એક વ્યક્તિએ કુરિયર દ્વારા પાર્સલ મોકલ્યું હતું. 

ઉપલેટાની સ્કૂલમાંથી મળી આવેલા બોમ્બ મામલે માસ્ટરમાઈન્ડ વૃદ્ધની ધરપકડ, આરોપીની 1999ના બ્લાસ્ટમાં પણ હતી સંડોવણી

રાજકોટઃ ઉપલેટાની શાળામાંથી બોમ્બ મળવાનો કેસ પોલીસે ઉકેલી દીધો છે. કુરિયર માફરતે શાળામાં બોમ્બ મોકલનાર વૃદ્ધિની પોલીસે ધરપકડ કરી છે. આ માસ્ટરમમાઇન્ડ વૃદ્ધનું નામ નાથા રવજીભાઈ ડોબરિયા છે અને તે રાજકોટમાં નાનામોવા વિસ્તારમાં રહે છે. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ આરોપી 1999માં ગુજરાતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ રહી ચુક્યો છે. 

પોલીસે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાં એક વ્યક્તિએ કુરિયર દ્વારા પાર્સલ મોકલ્યું હતું. ત્યારબાદ શાલા સંચાલકોએ આ પાર્સલ ખોલતા તેમાં શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરી તો બોમ્બ હોવાનું તામે આવ્યું હતું. આરોપીએ કબુલ કર્યું કે તે 1999ના બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. તેણે શાળામાં બોમ્બ રાખવા અંગે પૂછતા જણાવ્યું કે, પૈસાની લેતી દેતી મામલે સમસ્યા થઈ હતી અને તેનો બદલો લેવા માટે આ બોમ્બ મોકલાવ્યો હતો. 

આરોપીએ અમરેલીથી બોમ્બના પાર્સલનું કુરિયર કર્યું હતું. શાળાના ટ્રષ્ટીઓને મારી નાખવા માટે આ પ્લાન ઘડ્યો હતો. આ વૃદ્ધ આરોપી પાસે બોમ્બ બનાવવાની સામગ્રી હતી. તેની પર કોઈ શંકા ન કરે તે માટે અમરેલીથી કુરિયર કર્યું હતું. તેણે ત્રણ મહિનામાં આ બોમ્બ બનાવ્યો હતો. 

આરોપીને 1998-1999માં પિતાની જમીન બાબતે ગીરીશભાઈ લખમણભાઈ સોજીત્રા તથા રતિલાલ જીવાભાઈ પદરિયા સાથે તકરાર થતા આવી જ રીતે ગિફ્ટ પાર્સલ બનાવી રૂબરૂ આપ્યું હતું. જેમાં ઉપરોક્ત બંનેના મોત નિપજ્યા હતા. તેમજ અન્ય એક વ્યક્તિ બટુકભાઈ મુરાણીને ઇજા થઈ હતી. આ વણ શોધાયેલા ગુનો પણ આરોપીએ કબુલયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news