Rajkot : ગાંધીજીએ સ્થાપેલી શાળામાંથી પકડાયો 5 લાખની કિંમતનો દારૂ
દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમછેલ, ગાંધીજીએ 1920માં સ્થાપેલી શાળામાંથી પકડાયો દારૂ. રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા રાષ્ટ્રીય શાળામાં(National School) આવેલા એક ક્વાર્ટરમાં રેડ પાડવામાં આવી હતી.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટઃ દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક સ્થળેથી પોલીસના હાથે અવાર-નવાર દારૂ પકડાતો રહે છે. આજે શુક્રવારે રાજકોટમાં (Rajkot) મહાત્મા ગાંધીએ(Mahatma Gandhi) સ્થાપેલી એક રાષ્ટ્રીય શાળામાંથી(National School) દારૂનો (Liquer) જથ્થો ઝડપાતાં હાહાકાર મચી ગયો છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડીને રૂ.5 લાખથી(Rs. 5 Lac) વધુની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો.
રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા રાષ્ટ્રીય શાળામાં(National School) આવેલા એક ક્વાર્ટરમાં રેડ પાડવામાં આવી હતી. પોલીસે રેડ પાડી ત્યારે આ ક્વાર્ટરમાંથી પોલીસને જુદા-જુદા બ્રાન્ડની 473 દારૂની બોટલ, 260 ચપલા અને બિયરના 16 ટીન મળી આવ્યા હતા. પોલીસના અનુસાર પકડાયેલા આ દારૂની કિંમત રૂ.5 લાખ 17 હજાર 900 થવા જાય છે.
મહાત્મા ગાંધીએ સ્થાપી હતી શાળા
ભારતને આઝાદી અપવાનારા મહાત્મા ગાંધીજીએ વર્ષ 1920માં આ શાળા શરૂ કરી હતી. વર્તમાનમાં જે રાષ્ટ્રીયશાળા સંકુલ છે તે 1924માં તૈયાર કરાયું હતું. મહાત્મા ગાંધીએ અહીં ઉપવાસ પણ કર્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
દારૂનો આ જથ્થો કોનો હતો અને ક્યાંથી લાવવામાં આવ્યો એ દિશા તરફ પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે