રાજકોટ : લાખોની લાંચ લેતા ઝડપાયેલા ક્લાસ વન અધિકારીએ કર્યો આપઘાત

Rajkot Government Officer Suicide : 5 લાખની લાંચ લેતા ઝડપાયેલા અધિકારીએ કર્યો આપઘાત.. જાવરીમલ બિશ્નોઈ નામના અધિકારીએ કર્યો આપઘાત... પોલીસ કમિશનર કચેરીના ચોથા માળેથી કર્યો આપઘાત 

રાજકોટ : લાખોની લાંચ લેતા ઝડપાયેલા ક્લાસ વન અધિકારીએ કર્યો આપઘાત

Rajkot News : રાજકોટમાં કેન્દ્ર સરકારના ક્લાસ વન અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. જેના બાદ તેઓએ પોલીસ કમિશનરની ઓફિસના ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જવાલાલ બિસ્નોઇએ ઓફિસની બિલ્ડીંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. તેઓ આજે સવારે ઓફિસના ચોથા માળથી નીચે કૂદકો માર્યો હતો, જેના બાદ તેમનું મૃત્યુ થયું હતું. ગઈકાલે જ બિશ્નોઈ સીબીઆઇના હાથે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. સીબીઆઇની ટ્રેપ બાદ આખી રાત ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઇએ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જવરીમલ બિશ્નોઈને લાંચ લેતા ઝડપ્યા હતા. CBI એ 5 લાખ રૂપિયાની લાંચ લેતા તેઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેઓએ NOC માટે 9 લાખ રૂપિયાની માગ કરી હતી.  

— Zee 24 Kalak (@Zee24Kalak) March 25, 2023

તેમની સામે ફરિયાદ હતી કે, તેણે પોતાની ફૂડ કેનની નિકાસ માટે બેંકમાં રૂપિયા 50 લાખની ગેરન્ટી લીધી હતી અને એના માટે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડનું NOC જરૂરી હતું. પરંતુ લાંચિયા અધિકારી જાવરીમલ બિશ્નોઇ દ્વારા રૂપિયા 9 લાખની માગણી કરાઈ હતી. જેના બાદ તેઓ રૂપિયા આપવા તૈયાર થયા હતા. 5 લાખ રૂપિયા પ્રથમ હપતા પેટે આપવાના હતા. જેથી આ અંગે ફરિયાદીએ સીબીઆઈને જાણ કરી હતી. સીબીઆઈએ આ માટે એક ઝટકું ગોઠવ્યુ હતું અને બિશ્નોઈને રૂપિયા 5 લાખ લેતા ઝડપી પાડ્યા હતા. 

સીબીઆઈવી ટ્રેપ બાદ આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં દરોડાની કાર્યવાહી ચાલી હતી. જેથી સિનિયર અધિકારી બિશ્નોઈએ બદનામીના ડરથી આપઘાત કર્યાની શંકા સેવાઈ રહી છે. જવરીમલ બિશ્નોઈએ આપઘાત કરતાં તેમના પરિવારે CBI પર આરોપ લગાવ્યા છે. જ્યારે મૃતકના પરિવારે CBIના અધિકારી પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news