અમદાવાદ-ગાંધીનગર સહિત ગુજરાતના આ 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Weather Update: રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરતા નાગરિકો સહિત ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે મહીસાગરમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. દાહોદ, સાબરકાંઠા, અરવલી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
Trending Photos
Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ભારે સમય શરૂ થશે, એટલે કે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની ઠંડી-માવઠાને લઈ આગાહી, ઉત્તર અને મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં માવઠું પડી શકે છે. 30મી તારીખથી ફરી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે.
રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરતા નાગરિકો સહિત ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે મહીસાગરમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. દાહોદ, સાબરકાંઠા, અરવલી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. એટલું જ નહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. પવનોનો ગતી ઉત્તર પૂર્વીય જોવા મળશે. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ઊંચકાશે. ત્યારબાદ 29 જાન્યુઆરીની રાતથી તાપમાન ગગડશે. 30 જાન્યુઆરી બાદ તાપમાન ફરી 10 ડિગ્રીથી નીચું જશે. આજે નલિયામાં સૌથી નીચું 4.5 ડિગ્રી તાપમાન નોંધાશે.
હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી, ખેડા તેમજ આણંદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, આગામી 24 કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આજે મહીસાગરમાં વરસાદની આગાહી
રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદને આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે. બનાસકાંઠા,પાટણ,ખેડામાં તેમજ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ અને મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. પવનોની ગતી ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.
માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર યથાવત
બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર યથાવત રહેશે. માઉન્ટ આબુમાં માઇનસ 4 ડીગ્રી તાપમાન નોંધાયું છે. હાડ થીજવતી ઠંડીના કારણે લોકોના જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં પાણીના કૂંડાઓ અને ગાડીઓ અને ખુલ્લા મેદાનોમાં બરફની પરત જામી છે. લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. ઠંડીની મજા ઉઠાવવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટઆબુ પહોંચી રહ્યા છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
વરસાદ અને ભારે પવનને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 29 જાન્યુઆરી રાતથી ફરી ઠંડીનું જોર વધશે તેમજ વરસાદ પડે તો ફરીથી ઠંડીનું જોર વધશે અને 30 જાન્યુઆરી બાદ તાપમાન ફરી 10 ડિગ્રીથી નીચું જશે.
10 જિલ્લાઓમાં વરસાદની આગાહી
આજે મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે, 28મી જાન્યુઆરીએ સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 29 જાન્યુઆરી રાત થી 4 ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીમાં વધારો થશે. અમદાવાદ 13.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન, નલિયા 4.5 ડિગ્રી તાપમાન અને રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાશે
28 જાન્યુઆરી એ વાતાવરણમા પલટો આવી શકે છે અને કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જેમાં પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે તે પ્રમાણે આગાહી કરતા ખેડૂતો ની ચિંતા વધી છે હાલની સ્થિતિ એ કેટલાક પાકોની કાપણી થઇ રહી છે તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરોમા ઉભા છે. કમોસમી માવઠું આવે તો ખેડૂતોએ વાવેલ વિવિધ રવિ પાકો પર માઠી અસર થઇ શકે છે અને ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાઈ શકે છે.
પાકને થશે નુકસાન
ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હાલની સ્થિતિ એ પાટણ જિલ્લામાં રાયડો, સવા, ઈસબગુલ, જીરું, વરિયાળી, ચણા. ઘઉં સહીત રવિ પાકોનું વાવેતર કરેલ છે. જેમાં રાયડો અને એરંડાના પાકોની તો કેટલાક વિસ્તારમાં કાપણી થઇ રહી છે તો કેટલાક પાકો તૈયાર થયેલ ખેતરોમા ઉભા છે અને જો વાતાવરણ બદલાય અને કમોસમી વરસાદ થાય તો થાય તો વિવિધ રવિપાકો તેમજ શાકભાજીના વાવેતરને મોટા પાયે નુકશાન થવાની શક્યતા ઓ છે.
જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
- અમદાવાદ 13.5
- ગાંધીનગર 11.7
- રાજકોટ 9.4
- ભુજ 9.7
- કેશોદ 8.4
- ડીસા 12
- વડોદરા 13.4
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે