MLA પુંજાભાઇ વંશે CM રૂપાણીને લખ્યો પત્ર, દુર્ઘટના માનવસર્જિત હોવાનું જણાવ્યું

સિંહોની રખેવાળી માટે જે કામગીરી થવી જોઇએ એ થઇ રહી નથી. સિહોના જુદા જુદા પ્રકારના વાઇરસ જેવા કે ફેનાઇન પરવો, કેનાઇન ડિસ્ટેમ્પર, ઇમ્યુનો ડિફેન્ચનીશ વગેરેથી સિંહ સિંહણના શ્વાસનળી, ફેફસાં તથા લીવરને નુકસાન થઇ રહ્યુ છે.

MLA પુંજાભાઇ વંશે CM રૂપાણીને લખ્યો પત્ર, દુર્ઘટના માનવસર્જિત હોવાનું જણાવ્યું

કિંજલ મિશ્રા/ અમદાવાદ: સિંહોનો વધી રહેલો મૃત્યુ આંક ચિંતાનો વિષય બન્યો છે ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય પૂજાભાઇ વંશે સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમને સિંહોના મૃત્યુઆંક વિષે ચિંતા વ્યક્ત કરી છે અને આ ઘટનાક્રમને માનવસર્જિત ગણાવ્યો છે. પોતાના પત્રમાં તેમણે વનવિભાગ પર પણ આક્ષેપ કરતાં કહ્યું છે કે વનવિભાગ સિંહોના મૃ્ત્યુનું મનઘડત કારણ ઇનફાઇટ બતાવીને મામલો રફેદફે કરવા માંગે છે.

સિંહોની રખેવાળી માટે જે કામગીરી થવી જોઇએ એ થઇ રહી નથી. સિહોના જુદા જુદા પ્રકારના વાઇરસ જેવા કે ફેનાઇન પરવો, કેનાઇન ડિસ્ટેમ્પર, ઇમ્યુનો ડિફેન્ચનીશ વગેરેથી સિંહ સિંહણના શ્વાસનળી, ફેફસાં તથા લીવરને નુકસાન થઇ રહ્યુ છે. જો કે વનવિભાગ દ્વારા નક્કર કોઇ પણ પ્રકારની કામગીરી કરવામા આવી રહી નથી. સિંહોના મૃત્યુ કુદરતી સિવાય ન થાય તે માટે વર્ષ 2007માં પણ એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ગંભીર બિમારી આવે તો શું કરવું એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
latter

જો કે આજદિન સુધીના આ સંશોઘનનું કોઇ અમલ કરાયુ છે ના. વન વિભાગ દ્વારા કોઇ નક્કર લેબ ઉભી કરવામાં આવી છે, જેના કારણે સમયસર નિદાન થતું નથી. સિંહોની યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી અને મૃત્યું આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. પત્રમાં પૂજા વંશે એવો પણ આક્ષેપ કર્યો છે કે ગીરમાં ગેર કાયદેસર રીતે સિંહ દર્શનનો એક મોટો વ્યવસાય ચાલે છે. જેમાં વનવિભાગની પણ સંડોવણી છે, સિંહ દર્શન દરમ્યાન અપાતા માંસાહારમાં નાખીને અર્ધ બેભાન અવસ્થામા કરવામાં આવે છે સાથે જ વન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલા લેવા માંગણી કરવામા આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news