સેનિટાઇઝિંગ સર્વિસ લખેલી એક્ટિવા પોલીસ અટકાવી અને ડેકી ખોલી તો આશ્ચર્યચકિત થઇ ગઇ
કોરોના વાયરસને પગલે રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. કારણ વગર કોઇને પણ બહાર નિકળવાની પરવાનગી આપવામાં નથી આવી રહી. માત્ર જીવન જરૂરી વસ્તુઓ માટે જ લોકોને બહાર જવા દેવામાં આવી રહ્યા છે. ત્યારે અકારણ બહાર નિકળેલા કેટલાક લોકોને પોલીસ દંડી પણ રહી છે. બહેરામપુરામાં સેનિટાઇઝર સર્વિસ લખેલી એક એક્ટિવા પકડવામાં આવી હતી. જેની તપાસ કરાતા તેમાંથી મોટા પ્રમાણમા દારૂ મળી આવ્યો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.
Trending Photos
અમદાવાદ : કોરોના વાયરસને પગલે રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. કારણ વગર કોઇને પણ બહાર નિકળવાની પરવાનગી આપવામાં નથી આવી રહી. માત્ર જીવન જરૂરી વસ્તુઓ માટે જ લોકોને બહાર જવા દેવામાં આવી રહ્યા છે. ત્યારે અકારણ બહાર નિકળેલા કેટલાક લોકોને પોલીસ દંડી પણ રહી છે. બહેરામપુરામાં સેનિટાઇઝર સર્વિસ લખેલી એક એક્ટિવા પકડવામાં આવી હતી. જેની તપાસ કરાતા તેમાંથી મોટા પ્રમાણમા દારૂ મળી આવ્યો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.
કોરોનાના કહેર લોકોની ધીરજ એકમાત્ર ઉપાય: સુરતમાં સૌથી વધારે 4300 લોકો હોમ કોરોન્ટાઇન
આ દરમિયાન એક લાલ કલરની એક્ટિવા આવી હતી. એક્ટિવા પર સેનિટાઇઝિંગ સર્વિસ, ગવર્નમેન્ટ એપ્રુવડ તેવું બોર્ડ મારેલું હતું. જો કે તેમને અટકાવતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી તેની તપાસ કરાતા તેની ડેકિમાંથી દેશીદારૂની પોટલીઓ મળી આવી હતી. પોલીસે બંન્નેની અટકાયત કરી હતી. પોલીસે મનોજ સોલંકી અને પ્રકાશ પરમારની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 65 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ હાલ દેશીદારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પુછપરછ ચાલુ કરી છે. આમાં કોઇ બુટલેગરનો હાથ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે