મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સહિત 6 લોકો વિરૂદ્ધ મારામારીની ઘટનાના 8 દિવસ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ

Aravalli: અરવલ્લીમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો અને જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમિષ પટેલ દ્વારા જાહેરમાં એક યુવકને માર મારવાના કેસમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સામે આખરે હવે ફરિયાદ નોંધાઈ છે. મારામારી કેસમાં મંત્રીના પુત્રો સામે ફરિયાદ નોંધાઈ છે. કુલ 6 શખ્સો વિરૂદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સહિત 6 લોકો વિરૂદ્ધ મારામારીની ઘટનાના 8 દિવસ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ

Aravalli: રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ અને જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ અમિષ પટેલે યુવકોને જાહેરમાં માર મારી હિંસક હુમલો કર્યો હતો તથા અપહરણ કરવાનો પ્રયાસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલ આ મામલે મોડાસા ટાઉન પોલીસ મથકમાં 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

8 દિવસ બાદ નોંધાઈ ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના સૌથી પહેલાં zee 24 કલાક દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. જેના કારણે હવે મંત્રીના પુત્ર અને યુવા મોરચા પ્રમુખ સહિતના મારામારી કરતા શખ્સો સામે ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો છે.

આ મામલે જયમીન ત્રિવેદીએ આઠ દિવસ બાદ તેની ઉપર થયેલા હિંસક હુમલાને લઈને મંત્રી પુત્ર યુવા મોરચા પ્રમુખ સહિત લોકો સામે ગુનો નોંધાવ્યો છે. 

6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્ર સાથે ચાઈનીઝની લારી ચલાવતા યુવક સાથે માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ ઝઘડો થયો હતો. તેનો બદલો લેવા માટે ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ યુવા મોરચા પ્રમુખ અમિષ પટેલ સહિતના શખ્સોએ ચાઇનીઝની લારી ચલાવતા યુવક અને અન્ય યુવક જૈમીન ત્રિવેદી ઉપર હિંસક હુમલો કરી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

મંત્રીના પુત્રો અને યુવા મોરચા પ્રમુખ સહિત લોકોનો હિંસક હુમલો સહન કરનાર યુવક જૈમીન ત્રિવેદીએ આખરે તેમની સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રણજીતસિંહ, કિરણસિંહ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ સહિત 6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, 17 જાન્યુઆરીના રોજ મોડાસાના રામ પાર્ક વિસ્તારમાં મંત્રી ભીખુશી પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ તેમજ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિતના કેટલાક લોકોએ યુવકો ઉપર હિંસક હુમલો કર્યો હતો. જેમાં બેટ દંડા અને ગઢડા પાટુનો યુવકોને ઢોર માર માર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news