પાટીદાર પાણીદાર ત્યારે જ બને જ્યારે પાણી હોય, દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવો : PM મોદી
જૂનાગઢના ગાંઠિલા મંદિરમાં આજે મહાપાટોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. ઉમાધામના મહાપટોત્સવના કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર નેતાઓ, આગેવાનો પણ જોડાયા હતા. તો ખોડલધામ ચેરમેન નરેશ પટેલ પણ મહાપાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. નરેશ પટેલે મા ઉમિયાને શીશ ઝુકાવ્યું, માતાજીના દર્શન અને આરતી કરી હતી.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :જૂનાગઢના ગાંઠિલા મંદિરમાં આજે મહાપાટોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. ઉમાધામના મહાપટોત્સવના કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પાણી, પ્રાકૃતિક ખેતી, પ્લાસ્ટિક મુક્ત જીવન અને કુપોષણ પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજમાં આ બાબતોની કેટલી જરૂર છે તે વિશે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાટીદાર સમાજને અપીલ...
- ગામે ગામ ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા તંદુરસ્ત બાળક સ્પર્ધા કરો
- કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા આહવાન કર્યું
- આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ગામે ગામ તળાવ ઉંડા ઉતારી અમૃત તળાવ બનાવો
- દરેક 1 જિલ્લામાં 75 તળાવ ઉંડા ઉતારવા આહવાન
- નેતાઓના હસ્તે ધ્વજ વંદન નહિ પણ ગામના વડીલોના હસ્તે આ જગ્યાએ ધ્વજ વંદન થવું જોઈએ
- સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અપીલ
સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ હતું કે, દૂરથી પણ જૂના જોગીઓના દર્શન થઈ રહ્યા છે તે ખુશીનો સમય છે. આજે ચૈત્રી નવરાત્રિનો નવમો દિવસ છે. સૌને મંગલ કામના છે કે મા સિદ્ધદાત્રી તમારી ઈચ્છા પૂરી કરે. મેં સામુહિકતાની શક્તિનો હંમેશા અહેસાસ કર્યો છે. આજે શ્રીરામનો પ્રોગ્ત્યમહોત્સવ છે. મને અગાઉ પણ અહી આવવાનો મોકો મળ્યો છે. આ પાવનધામ શ્રદ્ધાનુ કેન્દ્ર તો છે, પણ હવે આ સ્થાન સામાજિક ચેતનાનુ કેન્દ્ર તથા ટુરિઝમ ક્ષેત્ર બન્યુ છે. મા ઉમિયાના ભક્તો જે પણ પૂરુ કરવાનુ હોય તે પૂરો કરવાનો પ્રયાસ તમે લોકોએ કર્યો છે. તેના માટે કર્તાધર્તાઓને અનેક અભિનંદન છે. મુખ્યમંત્રીએ લાગણીસભર વાત કરી. તેમણે કહ્યુ ધરતી માતા છે. હું ઉમિયા માતાનો ભક્ત હોવુ તો ધરતી માતાને પીડા આપવાનુ કોઈ કારણ નથી. ધરતી માતાને બચાવવાનુ મોટુ અભિયાન છે. ભૂતકાળમા આપણે પાણીની અછતમાં જીવતા લોકો. દુષ્કાળ કાયમની ચિંતા રહી છે. પરંતુ પાણી માટે અનેક અભિયાન ચલાવ્યા. પાણી માટે મથામણ કરી. તે મુસીબતમાંથી આપણે હવે બહાર આવ્યા છીએ. સૌના સાથ સહકારથી જન આંદોલન કરયુ છે. પરંતુ આજે પણ જળ સંચય માટેના પ્રયાસોમાં ઉદાસીનતા દાખવવી ન જોઈએ. દર ચોમાસા પહેલાનું કામ કરવાનુ છે. હવે કેમિકલથી કેમ મુક્તિ મળે તેનો વિચાર કરવો પડશે. નહિ તો ધરતી માતા આપણી સેવા નહિ કરે. ગમે તેટલા મોંઘા બીજ વાવીશું તો પણ કંઈ નહિ નીકળે.
પ્રાકૃતિક ખેતી વિશે તેમણે કહ્યુ કે, મને ગર્વ છે ગુજરાતમાં મા ઉમિયા, મા ખોડલના ભક્તોએ દીકરી બચાવોનું આંદોલન ઉપાડ્યું. ગુજરાતની દિવ્યાંગ દીકરી ઓલિમ્પિકમાં જઈને જંગ જીતીને આવી છે. તેવી જ રીતે પ્રાકૃતિક ખેતી પર જેટલુ જોર આપીશું, ધરતી માતા લીલીછમ થવા લાગશે. ગુજરાત ખીલી ઉઠશે. તેવી જ રીતે આપણા ગુજરાતમાં બાળકો કુપોષિત હોય તે ચાલે નહિ. દીકરીઓની સ્વાસ્થયની ચિંતા વિશેષ કરવી જોઈએ. તેનો એ અર્થ નથી કે પરિવાર ગરીબ છે. પણ બાળકોના ભોજન પર ખાસ ધ્યાન રાખવુ જોઈએ, જેથી તેઓ તંદુરસ્ત બને. ગામના બાળકો હવે કુપોષણનો શિકાર નહિ બનવો જોઈએ તેની ચિંતા કરવી જોઈએ. બાળક સશક્ત હશે, તો સમાજ અને દેશ પણ સશક્ત થશે. હવે મા ઉમિયા ટ્રસ્ટ દ્વારા તંદુરસ્ત બાળ સ્પર્ધા થાય તેવુ કંઈ કરવુ જોઈએ. ઈનામ આપવાથી વાતાવરણ બદલાઈ જશે.
તેમણે કહ્યું કે, મા ઉમિયાના ધામમાં અનેક કાર્યક્રમો કરી શકાય છે, તો જ આ સ્થળ સાચા અર્થમા સામાજિક ચેતનાનુ કેન્દ્ર બનશે. 2047 માં દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે, ત્યારે આપણે, આપણુ ગામ, સમાજ, દેશ ક્યા હશે તે સંકલ્પના દરેક નાગરિકમાં હોવી જોઈએ. એક વિચાર મારા મનના આવ્યો છએ કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવી શકીએ. આજથી 25 વર્ષ બાદ આગામી પેઢી જોશે કે અમારા ગામના લોકોએ આ તલાવ બનાવ્યુ હતું. પાટીદાર પાણીદાર ત્યારે જ બને જ્યારે પાણી હોય. ગામ તળાવથી જ સમૃદ્ધ થશે. આ મોટુ કામ નથી. આપણે અનેક ચેકડેમ બનાવ્યા છે. દર 15 ઓગસ્ટે તળાવ પાસે ઝંડારોપણ પણ કરો. ગામના વડીલો દ્વારા ધ્વજવંદન કરાવો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર નેતાઓ, આગેવાનો પણ જોડાયા હતા. તો ખોડલધામ ચેરમેન નરેશ પટેલ પણ મહાપાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. નરેશ પટેલે મા ઉમિયાને શીશ ઝુકાવ્યું, માતાજીના દર્શન અને આરતી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે