કેસરિયા રંગે રંગાયુ કમલમ, જ્યાં પીએમ મોદીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું

રોડ શો પૂરો કરીને પીએમ મોદી પ્રદેશ કાર્યાલય કમલમમા પહોંચ્યા હતા, જ્યાં પ્રવેશદ્વાર પર પુષ્પવર્ષાથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. કમલમમાં પ્રવેશતા સમયે પીએમ મોદીએ વિક્ટરી સાઈન બતાવી હતી. નેતાઓએ ફૂલ અર્પણ કરી મોદીની ચરણ વંદના કરી હતી

કેસરિયા રંગે રંગાયુ કમલમ, જ્યાં પીએમ મોદીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું

ઝી મીડિયા/બ્યૂરો :એરપોર્ટથી કમલમ સુધીનો રોડ શો પુરો કરીને PM મોદી કમલમ પહોંચ્યા છે. ત્યારે નીતિન પટેલ સહિતના નેતાઓએ ફૂલ અર્પણ કરી મોદીની ચરણ વંદના કરી હતી. કમલમના પ્રવેશદ્વાર પર પુષ્પવર્ષા કરીને તેમનુ ભવ્ય સ્વાગત કરાયુ હતું. કમલમમાં પ્રવેશતા સમયે પીએમ મોદીએ વિક્ટરી સાઈન બતાવી હતી. કમલમમાં શંખનાદ કરવામાં આવ્યો હતો, જેની ગુંજ આખા પ્રદેશ કાર્યાલયમાં સંભળાઈ હતી. કમલમમાં 30થી 40 મિનિટ સુધી PM મોદીએ તમામ નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી. સાથે જ PM મોદીની અધ્યક્ષતામાં મળેલી ભાજપની બેઠક પૂર્ણ થઈ હતી. કમલમમાં બેઠક પૂર્ણ કરી પીએમ મોદી રાજભવન પહોંચ્યા હતા. જ્યારે એક કલાકના રોકાણ બાદ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આવશે..જ્યાં પંચાયત મહાસંમેલનને સંબોધવાના છે.

કમલમથી Live : આખુ કમલમ કેસરિયા રંગે રંગાયું, નેતાઓએ ફૂલોથી PM મોદીની ચરણ વંદના કરી

કમલમમમાં કાગડોળે પીએમ મોદીના આગમનની રાહ જોવાઈ રહી હતી. ત્યારે આખરે પીએમ પહોંચતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. હોલમાં તમામ નેતાઓ ગોઠવાઈ ગયા હતા. સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેસ્યા હતા. જ્યાં પીએમ મોદીએ કાર્યકર્તાઓ સાથે ચૂંટણી લક્ષી ચર્ચા કરી હતી. 

બીજી તરફ, અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં PM મોદીના આગમન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો. પીએમ મોદી સાંજે પંચાયત મહાસંમેલનને સંબોધન કરવાના છે. ત્યારે અત્યારથી જ GMDC ગ્રાઉન્ડમાં તમામ જિલ્લામાંથી પંચાયતના પ્રતિનિધિઓ ઉમટી પડ્યા છે. PM મોદીને સાંભળવા માટે સરપંચોમાં ભારે ઉત્સાહ છે. મેગા રોડ શો બાદ કમલમમાં પ્રધાનમંત્રી મોદીએ બેઠક યોજી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું .જ્યાંથી તેઓ રાજભવન રવાના થયા હતા. હવે રાજભવનથી પ્રધાનમંત્રી મોદી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આવશે. જ્યાં પંચાયત મહાસંમેલનને સંબોધન કરશે.

No description available.

રોડ શોમાં ફસાયેલા અમદાવાદના મેયરને કમલમમાં પ્રવેશ ન મળ્યો
કમલમમાં હાજરી આપવા નીકળેલા અમદાવાદના મેયર કિરીટ પરમાર રસ્તામાં અટવાયા હતા. મેયર રોડ શોમાં ફસાયા હોવાથી સમયસર કમલમ પહોંચી શક્યા ન હતા. તેથી તેમને કમલમમાં પ્રવેશ અપાયો ન હતો. પીએમ મોદી પહોંચી ચુક્યા હોવાથી પ્રવેશ બંધ કરાયો હતો, અને મેયરને અંદર પ્રવેશ મળ્યો ન હતો. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે..ત્યારે પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે ગુજરાતમાં અનોખો થનગનાટ જોવા મળ્યો. એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ ગાંધીનગર સુધી ભવ્ય રોડ શો યોજાયો. જેમાં પ્રધાનમંત્રી મોદી લાલ ટોપી સાથે ખુલ્લી જીપમાં સવાર થઈ આગવા અંદાજમાં લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. પ્રધાનમંત્રીનો મેગા રોડ શો અમદાવાદ એરપોર્ટથી શરૂ થઈ સરદાર પટેલની પ્રતિમા, એરપોર્ટ સર્કલ,ઈન્દિરા બ્રિજ સર્કલ, મધર ડેરી, SP રિંગરોડ સર્કલ, કોબા સર્કલ થઈને કમલમ પહોંચ્યો હતો..જેમાં પ્રધાનમંત્રી મોદીની એક ઝલક જોવા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. તો કમલમમાં ભાજપના નેતાઓએ ઉમળકાભેર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. તો રોડ શો બાદ કમલમમાં ભાજપ નેતાઓને સંબોધન કરી માર્ગદર્શન પણ આપ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news