'કાળા માથાના માનવી હવે બસ કર'! કેવા કેવા કરે છે કાંડ! પંચમહાલમાંથી ઝડપાયું મોટું કૌભાંડ

પંચમહાલ જીલ્લાના કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનઅધિકૃત રીતે LPG ગેસ રીફીલીંગ કરતા બે આરોપીઓને એસઓજી પોલીસે કુલ રૂા.40,900/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગેસ રિફીલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. 

'કાળા માથાના માનવી હવે બસ કર'! કેવા કેવા કરે છે કાંડ! પંચમહાલમાંથી ઝડપાયું મોટું કૌભાંડ

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: ઘરેલું એલપીજી ગેસ નું ગેરકાયદેસર રિફીલિંગ કરવાના કૌભાંડનો પંચમહાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. આખરે ગેસ રિફીલિંગનું આ કૌભાંડ કોણ ચલાવી રહ્યું હતું અને કેવી રીતે ચાલતું હતું સમગ્ર રેકેટ. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જીલ્લાના કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનઅધિકૃત રીતે LPG ગેસ રીફીલીંગ કરતા બે આરોપીઓને એસઓજી પોલીસે કુલ રૂા.40,900/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગેસ રિફીલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. 

એસઓજી પોલીસને બાતમી મળી હતી કે કાલોલ ના રબ્બાની મસ્જીદ પાસે તળાવવાળા રોડ ઉપર લવારની ચાલી પાસે એક દુકાનમા ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. જે અંગે ટીમ બનાવી રેડ કરતા પોલીસે એલપીજી બોટલ માંથી રિફીલિંગ કરતા 02 ઇસમો (1)હર્ષદકુમાર કનૈયાલાલ પરીખ તથા (2)ઇકબાલ મહમદઅયાઝ શેખ ને રૂા.40,900/- ની કિંમતના 22 નંગ એલપીજી બોટલના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news