હાજરી ભરવામાં શિક્ષકોની આડોડાઇ: શાળા સંચાલકો સહિત DEOના આદેશનો વિરોધ કરાયો

 જિલ્લાશિક્ષણાધિકારી દ્વારા તમામ ખાનગી શાળાના શિક્ષકોની પણ હાજરી ઓનલાઈન પુરવામાં આવે તેવો આદેશ કરાયો હતો. જો કે શાળા સંચાલક મહામંડળ દ્વારા DEOના આ આદેશનો વિરોધ કરાયો છે. ત્યારે આ અંગે વાત કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સારા શિક્ષણ માટે તમામ વિદ્યાર્થીઓએ વર્ગમાં હાજર રહેવું જ જોઈએ. વિદ્યાર્થીઓને સારું શિક્ષણ સમયસર મળી રહે તે માટે શિક્ષકો પણ ફરજીયાત હાજર રહે તે જરૂરી છે.
હાજરી ભરવામાં શિક્ષકોની આડોડાઇ: શાળા સંચાલકો સહિત DEOના આદેશનો વિરોધ કરાયો

અતુલ તિવારી/ અમદાવાદ:  જિલ્લાશિક્ષણાધિકારી દ્વારા તમામ ખાનગી શાળાના શિક્ષકોની પણ હાજરી ઓનલાઈન પુરવામાં આવે તેવો આદેશ કરાયો હતો. જો કે શાળા સંચાલક મહામંડળ દ્વારા DEOના આ આદેશનો વિરોધ કરાયો છે. ત્યારે આ અંગે વાત કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સારા શિક્ષણ માટે તમામ વિદ્યાર્થીઓએ વર્ગમાં હાજર રહેવું જ જોઈએ. વિદ્યાર્થીઓને સારું શિક્ષણ સમયસર મળી રહે તે માટે શિક્ષકો પણ ફરજીયાત હાજર રહે તે જરૂરી છે.

આવતીકાલે ખુલ્લો મૂકાશે ફ્લાવર શો, સંજીવની પહાડ લઈને જતા હનુમાનનું ફૂલોનું સ્ટેચ્યુ જોવાનું ભૂલતા નહિ
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષકો હાજર રહે અને સમયસર બાળકનો અભ્યાસક્રમ પૂર્ણ થાય તે હેતુથી શિક્ષકોની પણ ઓનલાઈન હાજરી પુરાવાનો આદેશ કરાયો હતો. જો કોઈ પ્રશ્નો હોય તો મહામંડળ અમને રજૂઆત કરતું હોય છે અને એ રજુઆતો અમે શક્ય હોય તો પૂર્ણ પણ કરીએ છીએ. જેને લઈને વિવાદ યોગ્ય નથી અને બાળકોના હિતને ધ્યાન રાખીને તમામ બાળકોની સાથે શિક્ષકોની પણ હાજરી ઓનલાઈન ભરવામાં આવે તે જરૂરી છે. તમામના સહકારની અપેક્ષા છે. 

કલમના બદલે કોણે આ ભૂલકાઓના હાથમાં પકડાવ્યું ઝાડુ... મોડલ સ્કૂલના ધજ્જિયા ઉડાવતા પુરાવા
ઉલ્લેખનીય છે કે, મહામંડળ દ્વારા થોડા સમય કેટલીક માંગણીઓ મુકવામાં આવી હતી. આ માંગણીઓ હજુ સુધી પૂર્ણ નહી થતા મહામંડળ દ્વારા શિક્ષકોની હાજરી ઓનલાઈન નહી ભરવામાં આવે તેવો તમામ ખાનગી શાળાના સંચાલકોને પત્ર લખીને જાણ કરી હતી. આ પડતર માગની વાત કરીએ તો શિક્ષણ વિભાગે રેટીના સ્કેનર અથવા થંબ ઈમ્પ્રેશન મશીન આપવામાં આવશે તેવી વાત કહી હતી. સ્વનિર્ભર સ્કૂલને વધારાની કામગીરી માટે ગ્રાન્ટ આપવામાં આવે તેવી માગ પણ પૂર્ણ થઈ નથી. જેને લઈને મહામંડળ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news