આજ સાંજથી રત્નકલાકારો પોતાના વતન સૌરાષ્ટ્ર જઈ શકશે, ફિક્સ ભાડુ વસૂલાશે
Trending Photos
ચેતન પટેલ/સુરત :આજથી વતન જવા માગતા સુરતના રત્નકલાકારોની ઓનલાઇન નોંધણી શરૂ થવાની છે, ત્યારે સુરત (surat) માં લકઝરી બસ એસોસિએશને પોતાના ભાવ જાહેર કર્યા છે. જેના માટે આજે ઓનલાઇન અરજી કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને જે તે જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ બસોને આવતીકાલથી રવાના કરવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માગતા રત્નકલાકારો માટે સરકારે ગઇકાલે આ નિર્ણય કર્યો હતો, જેની શરૂઆત આજથી થશે. સૌરાષ્ટ્ર જવા માટે ભાવ બહાર પાડવામાં આવ્યા છે. સુરત લકઝરી બસ એસોસિયેશન દ્વારા વસૂલવાનો ચાર્જ જાહેર કરાયો છે, જેનાથી એક રૂપિયો પણ વધુ રૂપિયો વસૂલી શકાશે નહિ. કિલોમીટર પ્રમાણે ભાવ જાહેર કર્યા છે.
પરપ્રાંતિયો પાસેથી ભાડુ વસૂલવા મુદ્દે ગુજરાતમાં રાજકારણ, પરંતુ આખરે મરો તો મજૂરોનો જ...
- 400 કિલોમીટર માટે 1000 રૂપિયા
- 500 કિલોમીટર માટે 1200 રૂપિયા
- 500 કિમી ઉપર 1500 રૂપિયા
સુરતમાંથી અન્ય રાજ્યોમાં જવા માંગતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરતથી સૌરાષ્ટ્ર વતનમાં જવા માંગતા લોકો માટે ગુજરાત એસ.ટી વિભાગની બસો ફાળવવા મંજૂરી અપાઈ છે. એક બસમાં 30 લોકો મુસાફરી કરી શકાશે તેવુ જણાવાયું છે. તેમજ દિવાળી પર્વમાં જે ભાડું ચૂકવ્યુ હોઈ એ જ પ્રમાણે ભાડું લેવામાં આવશે તેવું કહેવાયું છે.
સુરત શહેરમાંથી આજ સાંજથી રત્નકલાકારો પોતાના વતન સૌરાષ્ટ્ર જઈ શકશે. રજિસ્ટ્રેશન પ્રમાણે તેઓને જવાની મંજૂરી આપવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 200 બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તમામ બસોમાં સુરક્ષાના ભાગરૂપે સેનેટાઈઝર પણ મૂકાવમાં આવશે. રત્ન કલાકારો ગ્રુપમાં પણ બુકિંગ કરી શકશે. રત્ન કલાકારોને લેવા માટે જે-તે સોસાયટીમાં બસ પહોંચશે. પરંતુ તે માટે એક બસમાં 30 લોકો મુસાફરી કરી શકશે તેવુ કહેવાયું છે. રત્ન કલાકારો પાસેથી સિંગલ ભાડું વસૂલાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે