દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે

Navratri 2024 : તો નવરાત્રિ મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન.. કહ્યું, ખેલૈયાઓ મોડી રાત સુધી રમી શકશે ગરબા.. તો વેપારીઓનું પણ રખાયું છે ધ્યાન.... શેરી અને જાહેર ગરબા માટે અલગ અલગ નિયમો થશે જાહેર..

દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે

garba permission : અત્યાર સુધી એવુ હતુ કે, રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા. રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી, પરંતુ આ નવરાત્રિએ આવુ નહિ બને. કારણ કે, ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીએ હાલમાં જ જાહેરાત કરી કે, હવે ગમે તેટલા વાગ્યા સુધી ગરબા કરો. 

શેરી ગરબા અને જાહેર ગરબાના નિયમો અલગ હશે
નવરાત્રિ મહોત્સવને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યમાં ખેલૈયા મોડી રાત સુધી ગરબા રમી શકશે. વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે. રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી છે. દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી છે. હોસ્પિટલ અને સોસાયટી નજીક કાળજી રખાશે. નાગરિકોને મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. શેરી ગરબા અને જાહેર ગરબાના નિયમો અલગ બનાવવામાં આવશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 1, 2024

 

આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે
આ વર્ષે પણ નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા પછી ખેલૈયાઓ મન ભરીને રમી શકશે માતાજીના ગરબા. તાજેતરમાં ZEE 24 કલાક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે આ મોટી ખુશખબર આપી છે. મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્કલેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે. હર્ષ સંઘવીએ આગળ કહ્યું હતું કે, કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. તો ગુજરાતના ખેલૈયાઓ માટે એક મોટી ખબર ઝી 24 કલાક પર એ છે કે, આ નવરાત્રિમાં ખેલૈયાઓ નવરાત્રિમાં સવાર સુધી ગરબા રમી શકશે.

તો આ સાથે જ અમદાવાદના ચાણક્યપુરીમાં શિવમ આર્કેડમાં અસામાજિક તત્વોના આતંકનો મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. જે કાયદો તોડશે તેની સાથે શુ વ્યવહાર કરવો તે પોલીસ જાણે છે. કાયદો તોડશે તો નુકશાન જરૂર થશે. દાદાના રાજમાં કોઈની પણ દાદાગીરી ચલાવી લેવામાં નહી આવે. સાત જન્મ સુધી યાદ રહે તેવી કાર્યવાહી થશે. 

સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાનો મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, કોર્ટમાં આ મેટર પડકારવામાં આવી છે. અમે કોર્ટમાં જવાબ આપીશું. મહત્વનું છે કે, સોમનાથમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જે મામલે અરજી કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે, આ મામલે જેમણે દબાણ કર્યું છે તેમને નોટિસ આપવામાં આવી હતી. સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં 58 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર, 4 હાઈડ્રા, 18 ડમ્પર, 2 એમ્બ્યુસન્સ અને ત્રણ ફાયર ફાઈટર સહિતનાં સાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news