હવે વેકેશનમાં ગમે ત્યાં ઉડીને જજો, અમદાવાદ એરપોર્ટ પરથી વધુ ફ્લાઈટ શરૂ કરાઈ
New Flights For Summer Vacation : ઉનાળું વેકેશનમાં ફરવાનું મન બનાવી લીધું હશે તો ચિંતા નહિ કરતા, અમદાવાદ એરપોર્ટ પરથી ઉનાળામાં વધુ ફ્લાઈટ ઉડશે
Trending Photos
New Flights In Summer Vacation : ઉનાળું વેકેશન આવી રહ્યું છે. વેકેશનમાં ગુજરાતીઓના પગ ઘરમાં ન ટકે. બે દિવસ પણ રજા આવે ફરવા ઉપડી જતા ગુજરાતીઓ ઉનાળુ વેકેશનની ખાસ રાહ જોઈને બેસેલા હોય છે. ઉનાળામાં મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે. જેનું ભારણ ટ્રાન્સપોર્ટ સર્વિસ પર આવે છે. આવામાં પ્રવાસીઓની માંગને પહોંચી વળવા માટે આ વેકેશનમાં અમદાવાદ એરપોર્ટથી વધુ ફ્લાઈટ ઉડાવવાનું નક્કી કરાયું છે. સમર શિડ્યુલમાં અમદાવાદ એરપોર્ટ પરથી વિવિધ ડોમેસ્ટિક એરલાઇન 16 નવી ફલાઈટ ઓપેરટ કરશે.
અમદાવાદ એરપોર્ટ પરથી ઉનાળુ વેકેશનમાં આ વર્ષે વધુ પ્રવાસીઓની આવન-જાવન રહે તેવી શક્યતા છે. અત્યારથી જ પ્રવાસીઓની સંખ્યા વધવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઉનાળામાં વધુ ફ્લાઈટ દોડાવવાનું નક્કી કરાયું છે. સમર શિડ્યુલમાં 1 માર્ચથી ગો ફર્સ્ટ ગોવા, અકાશા 15 માર્ચથી ગોવા, હૈદરાબાદ, તેમજ 26 માર્ચથી સ્પાઇસ જેટ બાગડોગરા રૂટ પર ફલાઇટો શરૂ કરશે. લગભગ દરેક એરલાઈન્સ કંપનીએ ફ્લાઈટની સંખ્યા વધારી દીધી છે.
કઈ કઈ રુટ શરૂ થશે
અકાશા
15 માર્ચ અમદાવાદ -હૈદરાબાદ 6.50 (ડેઇલી)
15 માર્ચ અમદાવાદ-હૈદરાબાદ 8.35 (ફક્ત બુધવાર)
16 માર્ચ અમદાવાદ-ગોવા 11.20 (બુધવાર સિવાય)
16 માર્ચ અમદાવાદ-ગોવા 4.10 (ફક્ત બુધવારે)
16 માર્ચ અમદાવાદ-હૈદરાબાદ 8.25 (બુધવાર સિવાય)
ગો ફર્સ્ટ
15 માર્ચ અમદાવાદ-ગોવા 5.45 (ડેઇલી)
સ્પાઇસ જેટ
26 માર્ચ અમદાવાદ-બાગડોગરા 10.00 (ડેઇલી)
આ પણ વાંચો :
આ ઉનાળુ વેકેશનમાં ફ્લાઈટની સંખ્યા વધીને 300ને પાર કરી જાય તેવી શક્યતા છે. તેમજ પેસેન્જર ટ્રાફિક પણ 40 હજારને પાર પહોંચે તેવો અંદાજ છે. ગો ફર્સ્ટ, સ્ટાર એર, અકાશા, સ્પાઈસજેટ જેવી કંપનીઓએ બુકિંગ પણ શરૂ કરી દીધું છે. ઉનાળામાં ટુરિસ્ટોની સંખ્યા બમણી થઈ શકે છે. મોટાભાગની ફલાઇટોમાં પેસેન્જર લોડ ફેક્ટર 80 ટકા રહેશે.
ઈન્દોરથી અમદાવાદ અને લખનઉ વચ્ચે સફર કરનારા મુસાફરો માટે પણ સારા સમાચાર છે. 26 માર્ચથી ઈન્દોરથી આ બંને શહેરો માટે વધારાની ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. આ વિશેની હાલ જાહેરાત કરવામાં આવી છે. નવી ફ્લાઈટ શરૂ થવાથી ઈન્દોરથી અમદાવાદ 3 અને લખનઉ માટે 2 ફ્લાઈટ મળી રહેશે.
26 માર્ચથી દેશના તમામ એરપોર્ટ પર ફ્લાઈટ માટે સમર શિડ્યુલ લાગુ થવા જઈ રહ્યું છે. છ મહિના સુધી લાગુ થનારા આ શિડ્યુલમા એરલાઈન્સ પોતાની ફ્લાઈટમા અનેક પ્રકારના બદલાવ કરવાની તૈયારીમાં છે. કહેવાય છે કે, તેમા અમદાવાદને પણ અનેક ફ્લાઈટ મળી છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે