ગુજરાતભરમાં વધુ એક આંદોલનના એંધાણ! ઠેર ઠેર વેદના સાથે રોષ, જાણો હવે શું થશે 6400 TRB જવાનનું?
રાજ્યમાં TRB જવાનોને છૂટ્ટા કરવાના પરિપત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો. વલસાડ, અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં TRB જવાનોએ ભેગા થઈને સરકાર સામે બાંયો ચડાવી હતી.
Trending Photos
ઝી બ્યુરો/વલસાડ: વલસાડ જિલ્લાના 126થી વધુ ટી.આર.બી જવાનોએ રેલી યોજી વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે. ટી.આર. બી જવાનોને નોકરી પરથી છુટા કરવાના રાજ્ય સરકારના નિર્ણયને લઈ TRB જવાનોમાં નારાજગી જોવા મળી રહી છે.
18મી નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા કુલ 9000 પૈકી આશરે 6300 ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠેરઠેર ટીઆરબી જવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે.સાથે વલસાડ જિલ્લા ખાતે પણ ટી.આર.બી જવાનો દ્રારા વલસાડ જિલ્લા કલેક્ટર તથા વલસાડ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ટી.આર.બી જવાનોને નોકરી કાઢી મુકવાના નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી હતી. સાથે સરકારના આ નિર્ણયને લઈ હજારો ટીઆરબી જવાનો બેરોજગાર થઈ જવાની ભીતિ છે.
સરકારના એકાએક નિર્ણયને લઈ ટીઆરબીના જવાનોની ચિંતા વધી છે. ઓછું મહેનતાણું આપવા છતાં બંદોબસ્ત સહિતની કામગીરી ટીઆરબી જવાનો દ્વારા બજાવવામાં આવે છે.તેમ છતાં ટી.આર.બી જવાનોને નોકરી પરથી કાઢી મુકવાના નિર્ણયનો વિરોધ કરો કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બર, 2023ના રોજ પોલીસવડા વિકાસ સહાયે TRB જવાનોને લઈને એક નિર્ણય લીધો અને આ નિર્ણય સામે હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આંદોલન શરૂ થઈ ચૂક્યું છે. આ આંદોલનને કારણે અંધાધૂંધી પણ શરૂ થઈ ગઈ છે. ગુજરાતના 9000 TRB જવાનોમાંથી 6400 TRBને છૂટા કરવાની જાહેરાત કરી દીધી છે અને આ નિર્ણયનો જ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે