'જો દેશમાં ટાઇગર-હરણ માટે કેમ્પેન થઇ શકે તો સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી જ જોઇએ'

મોરબીમાં પાંજરાપોળ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને તેમાં આજની તારીખે 5200 કરતાં વધુ ગૌવંશોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે થઈને રજવાડાના સમયમાં જે જમીન આપવામાં આવી હતી

'જો દેશમાં ટાઇગર-હરણ માટે કેમ્પેન થઇ શકે તો સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી જ જોઇએ'

હિમાશું ભટ્ટ/મોરબી: મોરબીના મકનસર ગામ પાસે સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે આજે જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠના પીઠાધીશ્વર સદાનંદજી સરસ્વતી મહારાજની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ધર્મ સભા શરૂ થતાની સાથે જ વરસાદ શરૂ થયો હતો, જેથી કરીને જગતગુરુ શંકરાચાર્યએ ફરીથી આ જગ્યા ઉપર તેઓ આવશે અને ધર્મ સભા કરશે તેવી જાહેરાત કરી હતી. હિન્દુઓનો પહેલો ધર્મ ગૌરક્ષા છે અને ગાયોની રક્ષા કરે તે કદી દુઃખી થતા નથી તેવું પણ તેમણે કહ્યું હતું. ખાસ કરીને વર્ષોથી ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે થઈને સાધુ સંતો અને હિન્દુઓ માંગણી કરી રહ્યા છે ત્યારે જો દેશમાં ટાઇગર અને હરણ માટે કેમ્પેન થઇ શકે છે તો કેન્દ્ર સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી જ જોઇએ.

મોરબીમાં પાંજરાપોળ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને તેમાં આજની તારીખે 5200 કરતાં વધુ ગૌવંશોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે થઈને રજવાડાના સમયમાં જે જમીન આપવામાં આવી હતી, તે જમીને ફળદ્રુપ બનાવીને આજની તારીખે તેમાંથી લગભગ 40થી 45% જેટલો ઘાસચારો મેળવવામાં આવે છે તે ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતના નાના-મોટા સૌ કોઈ લોકો દ્વારા પાંજરાપોળના ગૌ સેવાના કામ માટે વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું દાન આપવામાં આવે છે. જેથી કરીને આજની તારીખે મોરબીની પાંજરાપોળ સમગ્ર ગુજરાતમાં નંબર વન કહી શકાય તેવી પાંજરાપોળ છે. 

તેવામાં મોરબીના મચ્છુ બે ડેમ પાસે પાંજરાપોળની 1100 વીઘા જેટલી જમીન આવેલ છે ત્યાં બે લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું છે અને તે કામનું ખાતમહુર્ત આજે જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠના પીઠાધેશ્વર સદાનંદજી સરસ્વતી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું અને તેઓએ પણ ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું ત્યારબાદ મોરબીના મકનસર ગામ નજીક સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર હતા. જોકે ધર્મ સભા શરૂ થાય ત્યારે પહેલા જ ત્યાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જેથી કરીને જગતગુરુ શંકરાચાર્યના પાદુકા પૂજનનો કાર્યક્રમ ટ્રષ્ટીઓની હાજરીમાં યોજાયો હતો.

હાજર રહેલા લોકોને વરસતા વરસાદે જગતગુરુ શંકરાચાર્યએ સંબોધન કરતા કહ્યું હતું કે ગૌ સેવાના કાર્યમાં જે કોઈ વ્યક્તિ સહકાર આપે તે ક્યારેય દુઃખી થતા નથી અને ગાય, માતા, પિતા અને ઓમકારમાં જે શ્રદ્ધા રાખે તે હિન્દુ છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને ગાયોની સેવા એ હિન્દુનો પ્રથમ ધર્મ છે. અંતમાં તેઓએ એવું પણ કહ્યું હતું કે આજે વરસાદ હોવાથી ધર્મ સભા થઇ શકી નથી પરંતુ આ જ જગ્યાએ આગામી સમયમાં બીજી વખત ધર્મ સભા કરવા માટે તેઓ આવશે અને ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ વિષે પુછતા જગતગુરુ શંકરાચાર્યએ કહ્યુ હતુ કે, જો દેશમાં ટાઇગર અને હરણ માટે કેમ્પેન થઇ શકે છે તો કેન્દ્ર સરકારે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી જ જોઇએ. કેમ કે, 1966 થી સાધુ સંતો અને હિન્દુઓ દ્વારા ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માં કરવમાં આવી રહી છે જેથી કેન્દ્ર સરકારે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવી જોઇએ. 

આ તકે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, તથા મોરબી પાંજરાપોળના વેલજીભાઇ પટેલ સહિચના તમામ ટ્રસ્ટીઓ તેમજ મોરબી સિરામિક એસો.ના ચારેય પ્રમુખ સહિચ મોટી સંખ્યામાં ઉધોગકારો હાજર રહ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news