પવિત્ર ગિરનારની તળેટીમાં યોજાશે મીની કુંભનો મેળો, શરૂ થઇ તડામાર તૈયારીઓ
પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં દર વર્ષે યોજાતા મહા શિવરાત્રીના મેળાને ગુજરાત સરકારે હવે મીની કુંભ તરીકે આયોજન કરવાનું જાહેર કર્યું છે.
Trending Photos
હનિફ ખોખર/જૂનાગઢ: પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં દર વર્ષે યોજાતા મહા શિવરાત્રીના મેળાને ગુજરાત સરકારે હવે મીની કુંભ તરીકે આયોજન કરવાનું જાહેર કર્યું છે. અને તે માટે અત્યારથીજ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આગામી માર્ચ - 2019માં યોજાનાર આ મીની કુમ્ભ મેળાના આયોજન માટે જૂનાગઢ મહાનગર પલાઈકાનાઈ સ્ટેન્ડિંગ કમિટીએ એક બેઠક યોજી કુલ મળીને 6.36 કરોડના 7 કામો મંજુર કરવામાં આવ્યા છે, અને આજે ગુજરાત સરકાર દ્વારા પણ મહત્વની જાહેરાત થવા કરવામાં આવી શકે છે.
આ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગિરનાર પર્વત, જે ગિરનાર પર્વત ઉપર ગુરુ દત્તાત્રય, માતા અંબા, બાવન વીર, ચોર્યાસી સિદ્ધ, અને ચોસઠ જોગણીઓના બેસણા છે. તે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલ દેવાધી દેવ મહાદેવના આ ભવનાથ મંદિરના સાનિધ્યમાં યોજાતો મહા શિવરાત્રીનાને હવે મીની કુંભ મેળા તરીકે ઉજવવા સરકાર દ્વારા તડામાર તૈયારીઓ અત્યારથીજ થઇ ગઈ છે.
આગામી માર્ચ - 2019માં યોજાનાર આ મીની કુમ્ભ મેળાના આયોજન માટે જૂનાગઢ મહાનગર પલાઈકા નાઈ સ્ટેન્ડિંગ કમિટીએ એક બેઠક યોજી કુલ મળીને 6.36 કરોડના 7 મોટા વિકાસ કામોને મંજુર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજવા જય રહી છે જેમાં ગુજરાત સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત થાય તેવી શક્યતા છે
ભવનાથમાં યોજાનાર શિવરાત્રીના મેળામાં પ્રતિ વર્ષ લાખ્ખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. ત્યારે તેમની સુખ સુવિધાને ધ્યાને લઇ વિકાસ કામો કરવામાં આવશે. આ ઉપરાંત ભાવિકોની સલામતીને ધ્યાને રાખીને પણ વિકાસ કામો કરવામાં આવનાર છે. ખાસ કરીને ભવનાથમાં એલઇડી સ્ક્રીન, સ્ટ્રીટ લાઇટ, હાઇમાસ્ટ ટાવર,સીસીટીવી કેમેરા, રોડ રસ્તાના કામો કરવામાં આવનાર છે. ભવનાથ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોના વિકાસ કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસના કામોથી શહેરની સુંદરતામાં વધારો થવા ઉપરાંત પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે જેથી શહેરની આર્થિક સમૃદ્ધિ વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે