ડિસ્કાઉન્ટના મોહમાં લૂંટાઈ રહ્યા છો તમે, વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લો આ

Discount Craze : મોલ કલ્ચરમાં રાજ્યના ગ્રાહકો દરરોજ છેતરાઇ રહ્યા છે. મોલના મોટા અને આકર્ષક ડિસપ્લે તથા ખુબ મોટા ડિસ્કાઉન્ટથી અંજાઇ ગ્રાહકો મોલમાં પોલીપેક પ્રોડક્ટની ખરીદી કર છે. સારૂ ડિસ્કાઉન્ટ સાથે સસ્તી અને પ્રોડક્ટ મેળવ્યાનો સંતોષ મેળવે છે. પણ તેઓ નથી જાણતા કે તેમણે બજાર કરતાં વધારે કિંમતે બજાર કરતાં ઓછા વજનની વસ્તુ મેળવી રહ્યાં છે

ડિસ્કાઉન્ટના મોહમાં લૂંટાઈ રહ્યા છો તમે, વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લો આ

ગૌરવ પટેલ/અમદાવાદ : દિવસે દિવસે વધી રહેલી મોંઘવારી સામે જનતા ઝીંક જીલવા મથી રહેલી પ્રજા કંપનીઓની મનમાની સામે પરોક્ષ રીતે છેતરાઇ રહી છે. માત્ર એક-બે નહિ, પણ હજારો ઉત્પાદનમાં ગ્રાહકો નરી આંખે ઉઘાડે ચોક લુંટાઇ રહ્યા છે. પણ તેઓ વર્તમાન વ્યવસ્થા સામે મજબુર હોય તેવુ દેખાઇ આવે છે. આસમાને પહોચેલી મોંઘવારીમાં ગ્રાહકોએ બજારમાં કરકસર કરી ખરીદી કરી રહ્યા છે, તો કંપનીઓ પોતાના નફા અને ટર્નઓવરમાં કોઇ પણ પ્રકારની ઓટ ન આવે તે પોલીપેકના ભાવમાં ફેરફાર કર્યા વિના પ્રોડક્ટના વજનમાં ઘટાડો કરી વેચાણ કરે છે. ગ્રાહકને એમ થાય છે કે તેણે મુળ કિંમતમાં વસ્તુની ખરીદી કરી પણ તેનું વજન આજથી એક કે બે વર્ષ પહેલાં હતુ તેનાથી ઘણુ ઘટી ગયુ છે અને ગ્રાહક પરોક્ષ રીતે છેતરાય છે.

સામાન્ય ભાષામાં સમજીએ તો, 
વર્ષ 2006 માં કેડબરી કંપનીની ડેરીમિલક ચોકલેટ પાંચ રૂપિયામાં 18 ગ્રામ મળતી હતી, આજે પણ આ ચોકલેટ પાંચ રૂપિયામાં મળે છે. પણ તેનુ વજન ઘટીને માત્ર 6.5 ગ્રામ મળે છે.
ઓરિયો બિસ્કીટના 10 રૂપિયાના પેકેટમાં પહેલાં 50 ગ્રામ બિસ્કીટ મળતા આજે 46.5 ગ્રામ બિસ્કીટ મળે છે 
પારલે બિસ્કીટના પેકેટનું વજન 72 ગ્રામથી ઘટી 50 ગ્રામ તો મોનેકો બિસ્કીટનું પેકેટ 65 ગ્રામથી ઘટી 50 ગ્રામ થયું
આજ પ્રકારની ટ્રીક બ્રિટાનીયા અને અન્ય બિસ્કીટ તથા ચોકલેટ કંપનીનીઓએ અનાવી છે. નેસલે કંપનીની પાંચ રૂપિયાની કિટકેટ ચોકલેટ વધતી મોંઘવારીને કારણે બજારમાં બંધ થવાની સ્થિતમાં આવી ગઈ છે.  

ડિસ્કાઉન્ટની લ્હાયમાં મોલમાં ઓછા વજની પ્રોડક્ટમાં છેતરાતો ગ્રાહક 
મોલ કલ્ચરમાં રાજ્યના ગ્રાહકો દરરોજ છેતરાઇ રહ્યા છે. મોલના મોટા અને આકર્ષક ડિસપ્લે તથા ખુબ મોટા ડિસ્કાઉન્ટથી અંજાઇ ગ્રાહકો મોલમાં પોલીપેક પ્રોડક્ટની ખરીદી કર છે. સારૂ ડિસ્કાઉન્ટ સાથે સસ્તી અને પ્રોડક્ટ મેળવ્યાનો સંતોષ મેળવે છે. પણ તેઓ નથી જાણતા કે તેમણે બજાર કરતાં વધારે કિંમતે બજાર કરતાં ઓછા વજનની વસ્તુ મેળવી રહ્યાં છે.  

આ ગણિત પર એક નજર કરીએ તો, 
બજારમાં ૪૦ રૂપિયામાં મળતી ડેરીમિલ્ક ચોકલેટનું વજન 50 ગ્રામ હોય છે અને મોલમાં 52 ગ્રામની ચોકલેટના 50 રૂપિયા વસુલાય છે. એટલે કે ગ્રાહકને વધારાના 10 રૂપિયામાં માત્ર 2 ગ્રામ ચોકલેટ વધારે મળે છે.
કિસાન કેચએપ બજારમાં ૧૦૦ રૂપિયાનો 850 ગ્રામ છે, તો મોલમાં 160 રૂપિયાનો 1200 ગ્રામ વધારાના 60 રૂપિયામાં માત્ર 300 ગ્રામ વધારે કેચઅપ મળે છે 
આજ પ્રમાણે કપડા ધોવાના પાઉડરનું એક કિલોનું પેક બજારમાં સરેરાશ 145 રૂપિયામા મળે અને પાંચ કિલોના 725 રૂપિયા થયા 

મોલમાં પાંચ કિલોના પેકના ભાવ 770 દર્શાવાય છે. મોલના સંચલાકો સીધા કંપની સાથે ડિલ કરાત હોવાથી ડિસ્ટ્રીબ્યુટરનું કમિશન દુર થાય એટલે કે મોલને કંપની પ્રોડક્ટ પર સીધુ 18 થી 21 ટકા માર્જીન મળે છે. જેના પર મોટા ડિસ્કાઉન્ટનુ લેબલ લગાડી તેનું વેચાણ કરવામા આવે છે. 

એક ડિસ્ટ્રીબ્યુટરના જણાવ્યા અનુસાર, વધતી મોંઘવારી સામે ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોને ટકાવી રાખવા માટે કંપનીઓઓ વજન ઘટાડવાની ટ્રીક અમલમાં મુકાઈ છે. કંપની 5, 10 અને 20 રૂપિયાની પોલીપેક પ્રોડક્ટ પર અમલમાં મુકે છે. 20 રૂપિયાથી ઉપરની ખાવા પીવાની ચીજ વસ્તુ પર તેઓ બિન્દાસ્ત ભાવ વધારો કરે છે. જો સરકારે ૨૫ ગ્રામ, ૫૦ ગ્રામ, ૧૦૦ ગ્રામના વજન પ્રમાણે  પેકેટ બનાવવાનો નિર્ણય કરે તો કંપનીઓ વજન ઘટાડી શકે નહી અને ભાવ વધારે તો ગ્રાહકોને વધેલા ભાવનો અંદાજ આવે. જેથી ગ્રાહક છેતરાય નહી.

આ મુદ્દે ડિસ્ટ્રીબ્યુટરે બળાપો કાઢતાં કહ્યુ કે, ડિસ્ટ્રીબ્યુટરને 5 ટકા માર્જીન અને રીટેઇલરને 10 ટકા માર્જીન મળે છે, જેની સામે કંપનીઓ મોલને 18 થી 21 માર્જીન આપી રહી છે. કંપનીના ભેદભાવવાળી ભાવ નીતિથી નાના વેપારીઓનો મરો થઈ રહ્યો છે. પ્રોવિઝન અને કરિયાણાના વેપારીના કહેવા પ્રમાણે, મોલ કલ્ચર આવ્યા બાદ પોલીપેક વસ્તુની ખરીદી કરતા ગ્રાહકોમાં 25 થી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગ્રાહકો ઓનલાઇન અને મોલમાં ખરીદી કરતા થયા છે. તેઓ માત્ર ડિસ્કાઉન્ટ જોઇ ખરીદી કરે છે. પરંતું પ્રોડક્ટના વજન પર ધ્યાન નથી આપતા અને છેતરાય છે. વેપારીઓને ડિસ્ટ્રીબ્યુટરની ઓનલાઇન જેવી ફેસિલીટી સામાન્ય વેપારીઓને આપવા માંગ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news