એક અનોખો આઇડિયા અને નાનકડા ગામનો ખેડૂત કરી રહ્યો છે લાખોની કમાણી
આજના શહેરીકરણ ના યુગમાં ગામડાના યુવાનો પારંપારિક ખેતીનો વ્યવસાય છોડીને રોજગારી માટે શહેરો તરફ વળી રહ્યા છે.
Trending Photos
જામનગર/મુસ્તાક દલ : આજના શહેરીકરણ ના યુગમાં ગામડાના યુવાનો પારંપારિક ખેતીનો વ્યવસાય છોડીને રોજગારી માટે શહેરો તરફ વળી રહ્યા છે. જોકે નાના એવા ગામમાં જ રહી અને સીએસ ડ્રોપઆઉટ સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ પણ જામનગર (Jamnagar) જિલ્લાના ખીજડીયા ગામના 30 વર્ષિય યુવા હાઈટેક ખેડૂત (Farmer) નિકુંજ વસોયા (Nikunj vasoya)એ પોતાના જ ગામમાં અને પોતે જાતે પોતાના ખેતરમાં ઉગાવેલી શાકભાજીઓની રસોઈ બનાવી ડિજીટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કરોડો લોકો સુધી પહોચી મહિને લાખોની આવક કરી સાબિત કરી આપ્યું છે કે ગામડાઓમાં પણ રોજગારી છે પરંતુ તેને મેળવવા માટે યુવાનોમાં ધગશ હોવી જરૂરી છે
નિકુંજ વસોયાની સફળતાની વાત કરવામાં આવે તો જામનગર શહેર નજીક આવેલા માત્ર બે હજાર જેટલી વસ્તી ધરાવતા ખીજડીયા ગામમાં રહેતા નિકુંજે અનોખી સફળતા મેળવી છે. પોતાની પાસે માત્ર પાંચ વિઘા જમીન હોવા છતાં પણ નિકુંજે હિંમત ન હારી અને પોતાના ગામમાં જ રહી રોજગારી મેળવવાનો વિચાર કર્યો. હાલમાં નિકુંજના માર્ગદર્શન હેઠળ તેના પરિવારજનો ખેતરમાં જુદી જુદી 30 જેટલી શાકભાજી ઉગાડે છે અને ત્યારબાદ નિકુંજ પોતાના ખેતરમાં ઉગાવેલા ઓર્ગેનિક શાકભાજી તોડી અને ખેતરમાં જ અલગ અલગ વાનગીઓ અને વ્યંજનો બનાવે છે અને તેને યુ ટ્યુબ અને અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી કરોડો દર્શકો સુધી પહોંચાડે છે.
નિકુંજે 2013માં આ કામની શરૂઆત કરી. પ્રારંભિક ધોરણે નિકુંજને આ કામમાં સફળતા માટે ભારે પરિશ્રમ કરવો પડ્યો છે. જોકે નિકુંજ વસોયાની પોતાની જુદી જુદી યુટ્યુબ ચેનલ અને ફુડઓન ટીવીના દેશ વિદેશમાં 10 લાખથી વધુ સબસ્ક્રાઈબર છે અને 35 કરોડથી પણ વધુ લોકો તેની જુદી જુદી વાનગીઓ નિહાળી ચૂક્યા છે. હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી નિકુંજ વસોયા મહિને લાખોની કમાણી કરતા થયા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે