LRDનો સુખદ અંત? 62.5 થી વધારે માર્ક મેળવનાર તમામ યુવતીઓની ભરતી થશે
ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી.
Trending Photos
* સરકારની જાહેરાત બાદ કુલ 5227 જગ્યાઓ માટે ભરતી કરાશે
* 62.5 ટકા થી વધારે મેળવનાર તમામ યુવતીઓની ભરતી
* જનરલમાં 421નાં બદલે 880 જગ્યાઓ માટે ભરતી કરાશે
* OBC માં 1834નાં બદલે 3248 જગ્યાઓ માટે ભરતી કરાશે
* SC માં 346ના બદલે 588 જગ્યાઓ માટે ભરતી કરાશે
* ST માં 476નાં બદલે 511 જગ્યાઓ માટે ભરતી કરાશે
ગાંધીનગર : ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી.
મહેસાણા: હિન્દહીત રક્ષક સમિતી દ્વારા CAAના સમર્થનમાં રેલી, તમામ ધર્મનાં લોકો જોડાયા
આ બેઠકમાં અનામત સમાજનાં આગેવાન અલ્પેશ ઠાકોર, દિલીપ ઠાકોર અને શંકર ચૌધરી સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. જો કે આંદોલન કરી રહેલા આગેવાનો દ્વારા અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીની આગેવાનીને ફગાવી દેતા કોકડું વધારે ગુંચવાયું હતું. જો કે લાંબી મેરેથોન બેઠક બાદ આખરે નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, બંન્ને સમાજનાં આગેવાનોને હાજર રાખવામાં આવ્યા હતા. સમગ્ર વિષય અંગે ઉંડી સમજ મેળવવામાં આવી હતી.
વડોદરા: કોર્પોરેટ હાઉસમાં શોર્ટસર્કિટનાં કારણે વિકરાળ આગ, ફાયર વિભાગનો મેજર કોલ
હાઇકોર્ટમાં બંન્ને પક્ષો દ્વારા વિટો દાખલ કરવામાં આવેલ છે. ઉપરાંત સરકાર દ્વારા લોકરક્ષક દળનાં ઉમેદવારોની ભરતી કરી રાજ્યની સેવા માટે મુકવા તે પણ ઝડપથી નિર્ણય કરવો જરૂરી હતો. બંન્ને પક્ષ (અનામત-બિન અનામત વર્ગ) દ્વારા ગાંધીનગરમાં જે આંદોલન ચલાવાઇ રહ્યું છે તેને પુર્ણ કરવા અને LRDની ન્યાયીક રીતે ભરતી પુર્ણ કરવા માટે સંપુ્રણ રીતે છેલ્લા 4 દિવસથી મંથન ચાલી રહ્યું હતું. જેમાં અનેક સંગઠનો અને અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી હતી. એડ્વોકેટ જનરલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવી હતી. 2 વખત કેબિનેટમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પતિ પુલાવ લઇને મોડો પહોંચતા યુવતીએ આત્મહત્યા કરી લીધી
મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાનો કાર્યક્રમ પુર્ણ કર્યા બાદ તમામ મંત્રીઓ સાથે સંપર્ક કરીને સવર્ણ અને બિન અનામત જ્ઞાતીના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરીને આ પ્રશ્નનનો સુખદ ઉકેલ લાવવા માટે શું ઉકેલ લાવી શકાય તે અંગે ચર્ચા કરી હતી. બંન્ને પક્ષો સાથે ચર્ચા કરીને વિકલ્પ રૂપે આજે અમે જે સમાધાન યોજના LRD ભરતી પુરતો જે નિર્ણય કર્યો તે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે ચર્ચા કરી તમામ લોકોનું માર્ગદર્શન મેળવીને નિર્ણય કર્યો છે. LRDની ભરતી છે તેમાં રાજ્ય સરકાર બધા જ જ્ઞાતી જાતીનાં ઉમેદવારો છે. 62.5 ટકા માર્ક મેળવેલી કોઇ પણ જાતીની દિકરી હશે તેની ભરતી કરવામાં આવશે. મહિલા અનામતનાં ધોરણો પણ જાળવવામાં આવશે. આ જે નિર્ણય કર્યો છે તે GRને કોઇ પણ રીતે ધ્યાનમાં લીધા સિવાય 1997થી જે પ્રમાણે મહિલા અનામતની ભરતી થઇ રહી છે તે અનુસાર ભરતી કરવામાં આવશે.
અમદાવાદ: RSS કાર્યાલયનાં લોકાર્પણમાં કેશુભાઇ વ્હીલચેરમાં બેસીને આવ્યા
સરકાર દ્વારા નવી ફોર્મ્યુલા હેઠળ 62.5થી વધારે માર્ક મેળવનારી તમામ મહિલાઓની ભરતી કરવાની જાહેરાત કરી છે. જેના કારણે સરકારે બેઠકોમાં પણ વધારો કરવાની ફરજ પડી છે. જો કે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ ભરતીમાં જ નવો નિર્ણય લાગુ પડશે. 1-8-18નાં પરિપત્રમાં કોઇ જ સુધારો કે રદ્દ કરવામાં આવ્યો નથી. હાલ આ મુદ્દો કોર્ટમાં છે તેથી સરકાર કોર્ટનો ચુકાદો આવવાની રાહ જશો. હાલ સરકાર દ્વારા 62.5થી વધારે માર્ક મેળવનારી તમામ મહિલાઓની ભરતી કરવામાં આવશે. તેના માટે સરકાર દ્વારા વધારો કરવામાં આવશે.
રાષ્ટ્રીય મહિલા પંચના ભુજમાં ધામા, વિદ્યાર્થીનીઓનાં નિવેદનની પ્રક્રિયા હાથ ધરાઇ
સરકાર દ્વારા જનરલ કેટેગરીની 421 ની ભરતી કરવામાં આવનાર હતી પરંતુ નવા ચુકાદા બાદ 880 મહિલાઓની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત SEBC બહેનોની 1834 જગ્યાઓ પર ભરતી થવાની હતી તેનાં બદલે 3248 જગ્યાઓ પર ભરતી બહેનોની ભરતી થશે. એસસી કેટેગરીની 476 જગ્યાઓનાં બદલે 511 બહેનોની ભરતી કરવામાં આવશે. એસટી કેટેગરીની 476નાં બદલે 511 જગ્યાઓ ભરવામાં આવશે.
મહત્વનાં મુદ્દાઓ...
* લઘુત્તમ મેરિટની લાયકાત ઘટાડવામાં આવી
* તમામને ફાયદો થાય એવા પ્રકારની માંગ
* તમામ વર્ગની મહિલાની સીટોમાં વધારો
* 1-8-18 નાં પરિપત્રને ધ્યાનમાં નહી લેવાય
* 1997 અનુસાર ભરતી કરવામાં આવશે
* પહેલા કરતા જગ્યાઓ બમણી થઇ ચુકી
* બધાને લાભ મળે તે પ્રકારે ભરતી થશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે