Kartik Aaryanને લીધો કોરોના સર્વાઇવર્સનો ઇન્ટરવ્યું, ગુજરાતની સુમિતિ સિંહ બની પહેલી ગેસ્ટ

દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના લીધે 21નું લોકડાઉન ચાલી રહ્યું છે. તમામ પોત પોતાના ઘરોમાં કેદ છે. બોલીવુડ સિલેબ્સ ઘર પર પોતાના પરિવારની સાથે સમય વિતાવી રહ્યા છે.

Kartik Aaryanને લીધો કોરોના સર્વાઇવર્સનો ઇન્ટરવ્યું, ગુજરાતની સુમિતિ સિંહ બની પહેલી ગેસ્ટ

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના લીધે 21નું લોકડાઉન ચાલી રહ્યું છે. તમામ પોત પોતાના ઘરોમાં કેદ છે. બોલીવુડ સિલેબ્સ ઘર પર પોતાના પરિવારની સાથે સમય વિતાવી રહ્યા છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.

હવે કાર્તિક આર્યન (Kartik Aaryan)ને કોરોનાથી બચવા માટે લોકોને અવેર કરવા માટે એક અનોખી રીત શોધી કાઢી છે. તેમણે 'કોકી પૂછેગા' (Koki Poochega)નામની એક સીરીઝ શરૂ કરી છે. તેમાં તે કોરોના સર્વાઇવર્સના ઇન્ટરવ્યું કરી રહ્યા છે. પહેલાં એપિસોડમા6 તેમણે ગુજરાતની કોરોના પેશન્ટ સુમિતિ સિંહ સાથે વાત કરી છે. 

કાર્તિક આર્યનના પહેલા એપિસોડમાં ગુજરાતની સુમિતિ સિંહ (Sumiti Singh)નો ઇન્ટરવ્યું જોવા મળશે. સુમિતિ પોતાની બહેન સાથે બેકરીની શોપ ચલાવે છે. કાર્તિકે જણાવ્યું કે સુમિતિ ટૂથબ્રશ સુધી ઓર્ગેનિક ઉપયોગ કરતી હતી, તે સંપૂર્ણરીતે હાઇઝીન મેન્ટેંન રાખે છે અને વિટામીનની ગોળીઓ પણ ખાય છે. તેમછતાં તેને કોરોના થઇ ગયો. આખરે કેમ? તેમણે જણાવ્યું કે બસ સુમિતી ટ્રાવેલ લવર છે, જેની કિંમત તેમને ચૂકવવી પડી. તે ફિનલેન્ડ ગઇ હતી, ત્યાંથી તે કોરોના પોઝિટિવ થઇને આવી. 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

સુમિતિએ કહ્યું કે પહેલા લક્ષણ બાદ જ તે પોતાના પરિવારથી તાત્કાલિક દુર થઇ ગઇ હતી. તેમણે દરવાજો બંધ કરી દીધો. તે ઘરવાળાઓ સાથે વીડિયોચેટ સાથે વાત કરી હતી. તે પોતે ડ્રાઇવ કરીને હોસ્પિટલ ગઇ. તેમણે પ્રિકોશન રાખ્યું. તમને જણાવી દઇએ કે કોરોના દરમિયાન કાર્તિક આર્યન લોકોને ઘરેથી એન્ટરટેન કરવાની સાથે અવેર પણ કરી રહ્યા છે. તે PM CARES ફંડમાં ડોનેશન આપીને સરકારની મદદ પણ કરી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news