ફળોનો રાજા ગણાતી કેસર કેરીની બજારમાં ધમારેદાર એન્ટ્રી, જાણો 10 કિલોના કેટલા પડ્યા ભાવ?

ફાળોના રાજા ગણાતી ગીરની કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો વિધિવત પ્રારંભ થયો છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે 16,500માં ખરીદ્યું. યાર્ડમાં 10 કિલો બોક્સના ભાવ સરેરાશ 800 થી 1500 રૂપિયા. પ્રથમ દિવસે 4 હજાર બોક્સની આવક થઈ.

ફળોનો રાજા ગણાતી કેસર કેરીની બજારમાં ધમારેદાર એન્ટ્રી, જાણો 10 કિલોના કેટલા પડ્યા ભાવ?

ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: આખરે આતુરતાનો અંત આવ્યો છે. કાળઝાળ ગરમીમાં મધમીઠી કેસર કેરીના રસિયાઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની ધુમ આવક શરૂ થઈ ગઈ છે. આજે 1500 બોક્ષની આવક જોવા મળી હતી. 10 કિલો કેસર કેરીના 800 થી 1500 રૂપિયા સુધીની હરાજી થઇ છે. દિવસેને દિવસે કેરીના બોક્ષની આવક વધતી જોવા મળી રહી છે. આ વર્ષે કેસર કેરીની આવક ઓછી થશે તેની સાથે ઊત્પાદન પણ ઓછુ જૉવા મળી રહ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ફાળોના રાજા ગણાતી ગીરની કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો વિધિવત પ્રારંભ થયો છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે 16,500માં ખરીદ્યું. યાર્ડમાં 10 કિલો બોક્સના ભાવ સરેરાશ 800 થી 1500 રૂપિયા. પ્રથમ દિવસે 4 હજાર બોક્સની આવક થઈ. આજે તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન શરૂ થયું છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની કેરીના પાકને વેચવા માટે ઉમટી પડ્યા છે. આ વર્ષે કમોસમી વરસાદથી કેરી 15 દિવસ મોડી આવી છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રણ પ્રકારની કેરી પ્રખ્યાત છે. એક ગીરની કેસર, બીજી કચ્છની કેસર અને વલસાડની હાફુસ. હવે તો વલસાડમાં પણ કેસર વધુ પાકે છે. કચ્છ અને વલસાડમાં 20 વર્ષ પહેલાં કેસરના આંબા વાવવાની શરૂઆત થઈ હતી. ધીમે ધમે સફળતા મળતી ગઈ તેમ-તેમ વલસાડ અને કચ્છના ખેડૂતો કેસરના વાવેતર તરફ વળ્યા હતા અને એક સમય એવો હતો કે કેસર કેરી તો ગીરની જ, એવું કહેવાતું થઈ ગયું. હવે વલસાડની અને કચ્છની કેસર કેરીની ડિમાન્ડ છે. એટલે હવે કેસર માત્ર તાલાલા કે ગીરની નથી રહી, કેસર આખા ગુજરાતની ઓળખ બની ગઈ છે, પણ આ વખતે વાતાવરણ વિલન બની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news