વિનય શાહ પકડાતા રોકાણકારોને રૂપિયા પરત મળવાની આશા બંધાઈ, પહોંચ્યા CID ઓફિસ
વિનય શાહની 31 લાખની વિદેશી કરન્સી સાથે નેપાળમાં ધરપકડ થઈ છે. વિનય શાહ સાથે તેની પ્રેમિકા ચંદા થાપા પણ ઝડપાઇ હોવાની માહિતી બાદ સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં રોકાણકારોની ભીડ ઉમટી. મોટી સંખ્યામાં રોકાણકારો છેતરપીંડીની ફરિયાદ નોંધાવવા ઓફિસે પહોંચ્યા હતા.
Trending Photos
અમદાવાદ/ગુજરાત : અચર કેરના 260 કરોડ કૌભાંડ કેસમાં નેપાળમાંથી કૌભાંડી વિનય શાહની ધરપકડ બાદ રોકાણકારો ફરિયાદ કરવા ઉમટ્યા. સીઆઈડી ક્રાઇમમાં મોટી સંખ્યામાં રોકાણકારોનો ઘસારો. જ્યારે કે બીજી તરફ, વિનય શાહ નેપાળમાં દંડ ભરસે કે નહીં તેની પર સીઆઈડીની બાજ નજર છે . ત્યારે વિનય શાહના વિશ્વાસુ એવા દિપક ઝાંએ સીઆઈડી સમક્ષ કેટલાક ખુલાસા કર્યાં છે.
વિનય શાહની 31 લાખની વિદેશી કરન્સી સાથે નેપાળમાં ધરપકડ થઈ છે. વિનય શાહ સાથે તેની પ્રેમિકા ચંદા થાપા પણ ઝડપાઇ હોવાની માહિતી બાદ સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં રોકાણકારોની ભીડ ઉમટી. મોટી સંખ્યામાં રોકાણકારો છેતરપીંડીની ફરિયાદ નોંધાવવા ઓફિસે પહોંચ્યા હતા. તેઓને તેમના રૂપિયા પરત મળશે કે નહીં તેવો સવાલ હવે ઉભો થયો છે . પણ વિનય શાહની ધરપકડ બાદ એક આશા જરૂર બંધાઈ છે કે તેમની જીવનની કમાણી પરત મળી શકશે.
વિનય અને તેની પ્રેમિકા ચંદા નેપાળની કલબ બારમાં જલસા કરી રહ્યા હતા. જુદી જુદી કરન્સીથી ચૂકવણી કરતા કલબના મેનેજરને તેના પર શંકા ગઈ હતી. જેને કારણે આ કૌભાંડી ઝડપાયો હતો. મહત્વનું એ છે કે, 31 લાખની વિદેશી કરન્સી વિનય પાસેથી મળી આવી છે. જેથી તેની તપાસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલી રહી છે. આ કેસમાં વિનયને દંડ થઈ શકે છે અને જો દંડ ના ભરે તો સજા પણ થઈ શકે છે.. જેથી કરીને સીઆઈડીની બાજ નજર વિનય પર છે.
સીઆઈડી ક્રાઇમે એક જ દિવસમાં 100થી વધુ લોકોની ફરિયાદના પગલે નિવેદન નોંધ્યા છે. 70 લાખની છેતરપીંડીનો આંકડો હવે કરોડો સુધી પહોચી ગયો છે. ત્યારે દિપક ઝાની પૂછપરછમાં આ કૌભાંડ કેસની તપાસમાં સીઆઈડી ક્રાઇમને નવી દિશા મળી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
વિનય શાહની પૂછપરછ કરાઈ
મંગળવારે સીઆઈડી ક્રાઇમે તેના વિશ્વાસુ ગણાતા દીપક ઝાની પૂછપરછ કરી હતી. તેનો વિશ્વાસુ ગણાતો દીપક ઝા પણ એકવાર છેતરપિંડીના કેસમાં જેલમાં જઈ આવ્યો છે. તે આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વ્યક્તિ વિનય શાહનાં કારનામા અંગે ઘણું જાણતો હોવાનું મનાઈ રહ્યું છે. પણ પૂછપરછ બાદ જ્યારે દીપક ઝા બહાર આવ્યો તો તેણે એવું રટણ કર્યુ કે તે તો વિનય શાહની કંપનીનો એક સામાન્ય કર્મચારી હતો. દીપક ભલે કહેતો કે તે માત્ર વિનય શાહની કંપનીમાં સોફ્ટવેર ટેસ્ટર હતો. પણ એવું મનાઈ રહ્યું છે કે દીપક ઝા જ છે આખા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ છે તપાસમાં જાણવા મળ્યું છે કે દીપક સામે 2016માં 10 લાખની છેતરપિંડીનો કેસ દાખલ થઈ ચુક્યો છે. આ કેસમાં તે જેલમાં પણ જઈ ચુક્યો છે. અંદરની વાત કંઈક એવી છે કે રેન મુદ્રા સર્વિસિઝ નામની કંપની ચાલતી હતી ત્યારે પહેલી વખત દીપક ઝા વિનય શાહને મળ્યો હતો. દીપકે જ વિનય શાહને આર્ચરકેર DG, LLP કંપની ખોલવા માર્ગદર્શન આપ્યું હતું. દીપક ઝાની વાતોમાં આવી વિનયે પત્ની સાથે મળી આર્ચરકેર કંપની ખોલી હતી.
અન્ય સ્કીમવાળાને ત્યાં ભીડ જામી
સીજી રોડ પરના ટાઈમ સ્કેવર બિલ્ડીંગમાં આવેલી ડ્રીમ પેસેફીક નામની એમએલએમ સ્કીમ ઉઠવાની તૈયારી હોય તેમ મંગળવારે અહી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એકના ડબની લાલચ આપતી આ સ્કીમના સંચાલક મુકેશ કટારા પણ ઓફિસ આવતા બંધ થઈ ગયા હોવાથી રોકાણકારો દ્વારા પોલીસ કન્ટ્રોલમાં ફોન કરવામાં આવ્યો હતો. જેના કારણે નવરંગપુરા પોલીસ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે