POKમાં કરવામાં આવેલી ‘એર સ્ટ્રાઇક’ બાદ રાજ્યમાં એલર્ટ, સુરક્ષામાં કરાયો વધારો
ભારત દ્વારા POKમાં કરવામાં આવેવા એર સ્ટ્રાઇક બાદ ગુજરાતની દરિયાઈ સુરક્ષા પર રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પાકિસ્તાન સાથે જોડાયેલી જળ સીમા નજીક ગુજરાતના માછીમારોના જાય તેની ખાસ તકેદારી રખાવા માટે સૂચન આપાવમાં આવ્યું છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર: ભારત દ્વારા POKમાં કરવામાં આવેવા એર સ્ટ્રાઇક બાદ ગુજરાતની દરિયાઈ સુરક્ષા પર રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પાકિસ્તાન સાથે જોડાયેલી જળ સીમા નજીક ગુજરાતના માછીમારોના જાય તેની ખાસ તકેદારી રખાવા માટે સૂચન આપાવમાં આવ્યું છે.
લાલપરી માછલી પકડવા પાકિસ્તાન સીમા નજીક પહોંચતા માછીમારોને પાકિસ્તાન મેરિન સિક્યુરિટી નિશાન બનાવે છે. કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ સહિત દરિયાઇ સુરક્ષા સંભાળતી એન્જસીઓને વિશેષ તકેદારી રાખવા માટેના આદેશ કરી દેવામાં આવ્યા છે. દરિયાઇ સરહદી જિલ્લામાં ઇટેલીજન્સને એલર્ટ કરવા મરિન પોલીસને સૂચના સુચના આપી દેવામાં આવી છે.
વાયુસેનાની બહાદુરી પર ગુજરાતમાં ફોડાયા ફટાકડા, ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ
રાજ્યમાં આંતરિક સુરક્ષા બાબતે પણ પોલીસ સતર્ક કરી દેવામાં આાવી છે. સ્લીપર સેલ અને અસામાજિક તત્વો પર વોચ રાખવા અંગે ખાસ સૂચન આપવામાં આવ્યું છે. મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રાજ્યની સુરક્ષાને લઇને ગહન ચર્ચા કરવામાં આવી હતી.
સર્જિકલ સ્ટ્રાઈક-2 બાદ કચ્છમાં મળ્યું પાકિસ્તાની ડ્રોન, ગુજરાતની સરહદો પર એલર્ટ
રાજ્ય પોલિસ વડા શિવાનંદ ઝા, આઈ.બીના વડા, બીએસએફ અને કોસ્ટગાર્ડ સહિત કેન્દ્રીય એજન્સી સહિત ગુજરાતના અધિકારીઓ સાથે સુરક્ષા અંગેની મહત્વપૂર્ણ બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરહદ પરથી થતી ગતિવિધિના આધારે સમયાંતરે ઉચ્ચ કક્ષાએ સમીક્ષા કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે