વરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહી
Red Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં પડ્યો વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, તો અનેક જિલ્લાઓને ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
Trending Photos
Gujarat Weather Forecast : આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં ખતરનાક લૉ પ્રેશર સર્જાયું છે, જેને કારણે અત્યાર સુધી કોરાધાકોર રહેલા ઉત્તર-મધ્ય ગુજરાતને પણ ભીંજવશે. આ તો ટ્રેલર હતું, ચોમાસુ અસલી પિક્ચર હવે આવશે. સિસ્ટમનું ચકરડું એવું ફરશે કે જ્યાં વરસાદ ન હતો ત્યાં પણ વરસાદ આવશે. IMDએ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની વોર્નિંગ આપી છે. ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, જ્યાં અનરાધાર વરસાદની આગાહી છે.
વરસાદના લેટેસ્ટ અપડેટ
- રાજ્યના અડધા ભાગમાં વરસાદી માહોલ યથાવત
- 151 તાલુકામાં વરસ્યો વરસાદ વરસ્યો
- કલ્યાણપુરમાં 11, માણાવદરમાં 10 ઈંચથી વધારે વરસાદ
- કુલ 30 તાલુકામાં વરસાદ 4 ઈંચને પાર
- દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત ભારે વરસાદથી થયા પાણી પાણી
- જૂનાગઢમાં 76 રસ્તાઓ તૂટ્યા, 40 ગામોનો તૂટ્યો સંપર્ક
આજે ક્યાં ક્યાં રેડ એલર્ટ
હવામાન વિભાગે વરસાદને લઈ આજે પણ રેડ અલર્ટ આપ્યું છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ અપાયું છે. તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ વોર્નિંગ અપાઈ છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દીવમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે. આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે. આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને, કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે. 22-23 જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર વધી શકે છે. જેમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. 24-25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. તો 2 થી 5 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે.
તો હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી શું કહે છે તે પણ જાણીએ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ કહે છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે. ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હાલ ગુજરાતમાં સરક્યુલેશન સિયર ઝોન અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદના યોગ સર્જાયા છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યેલો અલર્ટ રહેશે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 38 ટકા વરસાદ વધુ રહ્યો. ઉત્તર ગુજરાતમાં હાલ 20 થી 59 ટકા વરસાદની ઘટ છે.
જુલાઈના અંતમાં આવશે વરસાદ
પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે