હદ થઈ! હવે તો કેટલું નકલી? હવે ઝડપાઈ પંચમહાલમાંથી ઝડપી નકલી વિજિલન્સની ટીમ, આ રીતે થયો પર્દાફાશ

રાજ્યમાં નકલીની ભરમાર ચાલી રહી છે. નકલી ટોલ નાકુ, નકલી કચેરી, નકલી અધિકારીઓ બાદ હવે નકલી વિજિલન્સ સ્કોર્ડનું રેકેટ સામે આવ્યું છે. મોરવા હડફ પંથકમાં તમે અને તમારા પતિ વિદેશી દારૂનું વેચાણ કરો છો એવી ધમકી આપી નાણાં ખંખેરતી ટોળકીના ચાર ભેજાબાઝોને એક વ્યક્તિની સતર્કતાને લઈ પોલીસે ઝડપી લીધા છે.

હદ થઈ! હવે તો કેટલું નકલી? હવે ઝડપાઈ પંચમહાલમાંથી ઝડપી નકલી વિજિલન્સની ટીમ, આ રીતે થયો પર્દાફાશ

ઝી બ્યુરો/પંચમહાલ: મોરવા હડફ અને ગોધરા તાલુકામાં ગાંધીનગર વિજિલન્સ સ્કોર્ડમાં ફરજ બજાવતાં હોવાની ખોટી ઓળખાણ નાણાં ખંખેરતી ટોળકીના ચાર ભેજાબાઝોને મોરવા હડફ પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા ચાર ઈસમો પાસેથી પોલીસે પચાસ હજાર રોકડ રકમ, છ મોબાઈલ ફોન અને એક કાર કબ્જે લીધી છે. ઝડપાયેલા ભેજાબાઝોએ વિવિધ સ્થળે જઈ તમે દારૂનો વ્યવસાય કરો છો એવી ધમકી આપી નાણાં પડાવતાં હતા. 

રાજ્યમાં નકલીની ભરમાર ચાલી રહી છે. નકલી ટોલ નાકુ, નકલી કચેરી, નકલી અધિકારીઓ બાદ હવે નકલી વિજિલન્સ સ્કોર્ડનું રેકેટ સામે આવ્યું છે. મોરવા હડફ પંથકમાં તમે અને તમારા પતિ વિદેશી દારૂનું વેચાણ કરો છો એવી ધમકી આપી નાણાં ખંખેરતી ટોળકીના ચાર ભેજાબાઝોને એક વ્યક્તિની સતર્કતાને લઈ પોલીસે ઝડપી લીધા છે. એક કારમાં આવેલા ચાર ભેજાબાઝો સંતરોડમાં એક મહિલાના ઘરે ગયા હતા અને તમે દારૂ વેચો છો ધમકી આપી દંડા બતાવી ભયનો માહોલ ઉભો કર્યો હતો. 

દરમિયાન દુકાન કે મકાનમાંથી દારૂ નહિં મળી આવતાં ભેજાબાઝોએ ગાડીમાંથી દારૂ સાથેનો થેલો લાવી તારા ઘરમાંથી મળ્યો છે એવો કેસ કરીશું અને કેસ ના કરવો હોય તો એક લાખ રૂપિયા આપો નહિં તો બીજા મોટા દારૂના કેસમાં ફસાવી દઈશું એવું જણાવી બળજબરી પૂર્વક ચાલીશ હજાર પડાવી લીધા હતા. જોકે દરમિયાન રાજુભાઇ પટેલ નામના એક વ્યક્તિ એ આવી ઓળખકાર્ડની માંગણી કરી હતી. તે દરમિયાન ઘર્ષણ કરતાં ઉક્ત વ્યક્તિઓ શંકાસ્પદ હોવાનું જણાતાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પોલીસે તપાસ કરતાં કારમાં આવેલા વિજિલન્સ સ્કોર્ડ માં ફરજ નહીં બજાવતા હોવાનું તેમજ નકલી વિજિલન્સ અધિકારીની ઓળખ આપતાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. જેથી ચારેય ભેજાબાઝો ને મોરવા હડફ પોલીસ મથકે લઈ જઇ તપાસ કરતાં તેઓએ પાસેથી પોલીસે કુલ પચાસ હજાર રૂપિયા રોકડા લાકડી ડંડા, છ મોબાઈલ ફોન અને કાર મળી આવ્યું હતું. જે કબજે લઈ પોલીસે ઝડપાયેલા ચારેય ઈસમો સામે ખોટા અધિકારી તરીકેની ઓળખ આપી જબરજસ્તી પૂર્વક નાણાં પડાવવાનો કારસો કરવા અંગેની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરી છે. આ જ મોડેસ ઓપરેન્ડીથી ગોધરા તાલુકામાં પણ આ ભેજાબાઝોએ નાણાં ખંખેર્યા હોવાનું સામે આવતા ગોધરા તાલુકા પોલીસ મથકે પણ ચારેય ભેજાબાજો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરવા(હ) પોલીસે વિજિલન્સ અધિકારીની ખોટી ઓળખ આપી બુટલેગરો પાસેથી નાણા ખંખેરતી ગેંગના ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા ચાર શખ્સોમાં ગૌરાંગ શાંતિલાલ વાંઝા રહે, આશાપુરા સોસાયટી ઘોડાસર અમદાવાદ, અક્ષય પ્રવીણભાઈ પટેલ રહે સૂર્ય કિરણ કોમ્પ્લેક્સ ઘોડાસર અમદાવાદ, જીતુભાઈ રમણભાઈ ઓડ આતરસુંબા કપડવંજ અને મનુભાઈ રવજીભાઈ રાવળ નિવૃત્ત કર્મચારી રહે, ધોળાકુવા જીલ્લો ગાંધીનગર નો સમાવેશ થાય છે.ઝડપાયેલા ચાર પૈકી ત્રણ શખ્સોએ પોતાના વ્યવસાયમાં પોલીસ સમક્ષ પ્રેસ ની વિગતો આપી હોવાનું જાણવા મળ્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news