2022ની વિધાનસભા ચૂંટણીમાં કેવી રહેશે રણનીતિ? ભાજપના ચાણક્ય અમિત શાહે ખોલ્યાં રાજ
Gujarat Election 2022: નરેન્દ્ર મોદીના વારસાને ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓએ આગળ વધાર્યો: શીર્ષ સંવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડે EXCLUSIVE વાતચીત
Trending Photos
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. 2022ની ચૂંટણી માટે શંખનાદ થઈ ચૂક્યો છે. મહાસંગ્રામમાં જીત હાંસલ કરવા માટે હવે દરેક પાર્ટીએ પોતાના આયુધ તૈયાર કરી લીધા છે. આ વખતનો ચૂંટણી 2022નો ચૂંટણી સંગ્રામ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી રહી છે. આ વખતે ત્રિપાંખિયો જંગ થવા જઈ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કયા મુદ્દાઓ પર લડાઈ રહી છે 2022ની વિધાનસભા ચૂંટણી.
દરેક ચૂંટણીમાં અલગથી ખાસિયતો હોય છે, અને નવા પડકારો હોય છે અને પડકારો પ્રમાણે થતી હોય છે રણનીતિ. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ચોક્કસ રણનીતિ સાથે ભાજપ આગળ વધતી હોય છે. ત્યારે આ રણનીતિકારો 2022માં કંઈ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. તે અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જનતાને અસર કરતા મુદ્દાઓ પર શું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જવાબ.. ZEE 24 કલાક પર જુઓ..
2022ની વિધાનસભા ચૂંટણીમાં કયા પ્રકારના પડકારો લાગી રહ્યા છે?
દરેક ચૂંટણી દરેક રાજનૈતિક પાર્ટી માટે પડકારરૂપ હોય છે. વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટી માટે પોતાની વિચારધારા દરેક મતદાતા સુધી પહોંચે એવી. ગુજરાતના 4.9 કરોડ લોકો દરેક મતદાતાને ભારતીય જનતા પાર્ટીની અપીલ પહોંચાડવી, એમને આપેલા મેન્ડેટ પછી ભારતીય જનતા પાર્ટીની બનેલી સરકાર પોતાના કરેલા બધા જ કામ જનતા સુધી પહોંચાડે એ પણ એક ચેલેન્જ છે. જ્યાં સુધી ચૂંટણી જીતવાનો સવાલ છે ભારતીય જનતા પાર્ટીને પુરો વિશ્વાસ છે કે આ વખતે ભાજપ બધા જ રેકોર્ડ તોડે, સૌ રેકોર્ડ તોડે. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના જ રેકોર્ડો તોડી પ્રચંડ બહુમતીથી એક વખત ફરી અમારી સરકાર બનાવીશું. ભારતીય જનતા પાર્ટી પોતાના ઈતિહાસમાં સૌથી વધુ સીટો પણ હાંસલ કરશે. અને સૌથી વધુ મત પણ પ્રાપ્ત કરશે.
છેલ્લી ચૂંટણીઓની વાત કરવામાં આવે તો 2002થી માંડીથી 2017માં ડબલ ડિજિટમાં પરિણામો આવ્યા હતા, તો આ વખતે આટલા કોન્ફીડન્સ પાછળનું કારણ શું? આ વખતે રાજ્યમાં ત્રીજી એન્ટ્રી એટલે કે રાજનીતિમાં વાઈલ્ડકાર્ડ એન્ટ્રી થઈ છે, જેના કારણે બીજેપીને સીધો ફાયદો થશે?
અમિત શાહે જણાવ્યું હતું કે, 2012થી લગભગ રાષ્ટ્રીય રાજકીય રાજનીતિમાં છું. ગુજરાતની રાજનીતિની અંદર ક્યારેય ત્રીજી પાર્ટીની કોઈ જગ્યા રહી જ નથી. 4.9 કરોડ મતદાતા છે. એમનો વિશ્વાસ પ્રાપ્ત કરવો એ બીજી વાત છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 1990 પછી એક પણ ચૂંટણી હારી નથી. 1990થી સતત જેટલી વિધાનસભા કે લોકસભાની ચૂંટણી થઈ તેમાં ભારતીય જનતા પાર્ટીએ ખુબ સારું પરિણામ મેળવ્યું છે. અને ગુજરાતમાં પરિવર્તન પણ આંખે ઉડીને દેખાયું છે. ગુજરાતનો રિવન્ટ ફ્રન્ટ જુઓ, દેશમાં ક્યાંય પણ આ પ્રકારનો રિવન્ટફ્રન્ટ નથી. દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યૂ ગુજરાતની અંદર બન્યું. અને એ પણ ગુજરાતના સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભાઈ પટેલનું.. અને એ પણ કરોડો ખેડૂતોએ આપેલા પોતાના ઓજારોના યોગદાનથી બનાવ્યું છે. બીજું સૌથી પહેલી ફાન્સા ફાઈનાન્સિયલ સીટી, ગીફ્ટ સીટી ગુજરાતમાં બની. નર્મદાનું કામ પુરું થઈ ગયું. ખાવડાથી લઈને બનાસકાંઠા સુધી પાણી પહોચાડવાનું કામ પણ પુરું થયું. રાજ્યમાં 24 કલાક વિજળી આપવાનું કામ પણ પુરું થયું અને સાથે દરેક ગામમાં 24 કલાક વિજળી આજે મળી રહી છે. ગુજરાતમાં કાયદો અને કાનૂનની સ્થિતિની વાત કરીએ તો ખુબ સુંદર રીતે એકધારી મેન્ટન કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું છે. એક જમાનામાં ગુજરાતમાં 365 દિવસમાંથી લગભગ 250 દિવસ સુધી ક્ફ્યૂ રહેતો હતો આજે ગુજરાતમાં એક પણ દિવસ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યૂ નાંખવામાં આવતો નથી અને એવી સ્થિતિ પણ નથી. દાણચોરી પુરી રીતે સમાપ્ત, જે પાક પરસ્ત હતું ગુજરાતમાં એટલે આરડીએક્સ દેશમાં લઈ જવાતું હતું એ સંપૂર્ણ રીતે સમાપ્ત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું છે. નરેન્દ્ર મોદી જ્યાં સુધી ગુજરાતમાં હતા ત્યાં સુધી એવી ચર્ચા હતી કે નરેન્દ્ર ભાઈએ ખુબ સારું શાસન આપ્યું અને સુંગધ દેશભરમાં ફેલાઈ. સાથે નરેન્દ્રભાઈએ એવી વ્યવસ્થા પણ ઉભી કરી કે એમના ગયા પછી પણ એ વ્યવસ્થા એમની એમ ચાલે છે. અને ગુજરાત બધી જ રીતે સમગ્ર દેશમાં સૌથી પહેલા નંબરની દિશામાં આગળ વધી રહ્યું છે. અને ગુજરાત દરેક જગ્યાએ અગ્રેસર પણ છે.
અમિત ભાઈ અને નરેન્દ્રભાઈને ગુજરાતની જનતા હંમેશાં યાદ કરતી હોય છે.
અમિત શાહે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી ક્યાંય નથી ગયા. દિલ્હીમાં પણ પીએમ મોદી ગુજરાતના ભવિષ્ય માટે એટલી જ ચિંતા કરે છે જેટલી પહેલા કરતા હતા. એટલે ગુજરાતની જનતાને પુરો વિશ્વાસ છે કે રાજ્યમાં પીએમ મોદીના દેખરેખમાં શાસન ચાલે. અને ગુજરાતમાં જે કોઈ પણ મુખ્યમંત્રીઓ બન્યા જેમાં આનંદીબેન હોય, વિજયભાઈ હોય કે હવે ભૂપેન્દ્રભાઈ હોય એમને પણ નીચે સુધી કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ પહોંચે એવી વ્યવસ્થા સ્થાપેલી છે. અને એના કારણે જ ગુજરાત આજે એક્સપોર્ટના 30 ટકા ત્યાંથી થાય છે. MSME સૌથી વધુ ગુજરાતમાંથી થાય છે. સ્ટાર્ટઅપ સૌથી વધુ ગુજરાતમાં રજીસ્ટર્ડ થાય છે. આજ બતાવે છે કે નરેન્દ્રભાઈ જે વારસો મૂકીને ગયા છે, એ વારસાને અમારા મુખ્યમંત્રીઓ આગળ વધારી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, અને ખાસ કરીને આર્થિક રીતે પછાત લોકો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી તેણે બહાલી આપવામાં આવી છે. આની અસર તમે કેવી રીતે જોઈ રહ્યા છો?
અમિત શાહે જણાવ્યું છે કે, સ્વાભાવિક રીતે આ ચુકાદાને સ્વાગત કરે કારણ કે નિયમો અને કાયદાઓ પણ બદલાયા છે. સમાજના દરેક લોકોના મનમાં એવું થતું હતું કે મારી જોડે પણ વ્યવસ્થા નથી, મારી જોડે પણ સગવડ નથી, હું પણ આર્થિક રીતે પછાત છું. તો મને કેમ અનામત ના મળે. ભારતીય જનતા પાર્ટીએ બિનઅનામત જાતિઓ છે, જેમણે અનામતનો કોઈ ફાયદો મળતો નથી, એ તમામ જાતિઓ માટે 10 ટકા અનામત આપ્યું. સમાજની અંદર આ નિર્ણયને બહોળો આવકાર મળ્યો. કેટલાંક લોકોએ સુપ્રીમ કોર્ટમાં એણે ચેલેન્જ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેચે કબૂલ કર્યું છે કે આમાં કશું જ ગેરસંવેધાનિક નથી. સંપૂર્ણ સંવેધાનિક રીતે આ કાયદો બનાવવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરી રહી હોય એવું તમને નથી લાગ્તું? વિધાનસભાની ચૂંટણી અને આવનારા સમય માટે કેટલું ચેલેન્જરૂપ બનશે
અમિત શાહે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી જ કેમ, બસપા પણ આવે છે. મેં એક નિવેદન સાંભળ્યું છે જેમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવાની વાત કરે છે. ઓવૈસી ગુજરાતમાં સભાઓ કરી રહ્યા છે. જેણે ગુજરાતમાં આવીને ચૂંટણી લડવી હોય એ લડી શકે છે. લોકતંત્ર છે, લોકતંત્રની અંદર દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા રાખનાની સ્વતંત્રતા છે, પરંતુ ગુજરાતની જનતાનો વિશ્વાસ જેની જોડે હોય એ જ જીતી શકે અને મને પુરો વિશ્વાસ છે કે જનતાનો વિશ્વાસ પીએમ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની પાસે છે.
કોંગ્રેસનો આરોપ છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, અને એમના વોટ કપાવવાના છે એના કારણે સૌથી મોટો ફાયદો બીજેપીને થશે?
અમિત શાહે જણાવ્યું કે, બી અને સી ટીમનો સવાલ ત્યારે આવે જ્યારે વોટ 50 ટકાથી નીચે હોય. ભાજપ છેલ્લી કેટલીયે ચૂંટણીઓમાં 50 ટકાથી વધુ મત પ્રાપ્ત કરે છે. એક વખત તમે 50 ટકાથી વધારે મત પ્રાપ્ત કરી નાંખો પછી એ, બી, સી, ડી, ઈનો કોઈ મતલબ જ નથી. 50 ટકા મત જે પાર્ટીને મળે એટલે બી ટીમ ઉભી રાખવાની જરૂર નથી. પણ લોકશાહીમાં જેણે ચૂંટણી લડવી હોય એનું સ્વાગત છે અને એ બધા લડે. બીએસપી પણ લડવાની છે, ઓવૈસી પણ લડવાની છે, આમ આદમી પાર્ટી પણ લડવાના છે, કોંગ્રેસ અને ભાજપ તો લડે જ છે.
શું રેકોર્ડબ્રેક સીટ મળશે કે નહી?
ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર સકારાત્મક વોટોના આધાર પર ચૂંટણી લડશે. પોતાના પરફોમન્સના આધારે ચૂંટણી લડશે. 8 વર્ષ સુધી પીએમ મોદીએ શાસન કર્યું, અને 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે શાસન કર્યું. ભારતીય જનતા પાર્ટીના બધા જ મુદ્દાઓ ચૂંટણી ઢંઢેરામાં આપ્યા હતા તેણે પુરા કર્યા છે. મારો સૌથી પહેલા મુદ્દો હતો મુક્ત ખેતી, મુક્ત વેપારી. પીએમ નરેન્દ્ર મોદીએ અર્થતંત્રની યાદીમાં 11માં નંબરેથી 5મા નંબરે લઈ જવાનું કામ કર્યું છે. દુનિયામાં ભારત ઉત્પાદનનું હબ બની ગયું છે. અનેક પ્રકારની જેમાં સ્પેસ હોય, ડ્રોન હોય, કોયલાનું કોર્મશિયલ માઈન્ડિંગ હોય અનેક પ્રકારની 20થી વધુ પોલિસી બનાવીને, અનેક સ્ક્રીમ લાવીને ગુજરાત અને ભારતને પ્રોડક્શનના હબ બનાવ્યા છે.
અમિત શાહે ઉમેર્યું હતું કે, રામ જન્મભૂમિનો શિલાન્યાસમાં કોંગ્રેસ પાર્ટી હંમેશાં કાયમ માટે અમને ટોણા મારતી હતી કે મંદિર વહી બનાયેગે, તિથિ નહીં બતાયેગેં. પરંતુ તારીખ બતાવવાની જરૂર જ પડી નથી. હવે ત્યાં ભૂમિપૂજન થઈ ગયું છે અને 2024માં ભવ્ય રામમંદિર પણ તૈયાર થઈ જશે. કલમ 370 હટાવવા માટે 1950થી અમે ચૂંટણી ઢંઢેરામાં જનતાને વચન આપ્યું હતું કે 5 ઓગસ્ટ 2019ના દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ જનતાને આપેલું વચન પુરું કર્યું. જેથી ગુજરાતની જનતા એનાથી પણ ખુશ છે. ત્રિપલ તલાક નાબૂદ કરવાના હોય કે હવે કોર્મેશિયલ સિવિલ કોડ લાવવાનો હોય આ તમામ ચૂંટણી ઢંઢેરાના વચનો ભાજપ એક પછી એક પુરું કરી રહ્યું છે. અમે 8 વર્ષની અંદર પુરા કર્યા અને 27 વર્ષમાં સુશાસનને નીચે સુધી લઈ જવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે.
અમિત શાહે ઉમેર્યું હતું કે, મારો તો પુરો વિશ્વાસ છે કે વાયદાઓના આધારે ગુજરાતની પ્રજા ચૂંટણીમાં મત ના આપે. પર્ફોમન્સના આધારે આપે. અને સારું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે.
ગુજરાતની જનતા ફ્રી આપવાના વચનોની જે જાળ છે તેમાં ફસાશે?
અમિત શાહે જણાવ્યું હતું કે, જેટલા વચનો આપવામાં આવ્યા છે એનો સરવાળો કરીએ તો ગુજરાતના બજેટ કરતા 1 લાખ 10 હજાર કરોડ વધી જાય છે. બે લાખ બેતાળીસ કરોડના બજેટની સામે બીજો બધો ખર્ચા તો એમના એમ જ છે. નવા વચનો જ 3 લાખ 50 હજાર કરોડના છે. એટલે ગુજરાતની જનતા એટલી તો સમજે આ વચનો કેવી રીતે પુરા થાય. એની આવક વધારવાનો કોઈ રસ્તો નથી. અને કેટલાક વચનો તો મેં વાંચ્યા તો આશ્ચર્ય થાય છે કે વચન આપતી વખતે થોડું તો વિચારે. અમે ગુજરાતમાં શિક્ષમ ફ્રી કરીશું. ગુજરાતમાં 1960થી શિક્ષણ ફ્રી છે. શું ફ્રી કરશો. ગુજરાતના 80 ટકા બાળકો ફ્રી શિક્ષણમાં ભણીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. અને વચનોની લ્હાણીથી હું નથી માનતો કે તેનાથી કોઈ કર્ફ પડે. પરંતુ અમે દરેક ગરીબના ઘરમાં ગેસ મોકલવાનું કામ કર્યું છે. દરેક મહિલાના ઘરમાં શૌચાલય આપવાનું કામ કર્યું છે. 3 કરોડ લોકોને ઘર આપ્યા છે. સાડા ચાર કરોડ લોકોના ઘરમાં વિજળી પહોંચાડવાનું કામ કર્યું છે. દેશમાં 60 કરોડ લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્યમાનનું 5 લાખનું કાર્ડ આપ્યું છે. દેશમાં અને ગુજરાતામાં અનેક પ્રકારના કાર્યો જે થઈ જ ના શકે એવા કામ ભારતીય જનતા પાર્ટીએ 8 વર્ષની સરકારે પુરા કર્યા છે. 130 કરોડ લોકોને કોરોનાના બન્ને ડોઝ અને બૂસ્ટર ડોઝ આપવાનું કામ અમે કર્યું છે. કોરોનામાં સવા બે વર્ષમાં ગરીબોના ઘરમાં રાશન પહોંચાડવાનું કામ કર્યું છે. આ બધા કામ તો અમે ઓલરેડી પુરા કર્યા છે.
વિપક્ષે આરોપ લગાવ્યો છે કે વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ ચૂંટણી લડે છે?
અમિત શાહે જણાવ્યું છે કે, સ્વાભિવક છે કે મોંઘવારી સામાન્ય માણસને નડે છે. દેશના પ્રધાનમંત્રીને એની ખબર પણ છે. સરકારે સબસીડી આપી છે, ખાતરોના ભાવ ઘટાડ્યા છે, પેટ્રોલ ડિઝલના ભાવ પણ વિશ્વના દેશોની સરખામણીએ કંટ્રોલમાં રાખ્યા છે. યુક્રેન રશિયાનું યુદ્ધ અને પહેલા કોરોના આ બન્ને એ દુનિયાની સપ્લાય ચેનને ખોરવી નાંખ્યું છે. એના કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી છે. ગુજરાતનો એવા મતદાતા નથી કે દુનિયામાં શું ચાલે છે તેની ખબર ના હોય. મોંધવારી માટે ભારત સરકાર બંધાયેલી છે. દારૂની વાત હોય કે તેલની હોય, સરકારે સમયાંતરે ઘણા પગલા ઉઠાવ્યા છે અને એના પરિણામો પણ મળ્યા છે. પરંતુ આ સામાન્ય સ્થિતિમાંથી પણ દેશ જલ્દી બહાર આવશે.
મોંઘવારી અને બેરોજગારી આ બન્ને મુદ્દાઓ એવા હતા કે તમે સત્તામાં આવ્યા હતા અને આજે આ બે જ મુદ્દાઓ તમારી પાછળ પડ્યા હોય. તમે ગુજરાતમાં કેવી રીતે સ્થિતિ સંભાળશો?
અમિત શાહે જણાવ્યું કે જ્યાં સુધી બેરોજગારીનો સવાલ છે તો ગુજરાતમાં સૌથી ઓછી બેરોજગારી છે. પરંતું બેરોજગારી એ સમસ્યા છે, એના નિવારણ માટે આપણે દેશને વિવિધ ક્ષેત્રે હબ બનાવ્યું છે તો રોજગારી માટે જ આપણે હબ બનાવ્યું છે. અમે 13 ટકાથી કૃષિ વિકાસ દર જાળવી રાખ્યો છે. એ બેરોજગારીનું જ નિવારણ છે. ગુજરાતના ડેરી ઉધોગને નરેન્દ્રભાઈ આવ્યા તે પહેલા ખાલી ઉત્તર ગુજરાતની ડેરીઓ ચાલતી હતી, પરંતુ વલસાડથી લઈ કચ્છ સુધી દૂધનું ઉત્પાદન વધ્યું છે. એ પણ રોજગારીનું જ કામ છે અને આ કામ ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું છે.
કોગ્રેસમાં 39 ટકા જેટલો શેર રહ્યો છે, તો 140નો લક્ષ્યાંક કે 182નો નારો આપ્યો છે કેવી રીતે પુરો થશે?
અમિત શાહે જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં જ્યાં ચૂંટણી થઈ એમાં સ્વાભિવક રીતે ગરીબ મતદાતા ભારતીય જનતા પાર્ટીની સાથે વધુ જોડાતા હોવાનું નજરમાં આવ્યું છે. અને આ ટેન્ડ ધીરેધીરે વધતો જઈ રહ્યો છે. એવી જ રીતે મહિલા મતદાતાઓ પણ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. યુવાનો પહેલાથી હતા. ગરીબ અને મહિલાઓનો ભાજપ સાથેનો લગાવ જે રીતે વધ્યો છે, એને દેશભરના ટ્રેન્ડને એનાલિસિસ કરીને ગુજરાતમાં એનાલિસિસ કરીએ તો ગુજરાતમાં આ વખતે 100 ટકા ભારતીય જનતા પાર્ટી રેકોર્ડબ્રેક મત પ્રાપ્ત કરશે.
ચૂંટણી આવે છે, ત્યારે વિવિધ મુદ્દાઓને લઈને આવે છે જેથી મતોના ધ્રુવિકરણના આરોપનો શું છે જવાબ?
અમિત શાહે જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિનો શિલાન્યાસ કર્યો ત્યારે કઈ ચૂંટણી હતી? ત્રિપલ તલાક હટાવ્યા ત્યારે કઈ ચૂંટણી હતી?કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યા ત્યારે કઈ ચૂંટણી હતી? બદ્રીનાથ-કેદારનાથ બનાવ્યું ત્યારે કઈ ચૂંટણી હતી? પાવાગઢનીઅંદર કોઈ વિખવાદ વગર એનું સમાધાન શોધ્યું ત્યારે કઈ ચૂંટણી હતી? એટલે મારું ચોક્કસ માનવું છે કે કોંગ્રેસ પાર્ટી અમારા પર જે આરોપ મૂકે છે તે ચૂંટણીલક્ષી કામ છે. એટલે કોંગ્રેસે પોતાની ચોક્કસ સ્પષ્ટનીતિ કહી દેવી જોઈએ કે બેટદ્વારકાના દબાણો દૂર કરવા જોઈએ કે ના કરવા જોઈએ. શું એ ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર મજારો ક્યા સુધી ચલાવવાની. હું તો અભિનંદન આપું ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીને જેમણે આ કામ કર્યું. અને સમાજમાં એનો ક્યાય વિરોધ નથી. કોંગ્રેસ સિવાય ક્યાંય વિરોધ નથી. કોમન સિવિલ કોડ પર પણ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી નાંખ્યું. આ દેશમાં કોમન સિવિલ કોડ હોવો જોઈએ કે ના હોવો જોઈએ. કે પછી જુદા જુદા ધર્મના કાયદા પર દેશ ચાલવો જોઈએ. દેશમાં ભારે અસંતોષ છે. ઘર્મના આધારે ક્યા સુધી આપણે ભેદભાવ કરતા રહીશું. વોટબેકની રાજનીતિની એક સીમા હોય, અને એ સમય હવે ગયો. સમાન નાગરિક કાનૂન સંહિતા હવે વાસ્તવિકતા છે.
દરેક રાજ્યમાં લાગૂ કરવામાં આવશે?
હાલ તો હિમાચલ પ્રદેશમાં જાહેર કરવામાં આવી છે, ઉત્તરાખંડમાં પહેલાથી છે અને ગુજરાતે કરી છે. આ ત્રણેય રાજ્યોમાં થશે એટલે બાકીના રાજ્યો અને તેમની વિધાનસભાઓએ કરવું પડશે.
અસંતોષની રાજનીતિ સામે આવી છે? તમે કેવી રીતે જોવો છો
અમિત શાહે જણાવ્યું છે કે, જયનારાયણ વ્યાસને 75 વર્ષ પુરા થઈ ગયા છે. હવે એમને સ્પષ્ટતાથી ખબર છે કે ભાજપમાં ટિકીટ નહીં મળે. અને હવે રાજીનામું આપે પણ હવે રાજીનામાનો કોઈ મતલબ નથી. દેશભરમાં ભાજપનો ટ્રેન્ડ છે. કોંગ્રેસ હવે ડૂબતું જહાજ છે. ગુજરાતમાં કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટબેકના આધારે મજબૂત છે પણ હવે દેશભરના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ચૂંટણી વખતે રાજીનામું આપીને જોડાય અને જનતાનો મેન્ડેટ લઈને જોડાતા હોય એમાં હું નથી માનતો કે તેનાથી કોઈ અસર થાય.
ઉમેદવારોની યાદીમાં કયા કાઈટ એરિયાને ધ્યાનમાં રાખવામાં આવશે? જૂના જોગીઓની સ્થિતિ 2022માં શું હશે?
અમિત શાહે જણાવ્યું છે કે, વિનેબીલિટી એકમાત્ર કાઈટ એરિયા છે. જૂના જોગીઓને રિપીટ કરવામાં આવશે કે નહીં તે પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે. એ હાલ નક્કી ના થઈ શકે. પણ એવો કોઈ નિર્ણય નથી થઈ શક્યો કે જૂના લોકોને ટિકીટ નહીં મળે.
યુવા મતદાતાઓને ભારતીય જનતા પાર્ટી આકર્ષવા શું રણનીતિ અપનાવશે? અને શું અપીલ કરશો?
ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 27 વર્ષમાં ગુજરાતના યુવાનો માટે અનેકવિધ કામો કર્યા છે. ખાસ કરીને એવા વાતાવરણનું સર્જન કર્યું છે કે જેમાં યુવા ઉદ્યોગ સાહસિકોને પુરતી તકો મળે. સરકામાં પણ માળખાગત આ પ્રકારની સુવિધા ઉભી કરાઈ છે. એમને આર્થિક રીતે મદદરૂપ થવાની, એમને નાનો મોટો ઉદ્યોગ નાંખવા પ્લોટ મળે, MSME કરવું હોય તો એમને અનેક પ્રકારના પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા કરી છે. આ પ્રકારની એક આખી ઈકો સિસ્ટમ સ્ટાર્ટઅપથી લઈને દરેક વસ્તુ માટે ગુજરાતમાં બનાવી છે, જેથી ગુજરાતના યુવાનોને પુરતું પોત્સાહન મળે અને સ્વરોજગારીની તકો દિનપ્રતિદિન વધતી રહે. સાથે અનેક યુનિવર્સિટીઓ ભાજપ રાજ્યમાં લાવી છે અને યુવાનો માટે કામ કરી રહી છે. તમામ યુનિવર્સિટીઓ યુવાનો માટે સુંદર પ્લેટફોર્મ મળે તેના માટે કાર્યો કરી રહી છે.
2014થી 2022 અનેક મુખ્યમંત્રીઓ જનતાએ જોયા, શું ભૂપેન્દ્રભાઈને આગામી 5 વર્ષ જાળવી રખાશે કે બદલાશે?
અમિત શાહે જણાવ્યું હતું કે, અમે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જ ચૂંટણી લડીશું અને ભૂપેન્દ્રભાઈ જ મુખ્યમંત્રી બનશે.
ભરોસોની સરકાર. કયા પ્રકારનો ભરોસો તમારા તરફથી અને સંગઠન તરફથી આપવામાં આવ્યો છે?
અમે ગુજરાતની જનતાને દરેક ક્ષેત્રે આગળ વધારવાનો અને કામ કરવાનો ભરોસો આપ્યો છે. પારદર્શી સરકાર આપવાનો ભરોસો, એમની પોતાની પ્રત્યે સંવેદનશીલ સરકાર આપવાનો ભરોસો આપ્યો છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કઠોરતાથી જાળવી રાખવાનો ભરોસો આપ્યો છે, અને તેમને જનતાને સુરક્ષા આપવાનો ભરોસો આપ્યો છે. અને તમામ ભરોસોમાંથી છેલ્લા 27 વર્ષથી ભાજપ સારી રીતે નિભાવી રહી છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે કેવી છે ચૂંટણી સ્ટ્રેટજી?
અમારું સંગઠન ઘણું મજબૂત થયું છે, 2017ની ચૂંટણીનું રેફરન્સ એટલા માટે ના લેવાય કારણ કે 2019ની ચૂંટણી થઈ ગઈ. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ષડયંત્રથી અનેક જાતિવાદી આંદોલનથી લડાઈ હતી. પરંતુ આ વખતે એક ખુલ્લા વાતાવરણમાં ચૂંટણી યોજાઈ રહી છે. અને સૌ ટકા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનશે.
લેઉવા પાટીદારોને આકર્ષવા ભાજપે શું રણનીતિ બનાવી છે?
આકર્ષવા જેવું કંઈ નથી. અમે દરેક લોકોને મળતા જ હોઈએ છીએ. દરેક સમાજના આગેવાનો સાથે હંમેશાં મળતા જ હોય છે.
BJP રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને જનતા સમક્ષ વોટ માંગશે કે સ્થાનિક મુદ્દાઓને લઈને વોટ માંગશે?
વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ, સ્થાનિક મુદ્દાઓ બન્ને ચર્ચાતા હોય છે. આપણા લોકતંત્રની પરંપરા છે. એમા કશું નવું નથી.
ગુજરાતની જનતાને શું સંદેશ આપવા માંગો છો?
હું એટલું જ કહેવા માંગું છું કે, દેશમાં પીએમ મોદીની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે સમગ્ર દેશ આશ્ચર્યમાં મુકાય તે પ્રકારનો વિકાસ કર્યો છે અને માણ્યો છે. એ પછી પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર ભેગા થઈને ગુજરાતને દરેક ક્ષેત્રમાં સૌ પ્રથમ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં સફળતા પણ મળી છે. આજ સાતત્યપૂર્ણ રીતે, પદ્ધતિથી ગુજરાતની જનતા પીએમ મોદીને આર્શીવાદ આપે અને પ્રચંડ બહૂમતીથી ગુજરાતની સરકાર બનાવે, ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા, તેનો આર્થિક વિકાસ અને સામાજિક તાણાવાણા ત્રણેયને જાળવી રાખવાની જવાબદારી ભાજપને છે અને અમે જનતાને ભરોસો આપીએ છીએ.
ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે