ટ્રાફિક વિભાગમાં ઐતિહાસિક સપાટો! ગુજરાતમાં 9 હજારમાંથી 6400 TRB જવાનોને કરાશે ક્રમશઃ છૂટા
ગુજરાતમાં નવ હજારમાંથી 6400 જવાનની નિમણૂંક રદ કરવાનો ઓર્ડર આપી દીધો છે. તેના માટે તમામ જિલ્લાના વડાને DGPએ પત્ર લખી આદેશ આપી દીધો છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ટ્રાફિકના નિયંત્રણ માટે નીમવામાં આવેલા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ(TRB)ના જવાનોને લઈને એક માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં નવ હજારમાંથી 6400 જવાનની નિમણૂંક રદ કરવાનો ઓર્ડર આપી દીધો છે. તેના માટે તમામ જિલ્લાના વડાને DGPએ પત્ર લખી આદેશ આપી દીધો છે.
DGPના આદેશ અનુસાર ટ્રાફિકના નિયંત્રણ માટે નીમવામાં આવેલા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ (TRB)ના જવાનો પાંચ વર્ષથી કાર્યરત હશે, એવા જવાનોને 31-12-2023ના રોજ મુક્ત કરાશે. જ્યારે 10 વર્ષથી કાર્યરત જવાનોને 30-11-2023 સુધી મુક્ત કરવા આદેશ અપાયો છે. આ સિવાય ત્રણ વર્ષથી વધુ સમય પૂર્ણ થયેલા હોય તેવા TRB જવાનોને 31-03-2024 સુધીમાં છૂટા કરાશે.
ગુજરાતમાં ચાર રસ્તા પર ટ્રાફિકમાં ફરજ બજાવતા 9000 TRB જવાનોમાંથી 6400 જવાનોને છૂટા કરવાનો નિર્ણય કરાયો છે. જી હા... આગામી માર્ચ 2024 સુધી 6400 TRBના જવાનોને ક્રમશઃ છુટા કરાશે. તમને જણાવી દઈએ કે 10 વર્ષ TRBમાં થયા છે એવા 1100 જવાનોને ચાલુ મહિનાના અંતમા જ છુટા કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. જ્યારે પાંચ વર્ષ પુર્ણ થયા છે તેવા 3000 TRB જવાનોને ડિસેમ્બર મહિનાના અંતમા છુટા કરવા આદેશ કરાયો છે. આ સિવાય જેણે ત્રણ વર્ષ થયા છે તેવા 2300 જવાનોને માર્ચ 2024મા છુટા કરાશે.
તમને જણાવી દઈએ કે 9000 TRB જવાનોમાંથી 6400 જવાનોને છૂટા કરવાનો નિર્ણય ડીજીપી વિકાસ સહાયે કર્યો છે. રાજ્યમા હાલ 9000 ટીઆરબી જવાનો ફરજ પર છે. ખાલી પડતી જગ્યાઓ નિયમો મુજબ ભરવા માટે પણ આદેશ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદ શહેરના પોલીસ વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના આરોપસર કેટલાક જવાનોને છૂટા કર્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકના સંચાલનમાં ઢીલાશ વર્તાતી હોવાને કારણે ગંભીર અકસ્માતના ઘણાં કિસ્સા સામે આવી રહ્યા હતા. જેના પરિણામે પોલીસ વિભાગ દ્વારા ટીઆરબીના 20 જવાનોને નિષ્કાસિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે લગભગ તેના એક મહિના પહેલા આ જ કારણોસર 700 જવાનોને છૂટા કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે