ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : આ જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Weather Update Today : ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી.. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસશે કમોસમી વરસાદ.. માવઠાના પગલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની અપાઈ સૂચના
Trending Photos
Gujarat Weather Forecast : ગુજરાતમાં માર્ચમાં આવેલા માવઠાએ મુશ્કેલી વધારી છે. અચાનક વરસાદના કારણે લોકોના પ્રસંગો બગડ્યા છે. તો ખેતીના ઉભા પાકોને નુકસાન થયુ છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો હતો. ત્યારે હજી આજે રવિવારે પણ માવઠાની આગાહી છે. આજે પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી છે. વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ આવશે. ઉનાળાના પ્રારંભમાં જ રાજ્યમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. વરસાદની સાથે 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ખેડૂતોને પાકની સાવચેતી માટે જરૂરી પગલા લેવાની સૂચના અપાઈ છે. ગઈકાલે શનિવારે ગુજરાતના 50 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં કચ્છના અંજારમાં 1.5 ઈંચ વરસાદ અને બનાસકાંઠાના ધાનેરામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં એકાએક ઠંડી વધી
ગઈ કાલે રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો વધ્યો છે. ગઈકાલથી ગુજરાત કાતિલ ઠંડીની બાનમાં આવી ગયું છે. આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે. આજથી લઘુત્તમ તાપમાનમાં થશે 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી 24 કલાક સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.
હાલ ગુજરાતમાં આ સિસ્ટમ છે સક્રિય
અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકવાને કારણે ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઇ છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે પવનની શક્યતા છે. ભારે પવનને કારણે ખેતરમાં ઉભો પાક વળી જવાની શક્યતા છે. આ કારણે આંબા ઉપર પણ અસર થવાની શક્યતા છે. આજે ગુજરાતમાં 15-20 km /h ની ઝડપે પવન ફૂંકાશે. તો આવતીકાલે આંચકાનો પવન 45 km/h ની ઝડપે પવન ફૂંકાશે. જેની સૌથી વધુ અસર કચ્છમાં વર્તાશે. ખાસ પવનથી જનધને સાવચેત થવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ, જૂનાગઢ સુરેન્દ્રનગર, આહવા ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. 3 થી 6 માર્ચે રાત્રી દરમિયાન વધુ ઠંડીની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં રાત દરમિયાન તાપમાન 7 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. જ્યારે સવારે પણ 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
7 માર્ચ માટે ફરીથી તૈયાર રહેજો
આગાહીકારે કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.
અંબાલાલ પટેલનું કહેવુ છે કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે