ગુજરાતમાં બાળકોમાં કેમ વધી રહ્યું છે ડાયાબિટીસના કેસોનું પ્રમાણ? જાણો કારણો અને શું કહે છે નિષ્ણાત

એક અભ્યાસ મુજબ સમગ્ર દેશમાં અંદાજિત 8 લાખથી વધુ બાળકોમાં ટાઈપ વન ડાયાબિટીસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે જેમાં દર વર્ષે અંદાજિત પાંચ ટકા જેટલો વધારો નોંધાય છે. ટાઈપ વન ડાયાબિટીસના લક્ષણો જોવા જઈએ તો વજનમાં ઘટાડો થવો, પાણી વધારે પીવું, યુરિન વારંવાર જવું પડે, ભૂખ વધારે લાગવી, પેટમાં દુખાવો વો મિટિંગ થવી તેમજ અવર-નવાર બાળક બેભાન થાય તે લક્ષણો ટાઈપ વન ડાયાબિટીસમાં જોવા મળે છે. 

ગુજરાતમાં બાળકોમાં કેમ વધી રહ્યું છે ડાયાબિટીસના કેસોનું પ્રમાણ? જાણો કારણો અને શું કહે છે નિષ્ણાત

સપના શર્મા, અમદાવાદઃ ગુજરાતમાં હવે બાળકોમાં પણ ડાયાબિટીસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે.ગુજરાતમાં 30,000 થી વધુ બાળકો ટાઈપ પણ ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. દર વર્ષે અંદાજિત 800 જેટલા બાળકો ટાઈપ વન ડાયાબિટીસના કિસ્સોમાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન અને પિડીયાટ્રીક્સ રાકેશ જોશીએ જણાવ્યુંકે, ગુજરાતમાં જિલ્લા કેટલા વર્ષોથી ડાયાબિટીસના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેમાં તેનું મુખ્ય કારણ વધુ ગળ્યું ખાવાને કારણે થતો હોય છે ત્યારે હવે બાળકોમાં ડાયાબિટીસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

એક અભ્યાસ મુજબ સમગ્ર દેશમાં અંદાજિત 8 લાખથી વધુ બાળકોમાં ટાઈપ વન ડાયાબિટીસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે જેમાં દર વર્ષે અંદાજિત પાંચ ટકા જેટલો વધારો નોંધાય છે. ટાઈપ વન ડાયાબિટીસના લક્ષણો જોવા જઈએ તો વજનમાં ઘટાડો થવો, પાણી વધારે પીવું, યુરિન વારંવાર જવું પડે, ભૂખ વધારે લાગવી, પેટમાં દુખાવો વો મિટિંગ થવી તેમજ અવર-નવાર બાળક બેભાન થાય તે લક્ષણો ટાઈપ વન ડાયાબિટીસમાં જોવા મળે છે. 

જો પ્રકારના લક્ષણો દેખાય તો બાળકોને યોગ્ય સારવાર આપવી પડે છે અને તેમાં ડાયાબિટીસનું ઇન્સ્યુલિન લગાવવું પડતું હોય છે. જેને લઇ પેરેન્સી પોતાના બાળકનું ધ્યાન રાખવું જોઈએ અને જો આ પ્રકારના લક્ષણો પોતાના બાળકોમાં દેખાતા હોય તો યોગ્ય ડોક્ટરને બતાવી સલાહ સુધી મુજબ સારવાર કરાવી જોઈએ જેથી કરી આગળ જતા દર્દીને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે અને યોગ્ય સારવાર મળવાને કારણે બીમારીનું નિરાકરણ પણ આવી શકે છે. ગુજરાત રાજ્યમાં અંદાજિત ત્રીસ હજાર જેટલા બાળકો ટાઈપ વન ડાયાબિટીસના ધરાવે છે અને આ જ આંકડો દર વર્ષે સતત વધતો જાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારના કેસ આવી રહ્યા છે અને ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર તેમજ પરિવારને જાગૃતિ માટે દવા તેમજ નિરીક્ષણ બાદ યોગ્ય ઇન્સ્યુલિન શરૂ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન અને પિડીયાટ્રીક્સ રાકેશ જોશીએ જણાવ્યુંકે, ડાયાબિટીસ થવાનું કારણ મુખ્યત્વે ગળું ખાવાને કારણે થતું હોય છે તેમજ જાણકારોના કહેવા પ્રમાણે ડાયાબિટીસનો રોગ વારસાગત માં પણ આવતો હોય છે. જેથી કરી બાળકનેવ ડાયાબિટીસ હોવાની જાણ થતા જ યોગ્ય સારવાર કરાવી અને જો પેરેન્ટ્સને ડાયાબિટીસ હોય તો બાળકને એક વખત યોગ્ય ડોક્ટરની સલાહ લેવી યોગ્ય રહેશે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news