શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ: હવે નવા પાકથી મેળવી શકશે લાખોની આવક
આ વર્ષ શેરડીની સિઝન શરૂ થતા જ એક ટન શેરડીનો ભાવ 2300 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો હતો. વર્તમાન સમયમાં હવે શેરડીના ભાવમાં વધારો થયો છે અને અત્યારે શેરડીના ₹3,500 સુધીનો ભાવ ખેડૂતોને મળતો થયો છે. તેને લઈને ગીર પંથકના શેરડી પકાવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
Trending Photos
કૌશલ જોશી/ગીર સોમનાથ: ગીર પંથકમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે. અહીંની જમીન અને વાતાવરણ શેરડીના પાકને ખુબજ સાનુકૂળ છે. શેરડીમાંથી ગીર પંથકમાં ઉત્તમ કક્ષાનો ગોળ બને છે. આથી અહીં સેંકડો રાબડાઓ એટલે કે ગોળ યુનિટો ધમધમે છે. પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂતોને શેરડીનો પોષણક્ષમ ભાવ મળતો ન હતો. પરંતુ આ વર્ષ શેરડીની સિઝન શરૂ થતા જ એક ટન શેરડીનો ભાવ 2300 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો હતો. વર્તમાન સમયમાં હવે શેરડીના ભાવમાં વધારો થયો છે અને અત્યારે શેરડીના ₹3,500 સુધીનો ભાવ ખેડૂતોને મળતો થયો છે. તેને લઈને ગીર પંથકના શેરડી પકાવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર પંથકમાં ગોળ ઉત્પાદન કરતા સૌથી વધારે રાબડાઓ ધમધમતા થયા છે. પરંતુ શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આથી રાબડા માલિકોને શેરડી મળતી બંધ થઈ છે.આ કારણથી રાબડા માલિકોએ પણ ખેડૂતોની શેરડી લેવા માટે ભાવમાં વધારો કર્યો છે. બહારના રાજ્યમાંથી જે ગોળ ગુજરાતમાં આવતો હતો તે પણ હવે બંધ થયો હોય કોલ્ડના ગોળની ડિમાન્ડ વધી છે. સામે ખેડૂતોને પણ શેરડીના પોષણક્ષમ ભાવ મળતા થયા છે.
આ વર્ષે ખેડૂતોને એક ટન શેરડીનો ભાવ ₹3500 મળતા ખેડૂતોનું કહેવું છે કે અત્યારે સારી જમીનમાં શેરડીનું વાવેતર કરીએ તો 15 થી 20 હજાર રૂપિયા પ્રતિ એક વિઘાએ ખર્ચ થાય છે. તેની સામે શેરડીનું ઉત્પાદન પ્રતિ એક વિઘા જમીનમાં માત્ર 20 ટન જેટલું થાય છે. છેલ્લા બે ત્રણ વર્ષથી શેરડી પકવતા ખેડૂતોને એક ટન શેરડીનો ભાવ 1700 થી1800 રૂપિયા મળતો હતો. આ ભાવ ખેડૂતોને પોષાતો નહોતો.
આમ છતાં ખેડૂતો નુકશાની સ્વીકારીને પણ રાબડામાં પોતાની શેરડી આપવા મજબુર બનતા હતા.શેરડી વાવી દીધી હોય પછી શું કરવું? આખરે ખેડૂતો શેરડી સિવાયના અન્ય પાકો તરફ વળ્યા આથી આ વર્ષ શેરડીનું ઉત્પાદન ઓછું થતા ખેડૂતોને સારો એવો ભાવ શેરડીનો મળી રહ્યો છે.વર્તમાન સમયે એક ટન સંગેરડીનો ભાવ ₹3,500 મળવાને લઈ ખેડૂતોને શેરડીના પાકમાં નફો થઈ રહ્યો છે.
આ સમયે ગીર પંથકમાં ગોળ ઉત્પાદન કરતા રાબડા માલિકોનું કહેવું છે કે એક ટન શેરડી માંથી 135 કિલો જેટલો ગોળ બને છે. તેની સામે સરભર થાય છે પરંતુ રાબડા ચલાવવા માટે સો જેટલા મજૂરો ની જરૂર પડતી હોય તે મજૂરોને એડવાન્સ રકમ આપી દીધી હોય એટલા માટે સરભર કરવા માટે અને ખર્ચા કાઢવા માટે રાબડા ચલાવવા પડી રહ્યા છે.તો ખેડૂતોને તો હવે ₹3,500 ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે. આમ ગીર પંથકના ખેડૂતોમાં ખુશી છે તો ગોળ ઉત્પાદકોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે