Pre-Wedding: ગુજરાતમાં અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા માટે રીતસર કપલ લગાવે છે લાઈન!
Pre-Wedding Photo Shoot: બદલાતા સમયની સાથે લગ્નની રીતભાત પણ બદલાઈ છે. હવે લગ્ન પહેલાં પ્રી-વેડિંગ ફોટોશૂટનો પણ વિશેષ ટ્રેન્ડ શરૂ થયો છે. જેને કારણે લોકો અવનવા સ્થળો પર જઈને લગ્ન પહેલાંનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે. ત્યારે ગુજરાતમાં પણ હાલ આવા ઘણાં સ્થળો છે. જોકે, રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલાં ઉમરગામ તાલુકાનું એક ગામ એવું છે જ્યાં હાલ પ્રિ-વેડ઼િગ ફોટોશૂટ માટે મેળો જામે છે.
Trending Photos
નિલેશ જોશી, વલસાડઃ રાજ્ય માં લગ્નની સીઝન પૂર બહાર માં ખીલી છે. છેલ્લા કેટલાક સમયથી લગ્નગ્રંથિથી જોડાનાર કપલોમાં પ્રીવેડિંગ સૂટ નો શૂટિંગ નો ક્રેઝ વધી રહ્યો છે. પ્રી-વેડિંગ શૂટિંગ માટે ફોટોગ્રાફર અને કપલો રળિયામણા સ્થળે અને સુંદર લોકેશન ઉપર જઈ પ્રી-વેડિંગ શૂટ કરાવે છે. જોકે હવે રાજ્યના દક્ષિણ છેડે વલસાડ જિલ્લાનું નારગોલ નો દરિયા કિનારો અને આસપાસ નો વિસ્તાર પ્રિ વેડિંગ શૂટિંગ માટે યંગ કપલો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે. આમ પ્રી વેડિંગ શૂટિંગ હવે નારગોલ ગ્રામ પંચાયત માટે આવકનું એક સ્ત્રોત પણ બની રહ્યું છે.
આ પણ ખાસ વાંચોઃ
બદલાતા સમયની સાથે લગ્નની રીતભાત પણ બદલાઈ છે. હવે લગ્ન પહેલાં પ્રી-વેડિંગ ફોટોશૂટનો પણ વિશેષ ટ્રેન્ડ શરૂ થયો છે. જેને કારણે લોકો અવનવા સ્થળો પર જઈને લગ્ન પહેલાંનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે. ત્યારે ગુજરાતમાં પણ હાલ આવા ઘણાં સ્થળો છે. જોકે, રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલાં ઉમરગામ તાલુકાનું એક ગામ એવું છે જ્યાં હાલ પ્રિ-વેડ઼િગ ફોટોશૂટ માટે મેળો જામે છે.
ઉતરાયણ પૂર્ણ થતા જ કમુરતા પૂર્ણ થયા છે અને રાજ્ય માં લગ્ન ગાળા સીઝન શરૂ થઈ રહી છે .લગ્નની સિઝન દરમિયાન મોટી સંખ્યા માં યુગલો લગ્નગ્રંથિથી જોડાશે .જોકે છેલ્લા કેટલાક સમયથી લગ્ન પહેલાં લગ્નગ્રંથિથી જોડાયા કપલોમાં પ્રી વેડિંગ શૂટિંગ નો ક્રેઝ વધી રહ્યો છે. લગ્નમાં ફોટોગ્રાફી અને વિડીયો શુટીંગ આકર્ષણનું કેન્દ્ર બને છે .એમાં પણ હવે લગ્ન પહેલાં પ્રી-વેડિંગ શૂટિંગ માટે સારા ડેસ્ટિનેશન અને સુંદર લોકેશન પર જવાનો ક્રેઝ વધ્યો છે. લગ્ન પહેલાં પ્રી-વેડિંગ શૂટિંગ માટે યંગ કપલો ગુજરાત રાજ્યના વિવિધ જાણીતા સુંદર લોકેશન અને રાજ્ય બહાર પણ પ્રી વેડિંગ શૂટિંગ માટે જતા હોય છે .આમ પ્રી વેડિંગ શૂટિંગ ખર્ચાળ સાબિત થતું હોય છે. જોકે પ્રિ વેડિંગ શૂટિંગ માટે મોંઘી ફી ભરીને પણ યંગ કપલો વિડીયો અને ફોટો શૂટિંગ કરાવે છે. જોકે હવે રાજ્યના છેવાડે વલસાડ જિલ્લાના ઉમરગામના નારગોલ નો દરિયા કિનારો પ્રી વેડિંગ શૂટિંગ માટે યંગ કપલોમાં જાણીતું અને માનીતું સ્થળ બની રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે ઉમરગામના દરિયા કિનારો અતિ સુંદર છે અહીંના દરિયા કિનારે ની સુંદરતા અને કુદરતી વાતાવરણ ને કારણે પ્રી વેડિંગ શૂટિંગ માટે હવે વધુને વધુ કપલો અહીં આવી રહ્યા છે.
આ પણ ખાસ વાંચોઃ
અફાટ અને શાંત દરિયા કિનારો નારગોલ ની શાન છે .નારગોલ ના દરિયા કિનારે ની સુંદરતા અને આસપાસનું વાતાવરણ અને સુરક્ષિત સ્થળ ને કારણે યંગ કપલોમાં પ્રી વેડિંગ શૂટિંગ માટે જાણીતું અને માનીતું સ્થળ બની રહ્યું છે. આથી દર વર્ષે મોટી સંખ્યામાં યંગ કપલો પ્રીવેડિંગ શૂટિંગ માટે નારગોલ ના દરિયા કિનારે આવે છે .જેને કારણે નારગોલના દરિયા કિનારે રોજના પાંચથી વધુ યંગ કપલો પ્રીવેડિંગ શૂટિંગ માટે પહોંચે છે.પ્રી વેડિંગ શૂટિંગ માટે પ્રોફેશનલ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોની ટીમ પણ યંગ કપલોની સાથે આવે છે .પ્રી વેડિંગ શૂટિંગ માટે કપલોને સુંદર લોકેશન અને કેમેરાના અવનવા એંગલ પ્રિ વેડિંગ શૂટિંગ માટે જરૂરી છે. આથી પ્રોફેશનલ ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફરો યંગ કપલોને વિવિધ ડેસ્ટિનેશન લઈ જાય છે. જ્યાં કેટલાક સ્થળોએ પ્રી વેડિંગ શૂટિંગ માટે મોંઘી ફી પણ ચૂકવવી પડે છે. જોકે વલસાડના નારગોલનો દરિયા કિનારો પ્રી વેડિંગ શૂટિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન અને સુંદર લોકેશન હોવાનું ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરો પણ માને છે .આથી વન-ડે શૂટિંગ માટે વલસાડના નારગોલ નો દરિયા કિનારે ની સાથે બાજુમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી નો છેવાડાનો વિસ્તાર પણ પ્રી વેડિંગ શૂટિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. પ્રોફેશનલ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર માને છે કે નારગોલ ના દરિયા કિનારે અને આસપાસનું સુંદર વાતાવરણ અને લોકેશન પ્રિ વેડિંગ શૂટિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે આથી વધુમાં વધુ લોકો અહીં પ્રી વેડિંગ શૂટિંગ માટે પહોંચે છે.
મહત્વપૂર્ણ છે કે નારગોલ ના દરિયા કિનારે અત્યાર સુધી અનેક હિન્દી સિરિયલો અને ફિલ્મોના પણ શૂટિંગ થઈ ચૂક્યા છે અને નારગોલનો દરિયા કિનારો પ્રવાસન માટે પણ જાણીતું સ્થળ છે. જોકે હવે નારગોલના દરિયા કિનારે ફરવા આવતા પ્રવાસીઓની સરખામણીમાં પ્રી-વેડિંગ શૂટિંગ માટે આવતા કપલોની સંખ્યા વધી રહી છે. અંદાજ મુજબ દર વર્ષે લગ્ન સિઝન દરમિયાન 1,000 થી વધુ કપલો પ્રીવેડિંગ શૂટિંગ માટે નારગોલ ના દરિયા કિનારે પહોંચે છે. આમ વધુમાં વધુ લોકો પ્રિ વેડિંગ શૂટિંગ માટે નારગોલ ના દરિયા કિનારે આવતા હવે નારગોલ ગ્રામ પંચાયત દ્વારા પ્રી વેડિંગ શૂટિંગ માટે ટેક્સ પણ લગાવવામાં આવે છે . માત્ર ₹500 જેવા નજીવા ચાર્જ લઈને યંગ કપલો અને પ્રોફેશનલ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર ને નારગોલ અને આસપાસના વિસ્તારમાં પ્રી વેડિંગ શૂટિંગ માટે પરવાનગી આપવામાં આવે છે. આમ દરિયા કિનારે અને આસપાસના વિસ્તારમાં થતું પ્રી-વેડિંગ શૂટિંગ નારગોલ ગ્રામ પંચાયત માટે આવકનો એક સ્ત્રોત બની રહ્યું છે.
આ પણ ખાસ વાંચોઃ
નારગોલના દરિયા કિનારે પ્રી વેડિંગ શૂટિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે .આથી પંચાયત દ્વારા આગામી સમયમાં દરિયા કિનારા પર્યટકો અને પ્રીવેડિંગ શૂટિંગ માટે આવતા કપલો માટે સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવનાર છે. નારગોલના દરિયા કિનારે અને આસપાસના વિસ્તારમાં થતું પ્રી-વેડિંગ શૂટિંગ આ વિસ્તાર અને આસપાસના લોકો માટે રોજગારીના માધ્યમ પણ પુરવાર થઈ રહ્યું છે. સાથે જ નારગોલ ગ્રામ પંચાયતને પણ મોટી આવક ઊભી કરી રહ્યું છે .આથી ગામના વિકાસ માટે પ્રી વેડિંગ શૂટિંગ દ્વારા થતી આવક થી નારગોલ ગ્રામ પંચાયતનો વિકાસમાં પણ વધારો થઈ રહ્યો છે.આપ પણ પ્રી-વેડિંગ શૂટિંગ માટે કોઈ બેસ્ટ ડેસ્ટિનેશનની તલાશમાં હોવ તો પહોંચી જજો નારગોલ ના દરિયા કિનારે જ્યાં નજીવી ફી ચૂકવી અને વિદેશના દરિયા કિનારા અને વિદેશના લોકેશન પર પ્રીવેડિંગ શૂટિંગ કરાવતા હોય તેવો અહેસાસ જરૂર થશે.
આ પણ ખાસ વાંચોઃ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે