અમદાવાદ એરપોર્ટ પર અફરાતરફી! પડીકે બંધાયા મુસાફરોના જીવ, એક ઈમેલથી દોડતી થઈ પોલીસ
ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ. મુસાફરોમાં પણ એક પ્રકારનો ખૌફ જોવા મળ્યો. કારણ હતું પોલીસને મળેલો એક ઈમેલ.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ફરી એકવાર અમદાવાદ એરપોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આ ધમકીને કારણે એરપોર્ટ પર અફરાતરફી જેવો માહોલ સર્જાયો હતો. એરપોર્ટ પર બોમ્બ હોવાના મેસેજની ચર્ચાએ જોર પકડતા પેસેન્જર્સ પણ આગાપાછા થતાં જોવા મળ્યાં. આજે સવારે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની પોલીસને મળી ધમકી મળી હતી. જેને કારણે પોલીસ તંત્ર પણ સફાળુ જાગ્યું હતું.
સુરક્ષામાં કરાયો વધારો-
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો પોલીસને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જેના પગલે પોલીસે એરપોર્ટ પર ચેકીંગ કર્યું હતું. જોકે, ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. અમદાવાદ પોલીસને આજે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. પરિણામે પોલીસે અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, રાહતની વાત એ છે કે, એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમ છતાં પણ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જોકે, પોલીસ દ્વારા સમગ્ર મામલાની જીણવટ ભરી તપાસ કરવામાં આવી. પોલીસની સઘન તપાસમાં બોમ્બની ધમકીની વાત અફવા હોવાનું ખુલ્યું છે. બૉમ્બ સ્કોડ અને પોલીસની ટીમે અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન કર્યું છે. પોલીસની તપાસમાં બોમ્બની અફવા હોવાનું ખુલ્યું છે. એરપોર્ટ પોલીસે અફવાને લઈને ફરિયાદ નોંધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે