સ્કૂલ ફી! ગુજરાત સરકારની એક હા વાલીઓ પર ભાર વધારશે, સંચાલકોએ તગડી ફી માગી
હવે ફી નિર્ધારણ કાયદામાં પ્રાથમિકમાં રૂ.૧પ હજાર, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સામાન્ય પ્રવાહમાં રૂ.૨૫ હજાર અને ઉચ્ચત્તર માધ્યમિક સાયન્સમાં રૂ.૩૦ હજાર કરવાની સંચાલકો એ ફી નિયત કરી હતી. કાયદામાં નિયત કરેલી ફી સ્લેબ કરતા ઓછી ફી વસુલનારી સ્કૂલોએ એફિડેવીટ કરવાની અને એનાથી વધુ ફી વસુલનારી સ્કૂલોએ વ્યાજબીપણું સાબિત કરવા કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. જેમાં ઘણી સ્કૂલો આ મામલે સફળ રહેતી નથી આમછતાં વાલીઓ પાસેથી ફી વસૂલાય છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાકાળથી ગુજરાત સરકારે ખાનગી સ્કૂલો માટે એક ફી નિર્ધાર કરી છે. સ્કૂલો ફી લેવામાં મનમાની કરી રહી હોવા છતાં ફરી ફી વધારવા માટે સરકારની પરમિશન એ જરૂરી છે. ભાગ્યેજ કેટલીક સ્કૂલોમાં સરકારે નક્કી કરેલી ફી લેવાતી હશે પણ આમ છતાં નિયમો એવા છે કે, ખાનગી સ્કૂલોએ આ નિયમો પાળવા પડે છે. સરકાર દ્વારા ખાનગી સ્કૂલોને સંકજામાં લેવા માટે વર્ષ-૨૦૧૭માં ફી નિર્ધારણ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોની ફીના સ્લેબ નક્કી કરવામાં આવ્યાં હતા.
કાયદામાં નક્કી કરેલા ફીના સ્લેબમાં રૂ.પ હજાર એટલે કે ૩૩ ટકાનો ફી વધારો કરી આપવા ખાનગી સ્કૂલના સંચાલકોએ સરકારમાં રજૂઆત કરી છે. સરકારના ફીના કાયદામાં દરેક સ્કૂલોએ ફીનો પરિપત્ર સ્કૂલના નોટિસબોર્ડ પર લગાવવાનો હોવા છતાં આ નિયમોનો કોઈ સ્કૂલ અમલ કરતી નથી કારણ કે દરેક સ્કૂલોની ફીના ધોરણો અલગ અલગ છે.
હવે ફી નિર્ધારણ કાયદામાં પ્રાથમિકમાં રૂ.૧પ હજાર, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સામાન્ય પ્રવાહમાં રૂ.૨૫ હજાર અને ઉચ્ચત્તર માધ્યમિક સાયન્સમાં રૂ.૩૦ હજાર કરવાની સંચાલકો એ ફી નિયત કરી હતી. કાયદામાં નિયત કરેલી ફી સ્લેબ કરતા ઓછી ફી વસુલનારી સ્કૂલોએ એફિડેવીટ કરવાની અને એનાથી વધુ ફી વસુલનારી સ્કૂલોએ વ્યાજબીપણું સાબિત કરવા કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. જેમાં ઘણી સ્કૂલો આ મામલે સફળ રહેતી નથી આમછતાં વાલીઓ પાસેથી ફી વસૂલાય છે. શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે કે. ફીના સ્લેબ વર્ષ-૨૦૧૭માં નિયત થયા હતા. જેથી ૬ વર્ષના સમયગાળા દરમિયાન વધેલી માંઘવારી, કર્મચારીઓના પગાર સહિતના અન્ય ખર્ચાઓમાં થયેલ વધારેને જોતા ફીના સ્લેબમાં પણ વાધારો કરી આપવામાં આવે. દરેક તબક્કે રૂ.૫ હજારો વધારો કરવાની માગ કરી છે.
પ્રાથમિક, મા. અને ઉ. મા.ની ફીમાં રૂપિયા ૫ હજારના વધારા માટે રજૂઆત કરાઈ છે. ફી નિર્ધારણ કાયદામાં ફીના 3 સ્લેબ નક્કી કરાયા છે. ગુજરાતની ખાનગી સ્કૂલના સંચાલકોએ કાયદામાં ફ્રીના સ્લેબમાં 33 ટકાનો વધારો માગ્યો છે. હવે ભૂપેન્દ્રલ પટેલ સરકારની હાની રાહ જોઈ રહ્યાં છે. સરકારે લીલીઝંડી આપી તો દરેક વાલીઓના માથે 5 હજાર રૂપિયાનો ફીનો વધારો ઝિંકાય તો નવાઈ નહીં..
આ પણ ખાસ વાંચોઃ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે