કાંતિ ગામિતના પ્રસંગ મુદ્દે હાઈકોર્ટે પૂછ્યું, અમે વીડિયો જોયો, આટલી ભીડ ક્યાંથી આવી?
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :એક તરફ માસ્ક વગર ફરનારા લોકો તથા આ અંગે કોઈ પગલા ન લઈ શકનાર ગુજરાત સરકારની હાઈકોર્ટે (gujarat highcourt) ઝાટકણી કાઢી છે. ત્યારે હાઈકોર્ટે ભાજપના નેતા કાંતિ ગામિતના ઘરે યોજાયેલા પ્રસંગમાં એકઠા થયેલા લોકો મામલે પણ લાલ આંખ કરી છે. તાપી ખાતે યોજાયેલા ભાજપના નેતા કાંતિ ગામિત (kanti gamit) ના પરિવારના પ્રસંગની પણ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે પૂછ્યું કે, તાપી ખાતે યોજાયેલ લગ્ન સમારોહમાં આટલી ભીડ આવી ક્યાંથી. લગ્ન સમારોહનો વીડિયો અમે જોયો. તેમજ હાઈકોર્ટે સમગ્ર મામલે લાલઆંખ કરીને જિલ્લા એસપી અને સ્થાનિક પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે ફરિયાદ દાખલ થઈ છે કે નહીં તે અંગેની માહિતી માંગી હતી.
આ પણ વાંચો : હાઈકોર્ટનો ગુજરાત સરકારને આદેશ, માસ્ક ન પહેરનારાઓને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરાવડાવો
કાંતિ ગામિતના પરિવારના લગ્ન પ્રસંગ મામલે પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી
હાઈકોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે, ભાજપના નેતા કાંતિ ગામિતના પરિવારમાં લગ્ન હતા. ત્યારે સરકારે 6 હજારની ભીડ સામે શુ પગલાં લીધા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ અંગે જવાબ આપવામાં આવ્યો કે, સરકાર દ્વારા આ મામલે પોલીસ કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ સમારોહમાં 6 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. 30 નવેમ્બરની રાત્રે યોજાયેલા સગાઈ સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. હજારો લોકો માસ્ક વગર ફરતા દેખાયા હતા. ભાજપના નેતા કાંતિ ગામિત રાજ્નયા પૂર્વ આદિજાતિ મંત્રી અને સુમુલના ડિરેક્ટર છે. વીડિયો બહાર આવ્યા બાદ કાંતિ ગાવિતે માફી માંગી હતી. તો બીજી તરફ, સરકારે તેની ગંભીર નોંધ લેતા તપાસના આદેશ આપ્યા હતા.
આ પણ વાંચો : CM રૂપાણીના કોલેજના ‘ડર્ટી ડઝન’ ગ્રૂપમાં સામેલ હતા અભય ભારદ્વાજ, 12 મિત્રોનું ગ્રૂપ હતું
કાંતિ ગામિતના પુત્ર સામે ગુનો દાખલ
કાંતિ ગામિતના ઘરે યોજાયેલા પ્રસંગ મામલે ગઈકાલે ગુનો નોંધાયો હતો. કાંતિ ગામિતના પુત્ર જીતુ ગામિત સામે આઈપીસી કલમ 279, 270 અને એપેડમિક ડિસીસ એક્ટ અને જાહેરનામાના ભંગ બાબતે સોનગઢ પોલીસ મથકો ગુનો દાખલ કરાયો હતો. જોકે, હજી સુધી આ મામલે કોઈ અટકાયત કરાઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે