ગુજરાતના આ 13 જિલ્લામાં હીટવેવની આગાહી: મૃત્યુઆંકમાં 30 ટકાનો વધારો, 5 દિવસમાં 19નાં મોત
Gujarat Weather Forecast: સૌથી ખરાબ સમાચાર એ પણ છે કે હજુ ત્રણ ચાર દિવસ આ આકરી ગરમીથી કોઈ રાહત મળવાની નથી. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 45.9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું.
Trending Photos
Gujarat Hitwave: ગુજરાતના આકાશમાંથી અંગારા ઝરતી ગરમી પડી રહી છે, હજુ પણ ચાર-પાંચ દિવસ આવા જ આકરા તાપનો સામાનો કરવા માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. અંગ દઝાડતી આ ગરમી અનેક લોકો માટે મોત લઈને પણ આવી છે, હિટ સ્ટ્રોક અને હાર્ટ એટેકને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જુઓ કાળો કહેર વર્તાવી રહેલી ગુજરાતની ગરમીનો ખાસ અહેવાલ.
- ગુજરાતમાં એકા એક વધ્યા હીટ સ્ટ્રોકના કેસ
- ગત વર્ષની સરખામણીએ કેસમાં 48 ટકાનો વધારો
- 108 ઈમરજન્સીમાં આવતા કોલમાં થઈ ગયો વધારો
- સમગ્ર રાજ્યમાં હીટ સ્ટ્રોકના કેસમાં થયો 38 ટકાનો વધારો
- અમદાવાદમાં રોજ 17ની જગ્યાએ આવી રહ્યા છે 50 કેસ
કાળઝાળ ગરમી કેટલાક લોકો માટે બની જીવલેણ
આકાશમાંથી થતી અગનવર્ષાથી હાલ સૌ ગુજરાતીઓ બેહાલ છે, છેલ્લા કેટલાક દિવસોથી એવી ગરમી પડી રહી છે કે જેણે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે અને સૌથી ખરાબ સમાચાર એ પણ છે કે હજુ ત્રણ ચાર દિવસ આ આકરી ગરમીથી કોઈ રાહત મળવાની નથી. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 45.9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું.
હવામાન વિભાગે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની આગાહી કરી છે. જયારે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ તેમજ ઓરેન્જ એલર્ટ અને અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો રાજ્યમાં હીટ સ્ટ્રોકના કેસમાં અચાનક વધારો થયો છે અને હીટ સ્ટ્રોકથી મૃત્યુઆંક પણ વધી ગયો છે. ખાસ વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકા વધી ગયો છે. ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. રોજના 125થી 150 કેસ હીટ સ્ટ્રોકના અને તેની સંબંધિત બિમારીના આવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં 108ના ઈમરજન્સી કોલ પણ વધી ગયા છે.
ક્યાં હીટવેવની આગાહી?
- બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ
- ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર
- સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ
ક્યાં અપાયું ઓરેન્જ એલર્ટ?
- અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર
- સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ
ક્યાં અપાયું યલો એલર્ટ?
- અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરા
વડોદરામાં ગરમી જીવલેણ બની છે, શહેરમાં વધુ ત્રણ લોકોના મોત ગરમીને કારણે થયા છે. ડિહાઈડ્રેશન, ગભરામણ અને હાર્ટ એટેકના કારણે 77 વર્ષીય કિશનરાવ, 39 વર્ષીય જગદીશ પટેલ અને 62 વર્ષીય કરશન પરમારનું મૃત્યુ થયું. તો છેલ્લા 5 દિવસમાં 19 લોકોના મોત ગરમીને કારણે થયા છે. તો હજુ પણ ગરમી વધવાની આગાહી કરાઈ છે ત્યારે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. વડોદરામાં હાલ 400 જેટલા લોકો ગરમીને કારણે હોસ્પિટલમાં દાખલ છે. આકરા તાપથી ઝાડા-ઉલટી, કોલેરા, કમળો, ટાઈફોઈડના કેસમાં વધારો થયો છે. તો પાટણના સિદ્ધપુરમાં પણ ગરમીને કારણે એક વ્યક્તિનું હાર્ટએટેકને કારણે મોત થયું.
- જીવલેણ બની ગરમી
- વડોદરામાં વધુ ત્રણ લોકોના ગરમીને કારણે મોત
- ડિહાઈડ્રેશન, ગભરામણ, હાર્ટ એટેકના કારણે મોત
- કિશનરાવ, જગદીશ પટેલ, કરશન પરમારનું મોત
- છેલ્લા 5 દિવસમાં 19 લોકોના મોત
આકાશમાંથી વરસી રહેલા અગનગોળાથી સૌ કોઈ બેહાલ છે ત્યારે મોટા પ્રમાણમાં લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનું સેવન કરે છે પરંતુ આપને જણાવી દઈએ કે ઠંડા પીણાનું સેવન હાનીકારક છે, બહારના ઠંડાપીણા, શિકંજી, સોડા, શેરડીનો રસ પીવો પણ હાનિકારક છે. તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવનથી ઝાડા-ઉલટી અને ટાઈફોઈડને નોતરે છે. તેથી ઠંડા પીણાને ટાળી માટલાનું પાણી, છાશનું સેવન કરવું જોઈએ. ગરમીથી બચવા માટે સુતરાઉ કપડા પહેરવા જોઈએ અને ઠંડકવાળા સ્થળોએ સમયાંતરે આરામ કરવો જોઈએ. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓએ સીધી ગરમીનો સામનો ન કરવો જોઈએ.
- ગરમીમાં સાચવજો
- ઠંડા પીણાનું સેવન હાનીકારક છે
- ઠંડાપીણા, શિકંજી, સોડા, શેરડીનો રસ પીવો હાનિકારક
- શેરડીના રસનું વધુ પડતું સેવન ઝાડા-ઉલટી, ટાઈફોઈડને નોતરે છે
- ઠંડા પીણાને ટાળી માટલાનું પાણી, છાશનું સેવન કરવું જોઈએ
- ગરમીથી બચવા માટે સુતરાઉ કપડા પહેરવા જોઈએ
- ઠંડકવાળા સ્થળોએ સમયાંતરે આરામ કરવો જોઈએ
વધારે પડતી ગરમીને કારણે લુ પણ લાગવાની સંભાવના રહે છે.જો કોઈ વ્યક્તિને વધારે પડતે પરસેવો વળી રહ્યો હોય, માથાનો દુખાવો, ચક્કર આવવા, ચામડી લાલ થઈ જવી કે પછી સ્નાયુમાં દુખાવો થતો હોય તો તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ. આ તમામ લુના લક્ષણો છે. કાળઝાળ ગરમી ગુજરાતમાં કદાચ આવી ક્યારેય પડી નથી. આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં સાચવીએ અને પોતાના આરોગ્યને તંદુરસ્ત રાખીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે