GUJARAT CORONA UPDATE: ઓમિક્રોનનાં 19 સહિત કુલ 6275 નવા કેસ, 1263 રિકવર થયા
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં 6275 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 1263 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે સાજા થવાનો દર પણ ઘટીને 95.59 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 93,467 વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.
(આજે નોંધાયેલા કોરોનાના કુલ કેસ)
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 27913 નાગરિકો એક્ટિવ કેસ છે. જે પૈકી 26 નાગરિકો વેન્ટીલેટર પર છે. 27887 નાગરિકો સ્ટેબલ છે. 824163 નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. 10128 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજના દિવસમાં એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. જે આડકતરી રીતે રાહતના સમાચાર કહી શકાય.
(આજે નોંધાયેલા ઓમિક્રોનનાં નવા કેસ તથા અત્યાર સુધીનાં કુલ કેસ)
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 2ને પ્રથમ 144 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 3599 ને પ્રથમ અને 11427 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24671ને રસીનો પ્રથમ અને 35767 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 17857 તરૂણોને પ્રથમ ડોઝ અપાયો હતો. આજે 93467 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,31,18,817 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે