Gujarat Election 2022: ચૂંટણીમાં 'દાદા'ઓનો દબદબો! 10,357 શતાયુ મતદારો લોકશાહી રાખશે જીવંત, બન્યા રોલ મોડલ
Gujarat Election 2022: રાજ્યમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે.
Trending Photos
Gujarat Election 2022: બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં બન્ને તબક્કામાં થઈને કુલ 4,91,35,400 મતદારો પૈકી 10,357 શતાયુ મતદાતા એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયની આયુ ધરાવતા મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે, એમ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 10,357 શતાયુ મતદાતા નોંધાયા છે. જેમાં સૌથી વધુ શતાયુ મતદાતા ધરાવતા પ્રથમ પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 1,500, વડોદરામાં 716, ભાવનગરમાં 628, રાજકોટમાં 547 અને દાહોદ જિલ્લામાં 531 મતદાતાઓ છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લામાં ડાંગમાં 08, તાપીમાં 67, નર્મદા માં 69, પોરબંદરમાં 109 તેમજ પાટણ જિલ્લામાં 125 મતદાતાઓ નોંધાયા છે.
ઉત્તર ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં 1,500, બનાસકાંઠામાં 382, ગાંધીનગરમાં 260, મહેસાણામાં 238, અરવલ્લીમાં 200, સાબરકાંઠામાં 164 તેમજ પાટણ જિલ્લામાં 125 શતાયુ મતદારો નોંધાયા છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં 628, રાજકોટમાં 547, કચ્છમાં 444, જુનાગઢમાં 395, અમરેલીમાં 372, જામનગરમાં 298, ગીર સોમનાથમાં 278, સુરેન્દ્રનગરમાં 278, મોરબીમાં 175, દેવભૂમિ દ્વારકામાં 174, બોટાદમાં 168 તેમજ પોરબંદરમાં 109 શતાયુ મતદારો છે.
મધ્ય ગુજરાતમાં વડોદરામાં 716, દાહોદમાં 531, આણંદમાં 332, ભરૂચમાં 312, ખેડામાં 280, પંચમહાલમાં 237, છોટાઉદેપુરમાં 145, મહિસાગરમાં 132 તેમજ નર્મદા જિલ્લામાં 69 શતાયુ મતદારો છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સૂરત જિલ્લામાં 422, વલસાડમાં 238, નવસારીમાં 133, તાપીમાં 67 તેમજ ડાંગ જિલ્લામાં 08 શતાયુ મતદારો નોંધાયા છે.
ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓ કે જેમણે ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેમના ઘરે જઈને મતદાન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે વરિષ્ઠ મતદારોએ મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરવું હોય તેમના માટે વિશેષ સવલતો ઊભી કરવામાં આવી છે. જેમાં 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો ઉપરાંત, દિવ્યાંગજનો અને કોવિડ પ્રભાવિત વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જે મતદારોએ નિયત સમયમર્યાદામાં જરૂરી વિગતો સાથે ફોર્મ-12 ડી ભરીને આપ્યું છે, તેમને ઘરે બેઠા મતદાનનો લાભ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે