આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આ 3 અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો દંડો, ફરજીયાત નિવૃત્ત કરાયા

રાજ્ય સરકારે વધુ ત્રણ અધિકારીઓને ઘરે બેસાડી દીધા છે. મેડિકલ વિભાગમાં ફરજ બજાવતા ત્રણ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. સરકારે એક આદેશમાં આ માહિતી આપી છે. 

આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આ 3 અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો દંડો, ફરજીયાત નિવૃત્ત કરાયા

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા બેદરકાર સરકારી અધિકારીઓ પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભ્રષ્ટ અધિકારીઓ હોય કે કામમાં બેદરકારી દાખવતા હોય તેવા કર્મચારીઓને સરકાર ફરજિયાત નિવૃત્તિ અપાવી ઘરે બેસાડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારે વિવિધ સરકારી વિભાગમાં આવા કર્મચારીઓ સામે કાર્યવાહીની શરૂઆત કરી છે. હવે આરોગ્ય વિભાગના ત્રણ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી દેવામાં આવી છે.

આ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો દંડો
રાજ્ય સરકારે હવે ત્રણ આરોગ્ય વિભાગના વર્ગ-2ના અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે મેડિકલ અને તાલુકા હેલ્થ ઓફિસર સામે કાર્યવાહી કરી છે. સરકારના આદેશ પ્રમાણે ડો. પરેશ રામબાબૂ શરમા, જે ભરૂચ જિલ્લાના જંબુસરમાં સરકારી હોસ્પિટલમાં મેડિલક ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા તેને ફરજીયાત નિવૃત્તિ આપી દેવામાં આવી છે.

આ સિવાય પંચમહાલ જિલ્લાના બોરિયામાં કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા મેડિકલ ઓફિસર ડો. મનોજકુમાર યાદવને પણ નિવૃત્તિ આપી દેવામાં આવી છે. આ સિવાય પોરબંદર જિલ્લાના કુતિયાણામાં તાલુકા હેલ્થ અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. અર્જુન સામંતભાઈ બાબરિયાને પણ ફરજીયાત નિવૃત્તિ અપાવી ઘરે બેસાડી દેવામાં આવ્યા છે.

સરકારે શરૂ કરી છે કાર્યવાહી
રાજ્ય સરકારે છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓને ફરજીયાત નિવૃત્તિ અપાવી દેવાની કાર્યવાહી કરી છે. આ પહેલા પણ અનેક સરકારી વિભાગોમાં વિવિધ અધિકારીઓને ફરજીયાત નિવૃત્તિ આપી દેવામાં આવી છે. હવે આ ત્રણ આરોગ્ય અધિકારીઓ સામે સરકારનો દંડો ચાલ્યો છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news