જન્નતનું નૂર ગાયબ : 160 ની સ્પીડે કાર ચલાવનાર જન્નત મીરે જાહેરમાં માફી માંગી
Rajkot News : 'મારી ભૂલ છે કે હું ઓવરસ્પીડમાં...', અંતે અટકાયત બાદ 160 ની સ્પીડે ગાડી ચલાવતી રાજકોટની યુવતીએ સ્વીકારી પોતાની ભૂલ
Trending Photos
Trending Reels : આ તસવીર જોઈને તમને તાજેતરમાં વાયરલ થયેલ એક વીડિયો યાદ આવ્યો હશે. જેમાં એક યુવતી 160 ની સ્પીડે ગાડી ચલાવતી હતી. એક ગીતના તાલે પૂરઝડપે કાર હંકારતી યુવતીએ હવે પોતાની ભૂલ સ્વીકારી છે. વાયરલ થયેલા વીડિયો પર પોલીસે એક્શન લીધુ હતું, જેમાં આ યુવતી રાજકોટની હોવાનું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ દ્વારા યુવતીની અટકાયત કરાઈ હતી. જેના બાદ યુવતી દ્વારા માફી માંગવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા યુવતીનો માફી માંગતો વીડિયો રાજકોટ પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
નબીરાઓની સાથે સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવવાની ઘેલછા લાગી છે. જોખમી રીતે હંકારતી હાઈસ્પીડ ગાડીના વીડિયો હવે ગુજરાત માટે નવા નથી. ત્યારે હાલમાં જ એક વીડિયો આવ્યો હતો. જેમાં જન્નત મીર નામની યુવતીએ 160 ની સ્પીડમાં કાર હંકારી રહી હતી. જન્નત મીર નામની આ યુવતીએ ઇન્સ્ટા આઈડી પર પ્રેસ લખ્યું હતું. સાથે સાથે ઓલ મીડિયા કાઉન્સિલિંગ વાઇસ પ્રેસિડેન્ટ પણ લખવામાં આવ્યું હતું. 160 ની સ્પીડમાં હંકારથી આ કાર જો અકસ્માત સર્જે તો તથ્ય પટેલની ઘટના પણ પાછળ રહી જાય. ત્યારે આ વીડિયો વાયરલ થાય બાદ પોલીસ તેને શોધી રહી હતી. આખરે જન્નત મીરની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
જન્નતનું નૂર ગાયબ : 160 કિલોમીટરની ઝડપે કાર દોડાવતી યુવતી આખરે પોલીસ સાણસામાં, જાહેરમાં માફી માગી...#gujarat #rajkot #RajkotPolice #reels #viral #ZEE24kalak pic.twitter.com/WxYdaFaeJo
— Zee 24 Kalak (@Zee24Kalak) August 1, 2023
માફી માંગતા વીડિયોમાં જન્નત મીરે પોતાની ભૂલ સ્વીકારી છે. તેણે કહ્યું કે, મારુ નામ જન્નત મીર છે. સોશિયલ મીડિયામાં મારો વીડિયો બહુ જ વાયરલ થયો છે. જે વીડિયો બહુ જ જૂનો છે, હાલનો વીડિયો નથી. વીડિયોમાં હુ બહુ જ સ્પીડમાં ગાડી ચલાવી રહી છું, તે મારી ભૂલ છે. તેના માટે આઈ એમ સો સોરી. બધાને એમ જ કહેવાનુ છે કે, તમે પણ ધીમે ગાડી ચલાવજો. આપણે અને સામેવાળા બંને સેફ રહીએ તેના માટે સ્લો ડ્રાઈવિંગ જરૂરી છે, ડ્રાઈવિંગ એ શોખ નથી, પણ જવાબદારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે