પોરબંદર : પોતાના દીકરા જેમ બીજા કોઈનો પુત્ર અકસ્માતમાં મૃત્યુ ન પામે તે માટે પિતાએ લોકોને આપી યાદગાર ભેટ
Trending Photos
અજય શીલુ/પોરબંદર :પોરબંદર (Porbandar) સહિત રાજ્યભરમાં મોટર વ્હીકલના કાયદા (Motor Vehicle Act 2019) ના અમલવારી માટે તંત્રએ કમર કસી છે. જેને કારણે વાહન ચાલકોએ હેલ્મેટ (Helmet) પહેરવું ફરજિયાત બન્યું છે. આ કાયદો (traffic Rules) કેટલો જરૂરી છે અને હેલ્મેટ સહિતની સુરક્ષા આપણા માટે કેટલી જરુરી છે તે અંગે લોકોમાં જાગૃતિ (Awareness) આવે તે પણ મહત્વનું છે. આવામાં પોરબંદર શહેરમા એક પિતાએ તેમના પુત્રની યાદમા હેલ્મેટ સર્કલ (Helmet Circle) બનાવી તેને અનોખી સ્ટાઈલમાં શ્રદ્ધાંજલિ આપી છે.
પોરબંદર શહેરમાં વસતા અને નગરપાલિકાના પૂર્વ સેક્રેટરી એવા અતુલભાઇ કારીયાના પૂત્ર પ્રણવનું રોડ અકસ્માતે મોત નિપજ્યુ હતું. ફોર વ્હીલક સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂત્ર પ્રણવને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમા સારવાર દરમ્યાન પુત્રના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. યુવાન પુત્રના વાહન અકસ્માતે મૃત્યુના બનાવ બાદ અન્ય કોઇ યુવાન ગંભીર અકસ્માતનો ભોગ ન બને તે માટે અતુલભાઈએ કમર કસી હીત. હેલ્મેટ પહેરવું જરૂરી છે તેવા મેસેજ સાથે પિતા અતુલભાઈએ બસ સ્ટેશન પાસે રૂપિયા એક લાખના ખર્ચે હેલ્મેટ સર્કલ તૈયાર કરાવ્યું છે.
દિવસને દિવસે આજે મોટી સંખ્યામાં વાહનોની સંખ્યા વધી રહી છે. તો સાથે જ અકસ્માતના કારણે માનવ મૃત્યુનુ પ્રમાણ પણ વધ્યુ છે. આપણે ત્યાં અન્ય દેશની સરખામણીએ પહેલાથી જ વાહન ચાલકોમાં સેફ્ટીને લઈને ઉદાસીનતા જોવા મળી રહી છે. અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ માનવ મૃત્યુ અકસ્માતના કારણે ભારતમાં થાય છે. જે વાહનચાલકોના મોત થાય તેમા વધુ સંખ્યામાં બાઈક ચાલકો હોય છે. જેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાથી મૃત્યુ થતું હોય છે. બાઈક ચાલકો માટે હેલ્મેટનો કાયદો હોવા છતાં પણ વાહન ચાલકો હેલ્મેટ પહેરવાને લઈને હજી પણ જાગૃત નથી. પરંતુ અતુલભાઈના પરિવાર સાથે બનેલી દુખદ ઘટના બાદે જે રીતે તેઓએ લોકોમાં હેલ્મેટ પહેરવાને લઈને જાગૃતિ લાવીને હેલ્મેટ સર્કલ બનાવ્યુ છે તેને શહેરીજનો પણ આવકારી રહ્યા છે. અતુલભાઈએ સર્કલના ઉદઘાટન સાથે લોકોને જણાવ્યું હતું કે, આ હેલ્મેટ સર્કલને જોઈને તરત જ હેલ્મેટ કેટલું જરુરી છે તે સમજાય છે.
વાહન ચાલકોની સુરક્ષાની દ્રષ્ટિએ આ કાયદો તેમના અમૂલ્ય જીવનને જ સુરક્ષા પૂરી પાડનારો છે. ત્યારે હેલ્મેટ સહિતની તમામ સુરક્ષાને લગતા આ કાયદાનો અમલ તમામ વાહનચાલકો કરશે. તો ભારતમાં ચોક્કસ અકસ્માતમાં માનવ મૃત્યુનો આંક ઘટશે. ત્યારે દરેક વાહનચાલકો હેલ્મેટ પહેરતા થાય તે માટે પોતાના ખર્તે એક પિતાએ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. જેને લોકોએ આવકાર્યો હતો.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે