પાટણનાં 'દેવડાં' તો બધાએ ખાધાં હશે,પણ શું તમે જાણો છો? કેવી રીતે થઈ આ મીઠાઈની શોધ?

દિવાળી જેવા પર્વ માં દેવડા તો જોઈએ જ તેના વગર દિવાળી ના તહેવારો અધૂરા લગે જેને લઇ દેવડા ની માંગ ને પહોંચી વળવા સ્વીટ માર્ટ માં દેવડા બનાવવાની શરૂઆત થઈ જવા પામી છે. ત્યારે દેવડાની શું છે ખાસ વિશેષતા આવો જોઈએ.

પાટણનાં 'દેવડાં' તો બધાએ ખાધાં હશે,પણ શું તમે જાણો છો? કેવી રીતે થઈ આ મીઠાઈની શોધ?

પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ એક ઐતિહાસિક ધરોહર થી ઓળખાતું શહેર છે જ્યાં રાણીનીવાવ, પટોળા કે પછી મીઠાઈમાં આગવું સ્થાન ધરવતા પાટણના દેવડા જેના વગર તમામ તહેવારો લાગે છે અધૂરા ત્યારે હવે દિવાળી ના તહેવારો શરૂ થવાને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે અન્ય માવા ની મીઠાઈ ની ખરીદી પહેલા દેવડા ની માંગ પ્રથમ હરોળ માં રહેવા પામે છે અને દિવાળી જેવા પર્વ માં દેવડા તો જોઈએ જ તેના વગર દિવાળી ના તહેવારો અધૂરા લગે જેને લઇ દેવડા ની માંગ ને પહોંચી વળવા સ્વીટ માર્ટ માં દેવડા બનાવવાની શરૂઆત થઈ જવા પામી છે. ત્યારે દેવડાની શું છે ખાસ વિશેષતા આવો જોઈએ.

દિવાળી આવતાજ પાટણ વાસીઓ પોતાના સ્નેહીજનોને મીઠાઈમાં દેવડા મોકલાવવાનું ભૂલતા નથી ગુજરાત તેમજ દેશ વિદેશમાં રહેતા પાટણ વાસીઓ આજે પણ પોતાના વતન ના દેવડા મંગાવવાનું ભૂલતા નથી અને કહેવાય છે કે જ્યાં સુધી દિવાળીના તહેવારમાં ઘરમાં દેવડા લાવવામાં ના આવે ત્યાં સુધી દિવાળી આવી જ નથી તેવું પાટણ વાસીઓ માની રહ્યા છે. તો કેવી રીતે બનાવવામાં આવે છે આ દેવડા...

પ્રથમ તો મેંદાના લોટને ઘીમાં મેળવીને તેના બ્લોક બનાવીને તેને ઘી માં તળી નાખવામાં આવે છે... પછી તેને એક દિવસ ઠંડા કરવામાં આવે છે પછી ખાંડ ને મોટી કડાઈમાં નાખી ઉકાળી ને ચાસણી બનાવવામાં આવે છે અને તે ચાસણીને બે આંગળીઓ વડે દબાવીને તેની ચીકાસ ચેક કરવામાં આવે છે ત્યાર બાદ એક મોટા વાસણમાં ઘી નાખવામાં આવે છે ત્યારબાદ આ ઘી ને તે વાસણમાં ફેલાવી દેવામાં આવે છે બાદમાં મેંદાના લોટમાંથી તળીને તૈયાર કરવામાં આવેલા દેવડા ના બ્લોકને ચાસણીમાં ડુબાડી ને તેને ઘીના વાસણમાં રાખવામાં આવે છે જ્યાં તેની પર સુકો મેવો એટલે કે કેસર, પીસ્તા નાખીને સુસોભીત કરવામાં આવે છે અને તે ઠંડા થઈ ગયા પછી વહેચાણ અર્થે મુકવામાં આવે છે. 

પાટણ ના દેવડા એક સારી મીઠાઈ છે જે 160 વર્ષ પહેલાં તેની બનાવટ શરૂ થવા પામી હતી અને આજે પણ આ પાટણ ના દેવડા નું આગવું સ્થાન રહેલ છે અને દરેક તહેવાર માં અન્ય મીઠાઈ પહેલા દેવડા ની પ્રથમ ખરીદી કરવામાં આવે છે તો હવે દિવાળીના પર્વમાં મીઠાઈ માં તો પ્રથમ સ્થાન દેવડા નું જ હોય તેના વગર દિવાળી નો પર્વ અધુરો લગે તો આ દેવડા ની બનાવટ માં પાટણ નું પાણી અને હવામાન ખુબજ અનુકૂળ આવે છે જેથી તે ખુબજ પોચા અને સ્વાદિષ્ટ બનવા પામે છે. 

અત્યારે પાટણની બજારોમાં દેવડા ના વિવિધ ફ્લેવર તેમજ વિવિધ બ્રાન્ડ જોવા મળી રહી છે જેમાં સુદ્ધ ઘીના દેવડા, સ્પેસ્યલ બટર કોચ દેવડા, સ્પેશ્યલ કેટબરી દેવડા, તેમજ સ્પેસ્યલ કેસર દેવડા જેવી અવનવી બ્રાંડો આજકાલ પાટણના બજારોમાં જોવા મળી રહી છે. બજારમાં અનેક અવનવી મીઠાઈઓ ઠલવાઈ રહી છે. તેવામાં પાટણની ઓળખ એવા દેવડા પોતાનું આગવું સ્થાન ધરાવે છે. પાટણવાસીઓ દેવડા ખરીદવાનું આજે પણ ભુલ્યા નથી અને દિવાળીમાં દેવડાને પાટણ બહાર રહેતા પોતાના સ્નેહીજનોમાં મોકલવાનો રીવાજ આજે પણ અકબંધ છે અને આ વર્ષોથી ચાલતી પરમ્પરા આજે પણ ભુલાઈ નથી તેજ પાટણના દેવડાની સાચી ઓળખ છે.

ગ્રાહકોના જણાવ્યા અનુસાર અમે પણ દેવડા ખરીદવા માટે આવ્યા છીએ પાટણના દેવડા લોકો ખુબ વખાણે છે જ્યાં જોઈએ ત્યાં દેવડાજ દેખાઈ રહ્યા છે પાટણની પ્રજા દિવાળીમાં દેવડા ની ખરીદી ખાસ કરે છે અને પાટણ ના દેવડાની માંગ દેશ વિદેશમાં પણ છે. જ્યાં સુધી અમે દિવાળીમાં દેવડા ખરીદીએ નહિ ત્યાં સુધી અમારો તહેવાર અધુરો છે જે રીતે પાટણ સહેરની આ એવી સ્વિટ મીઠાઈ છે કે જેને ખરીદી કર્યા વગર ના ચાલે દેવડાને અમે અમારા બહાર રહેતા પરિજનોને ગીફ્ટ કરવાનું અમે ભૂલતા નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news